માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે દાતાશ્રી ઝહિદ હુશેન મોહમદ યુસુફ મુનશીં ભુજ દ્વારા ચોખા સાથેનું જરૂરી રાશન અર્પણ કરાયું હતું. માનવજ્યોત સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા રફીક બાવાએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.
Category Archives: પ્રવૃત્તિઓ
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાતે આવેલા શ્રી ગોપાલભાઈ માવજી ગોરસીયાએ સંસ્થાની પ્રવૃત્તિઓ નજરે નિહાળી, તથા માનસિક દિવ્યાંગોનું આશ્રમજોઈ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થાનાં વાહનો જૂના થઈ ગયા હોઇ નવા વાહનોની જરૂરિયાતને ધ્યાને લઇ શ્રી માવજીભાઈ દેવરાજભાઈ ગોરસીયા ચેરીટેબલ ટ્રસ્ટ ભુજ તથા સહ પરિવાર તરફથી માનવજ્યોતને નવું ટાટા ગોલ્ડ છોટા હાથી વાહન અર્પણ […]
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા કચ્છ સ્થળેથી ૧૭ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં ૮ મળી એકી સાથે પચ્ચીસ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર તરફ પ્રયાણ કરતાં તેઓને શુભેચ્છા પાઠવવા એક નાનો કાર્યક્રમ રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને સિનિયર સિવિલ […]
માનવજ્યોત પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈની પ્રેરણાથી અને જલારામબાપાની અસિમકૃપાથી ભુજમાં તા. ૨૫-૫-૨૦૦૩ નાં માનવજ્યોત સંસ્થાની સ્થાપના કરવામાં આવી. ભૂખ્યાને ભોજન વિતરણ, વૃદ્ધ વડિલોને ટીફીન દ્વારા ઘેર બેઠા ભોજન વિતરણ, જરૂરતમંદોને કપડા વિતરણ, બિનવારસ લાસોની અંતિમક્રિયા, ગુમથયેલા લોકોને શોધી આપવા, કુંડા-ચકલીઘર વિતરણ, મજુરી કામે ચાલ્યા જતા બાળકોને મજુરી કામમાંથી મુક્ત કરાવી અક્ષરજ્ઞાન આપવાનું કાર્ય, ભોજન સમારંભોની […]
૧૪ વર્ષીય બાળા માનકુવાથી ખત્રી તળાવ નિર્જન રસ્તે તેને એકલી પગે ચાલતી જોઈ માનવજ્યોતનાં કેરા રહેતા શ્રી સહદેવસિંહ જાડેજાએ તેની પૂછપરછ કરતાં તેણે ગામવડેલી તાલુકો શંખેડી જિલ્લો છોટા ઉદેપુર જણાવ્યું હતું. અને હાલ તે મીરઝાપરનાં પટેલની માનકુવા આવેલ વાડી ઉપર રહે છે. તેને એક ભાઈ અને એક બહેન છે. ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થતાં ભાઇ ભારાપરથી […]
કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડયા પાથર્યા રહેતા, જેનું અહીં કોઈ સગું-સાવકું નથી તેવા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ, શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે લઈ આવી, તેની દરેક વ્યવસ્થાઓ કરી, તેને સારી સારવાર આપી, તેનું ઘર શોધી આપી, ઘર સુધી પહોંચાડવાનું કાર્ય માનવજ્યોત સંસ્થા દ્વારા ઘણાં વર્ષોથી કરવામાં આવે છે. છેલ્લા ૩ વર્ષમાં માનવજ્યોત સંસ્થાએ ૪00 માનસિકદિવ્યાંગોને […]
પાલારા ખાસ જેલના કેદી ભાઈ-બહેનોના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ કાર્ય કરનાર માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરને પાલારા ખાસ જેલ દ્વારા જેલ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ એ. રાવના વરદ હસ્તે સન્માનપત્ર અર્પણ કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. પાલારા ખાસ જેલના કેદી ભાઈ-બહેનોને કોરોના કાળ દરમ્યાન જીલ્લા આયુર્વેદ શાખાનાં સહકારથી આયુર્વેદીક ઉકાળો વિતરણ, હોમીયોપેથીક ગોળીઓ વિતરણ તથા માનવજ્યોત દ્વારા […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા જરૂરતમંદ વધુ લોકો સુધી ધાબડા પહોંચાડી તેઓને ઠંડી સામે રક્ષણ અપાયું હતું. દાતાશ્રી લાલજીભાઈ શીવજી વેલાણી-માનકુવા, ભક્તિ મહિલા મંડળ-મીરઝાપર, શ્રીમતિ મંજુલાબેન મહેન્દ્રભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ, કાન્તાબેન માવજી હીરાણી-મીરઝાપર,શ્રીમતિ ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધમાનનગર, જયેન્દ્રભાઈ દામજી લોદરીયા-ભુજ, સ્વ. વેલબાઈ કાનજી હીરાણી-માનકુવા, સુમધુર ગ્રુપ-રામપર વેકરા દ્વારા સંસ્થાને ધાબડા મળ્યા હતા. જે […]
માનવજ્યોત સંસ્થા ભુજને દાતાશ્રી ઝાહિદ હુશેન મોહમદ યુસુફ મુનશી ભુજ દ્વારા એરબેડો, કમ્બોડ ચેરો, સકશન મશીન, નેબ્યુલાઈઝર મશીનો જેવી સીકબેક વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થા વતી પ્રબોધ મુનવર, શંભુભાઇ જોષી તથા દિલીપ સાયલાએ આભાર માન્યો હતો.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી લોદરીયા જયેન્દ્રભાઈ દામજીભાઈ પરિવાર ભુજ દ્વારા સુખપર (ભુજ) નાં ભટ્ટવાસ વિસ્તારનાં ભટ્ટ મારાજ ૧૧૫ પરિવારોને ઠંડી સામે રક્ષણ આપવા ગરમધાબડા તેમજ અડધો કિલો ખજુરનાં પેકેટો અર્પણ કરાયા હતા. વ્યવસ્થા દાતા પરિવારનાં અશોકભાઈ લોદરીયા, પ્રબોધ મુનવર, આનંદ રાયસોની તથા ભટ્ટવાસનાં પ્રવિણભાઈ તથા નાનજીભાઇએ સંભાળી હતી.









