Category Archives: પ્રવૃત્તિઓ

કામનાથ મહાદેવ મંદિરે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

ભુજનાં કામનાથ મહાદેવ મંદિરે માનવજ્યોત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઇ સચદે, કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી કિરીટભાઇ સોમપુરા, વિશ્વ હિન્દુ પરિષદનાં બલવંતસિંહ વાઘેલા, સુરેશભાઇ માહેશ્વરી, રમેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કરની ઉપસ્થિતિમાં વૃક્ષોનાં રોપા, તુલસીરોપા, ચકલીઘર, કુંડા તથા કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલ. ઉપસ્થિત આગેવાનોએ […]

માનવજ્યોત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો ભુજ – મીરઝાપર – નારાણપરમાં ૫૦૦ ચકલીઘર વિતરણ કરાયા

કોટી વૃક્ષ અભિયાન બીદડા, માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયા નારાણપર તથા ગીતાબેન દલાલ લંડન નાં સહયોગથી ભુજ – મીરઝાપર – નારાણપરમાં ૫૦૦ માટીનાં ચકલીઘર વિતરણ કરાયા હતા. પર્યાવરણને બચાવવા લોકજાગૃતિરૂપે વૃક્ષોનાં તૈયાર રોપા, તુલસીરોપા, કુંડા, ચકલીઘર, ચણથાળી, શ્વાનો માટે અને ગૌમાતાઓ માટે પાણી […]

મીરઝાપરનું કપીરાજ હનુમાન મંદિર બન્યું માનવસેવાનું કેન્દ્ર

મીરઝાપર મધ્યે આવેલું શ્રી કપીરાજ હનુમાન મંદિર સાચા અર્થમાં માનવસેવાનું કેન્દ્ર બની ચૂકયું છે. આ મંદિરનાં પ્રાંગણમાં શ્રી રાઘવ મંદિર પણ આવેલું છે. ભાવિકો શીશ ઝુકાવવા અહીં સુધી પહોંચતા હોય છે. મંદિર પ્રાંગણમાં પક્ષી માટે ચબૂતરો તથા બાળકો માટે રમત ગતમના સાધનો પણ ઉપલબ્ધ છે. વૃક્ષારોપણ, ઝાડ-પાન અને હરિયાળીથી મંદિર સ્થળ આકર્ષક લાગે છે. હનુમાનજીની […]

ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોનો ૪ વર્ષમાં ૧૯૮ દર્દીઓએ લાભ લીધો

માનવજ્યોત સંસ્થા ભુજ કલ્પતરૂ વિજયનગર શાખા થી છેલ્લા ૪ વર્ષ માં ૧૯૮ દર્દીઓએ કોન્સન્ટ્રેટર મશીનોનો લાભ લીધો હતો. અને ઘેર બેઠા ઓક્સિજન સેવા મેળવી હતી. યુ.કે. સ્થિત માધાપરનાં દાતાશ્રી વિશ્રામભાઇ વેલજી હાલાઇએ માનવજ્યોત સંસ્થાને પોતાનાં પરિવારનાં જુદ-જુદા નામોથી દર વર્ષે બે અને ચાર વર્ષમાં ઓક્સિજનનાં ૮ મશીનો અર્પણ કર્યા હતા. જેનો જરૂરતમંદ દર્દીઓએ લાભ લીધો […]

માનવજ્યોતને ૪ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરાયા

માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ ક્ષેત્રે કામકરતી ભુજની માનવજ્યોત સંસ્થાને અમેરિકા સ્થિત કચ્છી દાતા અને સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટનાં મનુભાઇ રવિલાલ શાહ અને રીકાબેન શાહ તરફથી ૩ અને ભાર્ગવભાઇ ગઢાઇ પરિવાર ભુજ દ્વારા-૧ મળી ૪ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો સર્વ મંગલ આરોગ્ય ધામ – ભુજ મધ્યે શ્રી મધુભાઇ સંઘવી અને શ્રી ડો. આલાપ અંતાણીનાં વરદ્ હસ્તે […]

મુખ્ય જિલ્લા ન્યાયાધિશશ્રી દ્વારા પેરાલીગલ વોલીન્ટીયર તરીકેની ઉત્કૃષ્ટ અને પ્રશંશનીય કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરાયું

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત ભુજ – કચ્છનાં પેરાલીગલ વોલેન્ટીયર તરીકે વર્ષ- ૨૦૨૦ – ૨૦૨૧ દરમ્યાન કરેલ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ પ્રબોધ એચ. મુનવરને કચ્છ જિલ્લાનાં મુખ્ય ન્યાયાધિશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ શ્રી આઇ.ડી.પટેલ સાહેબનાં વરદ્ હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ. તેઓશ્રીએ શ્રી મુનવરની દરેક કામગીરીને બિરદાવી હતી. આ […]

વિશ્વ તમાકુ નિષેધ દિવસે લોકોને વ્યસન મુક્ત બનવા અપીલ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસે લોકોને વ્યસન મુક્ત બનવા અપીલ કરાઇ હતી. લોકો તમાકુનું સેવન છોડે એ માટે તમાકુ સેવનથી થતા રોગો અને એનાં કારણે પરિવારોને થતી મુશ્કેલી અને બરબાદી અંગે લોકોને સમજપૂરી પાડવામાં આવી હતી. કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ પ્રસંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. લોકો તમાકુ […]

માસ્ક નહીં…. તો વાત નહીં અભિયાન કચ્છ ભરમાં પહોંચી રહ્યું છે.

કચ્છ કોરોના મુક્ત બને એ દિશામાં અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. સંજયભાઇ શાહ દ્વારા છેડવામાં આવેલ અભિયાન ‘માસ્ક નહીં તો વાત નહીં.,, ધીરે ધીરે કચ્છભરમાં પહોંચી રહ્યું છે. કોરોના મહામારી સંકટ સામે લોકો જાગૃત રહે એ માટે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ઠેર – ઠેર બેનરો લગાડી લોકજાગૃતિ અભિયાનને આગળ ધપાવવામાં આવી રહેલ છે. શહેરો […]

કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાને અંજલિ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા કચ્છના મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. તેઓશ્રી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને દર વર્ષે અનુદાન મળતું રહ્યું હતું. સંસ્થાની વિવિધ માનવસેવા, જીવદયા પ્રવૃત્તિઓથી ખુશ હતા. માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવતા અને શુભેચ્છાઓ પાઠવતા રહ્યા હતા. તેઓની પ્રેમભરી લાગણીને સંસ્થા દ્વારા બિરદાવવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ […]

અગ્યારસ – બારસ – પુણ્યતિથિ – માસિકતિથિ નિમિતે અનેક પરિવારોએ કર્યું પુન્યનું કાર્ય

કોરોના મહામારી સંકટ અને વધતા જતા સંક્રમણને ધ્યાને લઇ અનેક પરિવારોએ પોતાનાં સ્વર્ગસ્થ સ્વજનોનાં આત્માશ્રેયાર્થે અગ્યારસ, બારસ, પુણ્યતિથિ, માસિક તિથિ નિમિતે માનવસેવા, જીવદયાનાં કાર્યો કરી સ્વજનોને અંતરથી ભાવાંજલિ અર્પી હતી. સ્વ. મંજુલાબેન કનૈયાલાલ અબોટી – ભુજ, સ્વ. નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા – કેરા, સ્વ. દક્ષાબા દહિવતસિંહ જાડેજા – ભુજ, સ્વ. દુર્લભરાય મણીલાલ અબોટી – કોઠારા, સ્વ. […]