માનવજ્યોત પહોંચી ગ્રામ્ય વિસ્તારોમાં…ગરીબોનાં ઝુંપડે દિવાળી

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અબડાસાનાં સણોસરા, કોઠારા વિસ્તારોમાં રોડની બંને સાઇડ ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા પરિવારોને વસ્ત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.

બાળકોને નવા વસ્ત્રો તથા મહિલાઓને સાડીઓ અર્પણ કરાઇ હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, હિતેશ ગોસ્વામી, કાન્તીલાલ પોમલ તથા કાર્યકરોએ સંભાળી હતી.