ઇન્નરવ્હીલ કલબ ભુજ વોલસીટી દ્વારામજુરી મુક્ત બાળકોને “સાયન્સ સીટી,, બતાડાયું

ઇન્નરવ્હીલ કલબ ભુજ વોલસીટી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતીધામ વિદ્યામંદિરનાં મજુરી મુક્ત ગરીબ બાળકોને ભુજીયા તળેટીમાં આવેલ “સાયન્સ સીટી,, બતાડવામાં આવેલ.

ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટીનાં પ્રમુખ યામિની ઠક્કર, સેક્રેટરી ઉર્વી સોની, ખજાનચી કવિતા ભાનુશાલી તથા બીનાબેન જોષી, નીતાબેન હાલાણી, વિધિબેન ઠક્કરે ઉપસ્થિત રહી બાળકોને ભાવતો અલ્પહાર અર્પણ કર્યો હતો.

મજુરી મુક્ત બાળકોએ સાયન્સસીટી નિહાળી ખુશી અનુભવી હતી. આયોજકોએ બાળકોની સંપૂર્ણ
વ્યવસ્થાઓ કરી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પૂરી પાડી હતી.