મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લાનાં પનવેલ શહેરનો યુવાન ગણેશ રામચંદ્ર ભગત ઉંમર વર્ષ-૨૮, સાત મહિનાં પહેલાં ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. રખડતો-ભટકતો અનેક શહેરોમાંથી થઇ તે કોઇક વાહન મારફતે માંડવી કચ્છ મધ્યે પહોંચ્યો હતો. માંડવી પોલીસે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડેલ. તેને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે રાખી મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારવાર કરાવતાં તે ઝડપભેર સ્વસ્થ બન્યો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે તેના પાસેથી માહિતી મેળવતા તે મહારાષ્ટ્રનાં પનવેલનો હોવાનું જાણવા મળ્યું.
માનવજ્યોત સંસ્થાએ તેની સારવાર પૂરી થતાં અને તે સ્વસ્થ બનતાં તેને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત મધ્યે મોકલાવ્યો હતો. ‘શ્રદ્ધા,, નીટીમરાયગઢ જિલ્લાનાં પનવેલ શહેરનાં તેનાં ઘર સુધી પહોંચી હતી. પરિવારજનો એ ખૂબજ ખુશી અને હર્ષનાં આંસુ વચ્ચે ગણેશનો કબ્જો લીધો હતો.
માનવતાનાં આ કાર્યમાં રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરવા, દિલીપ લોડાયા, મહેશભાઇ ઠક્કર, વાલજી કોલીએ સહકાર આપ્યો હતો.

