માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના મહામારી સંકટ વચ્ચે દર્દીઓની શ્વાસો શ્વાસની ઓકિસજન સ્થિતિ સુધારવા, આયુર્વેદીક ઉપચાર રૂપે લવીંગ-કપૂર-અઝમાનું પાવડર બનાવી મિશ્ર કરી બનાવવામાં આવેલ સાત હજાર પાઉચ વિતરણ કરવામાં આવ્યા હતા. જે સુંધવાથી રાહત મળે છે. તેમજ શ્વાસ પ્રક્રિયામાં સુધારો થાય છે.
Category Archives: પ્રવૃત્તિઓ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા કોરોના સંકટ વચ્ચે જરૂરતમંદ લોકોને ભોજન કરાવવામાં આવેલ. સ્વૈચ્છિક લોકડાઉન વચ્ચે ભૂખ્યા લોકોને ભોજન કરાવવામાં આવેલ. હરતા ફરતા વાહન સાથે શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદ લોકોને ભોજન પીરસવામાં આવેલ. પેરાલીગલ વોલન્ટીયરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની તથા રફીક બાવાએ વ્યવસ્થા સંભાળી હતી.
સેવાપ્રેરક મહિલા અગ્રણી અમરબાઈ માવજી ગોરસિયા બળદીયા હાલે ભુજનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અંજલિ અપાઇ હતી. માવજી દેવરાજ ગોરસિયા પરિવાર દ્વારા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. તાજેતરમાં માનવજ્યોત સંસ્થાને આ પરિવાર દ્વારા નવું વાહન અર્પણ થયેલ. પરિવારનાં મોભી માતુશ્રી અમરબેનને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, […]
ભયંકર કોરોના મહામારી સંકટમાં પણ લોકો પક્ષીઓની ચિંતા કરવા લાગ્યા. અબોલા પક્ષીઓ માટે પણ લોકોએ પીવાનાં પાણીની વ્યવસ્થા કરી જીવદયાનું અતિ ઉત્તમકાર્ય હાથ ધર્યું છે. કોરોનાં સંકટમાં જીવદયા પ્રેમીઓ પક્ષીઓની સેવામાં જોડાયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આપવામાં આવેલા કુંડા અને ચકલીઘરો વૃક્ષો ઉપર લગાડી પક્ષીઓને પણ ચણ-પાણીની વ્યવસ્થા કરી આપી. તેમજ ચકલીઓને રહેવા માટે […]
દરેક સમાજો સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અને દરેક સમાજો-સંસ્થાઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડનારા શશીકાન્તભાઈ મોહનલાલ ઠક્કરનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અપાઈ હતી. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, અરવિંદભાઈ ઠક્કર, મુરજીભાઈ ઠક્કરે તેઓની સેવાઓને બિરદાવી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શ્રીમતિ રંજનબેન વર્ધીલાલ પારેખ પરિવાર સંચાલિત માનવસેવા કેન્દ્ર વર્ધમાનનગર-કચ્છના સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દર્દીઓનાં સગા-સબંધીઓને લીબું-વરિયારી પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. સતત ત્રણ દિવસ સુધી આ સેવા ચાલુ રાખવામાં આવી હતી. સેવાકાર્ય વાહનને વર્ધમાનગર ઓનર્સ એસોસિયેશનનાં પ્રમુખશ્રી રાહુલ મહેતા, ઉપપ્રમુખ વર્ધીલાલટી. પારેખ, હસમુખ વોરાએ સ્ટાર્ટ આપ્યો હતો. વ્યવસ્થામાં દિપ્તી વોરા, ભાવિકા […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની માનવસેવા, જીવદયા, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા માધાપરનાં હાલે લંડન વસતા માધાપરના દાતાશ્રી હીરૂબેન ગોરસીયા દ્વારા સંસ્થાને રૂા. ૨ લાખનો ચેક અર્પણ કરાયો હતો. કોરોનાં સંકટમાં સંસ્થા લોકોની વચ્ચે રહી જરૂરતમંદ લોકોને મદદરૂપ બની રહી છે. જે કાર્યની દાતાશ્રી પરિવારે અનુમોદના કરી હતી. સુરેશભાઈ એમ. સોલંકીના વરદ હસ્તે આ […]
મહારાણીશ્રી પ્રિતિદેવજીનાં જન્મદિન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરાયા હતા. જન્મદિન પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું હતું. તેમજ એકલા-અટુલા નિરાધાર ૧૦૦ વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ઘેર બેઠા ભોજન કરાવાયું હતું. પરિવારજનો દ્વારા માનવજ્યોતને ૧૦ હજારનું અનુદાન અપાયું હતું. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઈ જોષીએ […]
ભુજ શહેરમાં ત્રિદિવસીય સ્વૈચ્છિક લોકડાઉન વચ્ચે માનવજ્યોત સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ જરૂરતમંદ લોકો સુધી પહોંચી હતી. ભુજની જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દર્દીઓનાં સગા સબંધીઓને છાસ અને પાણી વિતરણ કરાયું હતું. એક સગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં શ્રમજીવકોને નમક-જીરાવારી ૩૦૦ લીટર છાસનું વિતરણ કરાયું હતું. ૧૦૦થી વધુ વૃદ્ધ વડીલોને તેમનાં ઘર સુધી ટીફીન દ્વારા ભોજન પહોંચાડાયું હતું. શ્રી […]
શ્રી જલારામ ચેરી-ટેબલ ટ્રસ્ટ દાદરની પ્રેરણાથી શ્રી રામદેવ સેવાશ્રમપાલારા તથા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને દરરોજ બપોરે ઘેર બેઠાં ટીફીન પહોંચાડવામાં આવે છે. જેનું કોઈ નથી. બીજા ઉપર પરાધીન છે…બિમાર છે.. પથારી ઉપર છે… ચાલી શકતા નથી. ઘરથી બહાર નીકળી શકતા નથી એવા ૧૦૦ વૃદ્ધોનાં ઘેર જઈ ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડાય છે. […]






