ભુજ શહેર આત્મારામ સર્કલ સામે આવેલા જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી થતાં માનવજ્યોત સંસ્થાએ જેમનાં દબાણો હટાવાયા હતા તેવા લોકોને ભોજન પહોંચાડ્યું હતું. અને ભરપેટ જમાડ્યા હતા. બાળકો સાથે અનેક પરિવારોએ ભોજન લીધું હતું. માનવજ્યોત ભુજનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, રાજેશ જોગી, વિક્રમ રાઠીએ ભોજન વ્યવસ્થા સંભાળી હતી.
Category Archives: પ્રવૃત્તિઓ
કોરોના કાળનાં કપરા બે વર્ષ પૂરા કર્યા બાદ તેમજ અનેક મુશ્કેલીઓનો સામનો કરી અનેક પ્રસંગો, ઉજવણીઓને રદ કરી મુલત્વી રાખ્યા બાદ લગ્નોની મોસમ શરૂ થતાં જ અનેક પરિવારો સમયસર લગ્નોત્સવ પૂરા કરવા આગળ આવ્યા છે. અને લગ્નોની નાની-મોટી ઉજવણી કરી રહ્યા છે. સમુહલગ્નો, સમાજવાડીઓમાં યોજેલ લગ્નો તથા અનેક પરિવારોએ ઘરે લગ્નો ઉજવ્યા છે. છેલ્લા ૪ […]
ભૂજનો યુવાન રાહુલ રાકેશ રાજપૂત (ઠાકુર) ઉ.વ. ૧૮, ત્રણ વર્ષ પહેલાં ગુમ થયો હતો. તે બરેલી ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ પહોંચ્યો હતો. પિતા રાકેશે તેની સતત શોધ ચલાવી હતી. ઉત્તરપ્રદેશનાં અલ્લાહબાદ તથા અન્ય શહેરો-ગામોમાં દિવસ-રાત પસાર કરનાર રાહુલે અનેક ઘણી મુશ્કેલીઓ વેઠી હતી. કયાંક સૂવા નમળ્યું. તો ક્યાંક ખાવાનું નમળ્યું, કયારેક દિવસમાં માત્ર ‘‘ચા’’ મળી. આવી […]
કચ્છમાં વધી રહેલી ઠંડી સામે જરૂરતમંદ લોકોને રક્ષણ મળે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભૂંગા-ઝુંપડામાં રહેતા ગરીબ લોકોનાં ઘર સુધી જઇ તેમજ માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા તેમજ રાત્રે ખુલ્લામાં સૂતેલા લોકોને ગરમ ધાબડા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. દાતાશ્રી શ્રીમતિ મંજુલાબેન મહેન્દ્રભાઇ સંગોઇ ચેરીટેબલ ટ્રસ્ટ -મુંબઇ, ઘનશ્યામભાઈ વાઢેર-ભુજનાં સહયોગથી […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દેશનાં પ્રથમ સીડીએસ બીપીન રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.વીર યોદ્ધા અને મહાન સપૂત તથા તેમનાં પત્ની અને સ્ટાફને સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા તથા રફીક બાવાએ અંજલિ આપી હતી.
મધ્યપ્રદેશનાં નરસીપુર જીલ્લાનાં ગાર્ડરવાલા તાલુકાનાં કરૈયા ગામનો ૨૫ વર્ષીય યુવાન બચ્ચન શારદાપ્રસાદ કુશબા ૧૦ વર્ષ પછી જયારે તેની ઉંમર ૩૫ વર્ષ થઇ ચૂકી છે ત્યારે માનવજ્યોત સંસ્થાનાં સફળ પ્રયત્નોથી પોતાના ગામ ઘર અને પરિવાર સુધી પહોંચ્યો છે. લગ્ન બે વર્ષ ટક્યા. પત્ની પિયરે ચાલી જતાં પોતે અમદાવાદનાં ગોતા વિસ્તારમાં મિલમાં કામે લાગ્યો અને ત્યાંથી અચાનક […]
પિતા સ્વ. નારાણભાઇ દેવજી બારોટની બીજી પુણ્યતિથિએ ‘મા ભારતી ચેરીટેબલ ટ્રસ્ટ’ ના શ્રી મનીષભાઇ બારોટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ૩૫ માનસિક દિવ્યાંગોને ઠંડી સામે રક્ષણ આપવા ગરમ સ્વેટરો વિતરણ કરાયા હતા. આ પ્રસંગે મનીષભાઇ બારોટ, હિતેશભાઇ પટેલ, ભરતભાઇ સોંલકી, જયસિંહ પરમાર, રાજ, રાજલ, દર્શરાજ ઉપસ્થિત રહ્યા હતા. માનસિક દિવ્યાંગોએ સ્વેટર […]
અચાનક માવઠાથી વરસતા વરસાદ વચ્ચે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઝુંપડા-મુંગાઓમાં રહેતા જરૂરતમંદ લોકોને ભરપેટ ભોજન કરાવાયું હતું. ઠંડીનું પ્રમાણ વધતાં ઠંડી સામે રક્ષણ મેળવવા જરૂરતમંદોને ગરમ ધાબડા અપાયા હતા. સતાપરથી ૧ હજારની રસોઇ, વરલીથી ૩૦૦ની, પદ્મરથી ૩૦૦ની, જખ મંદિર માધાપરથી ૨૫૦ની, સેવક સમાજવાડી માધાપરથી ૨૫૦ની, ગુરૂદ્વારા લાલટેકરી ભુજથી ૧૦૦ની, જેષ્ઠાનગર ભાનુશાલી સમાજવાડીથી ૨૦૦ની, પટેલ સમાજવાડી […]
દીક્ષાર્થી અજેશભાઇ પ્રબોધ મુનવર તા. ૨૯-૧૧ નાં ભુજ મધ્યે જૈનધર્મ દીક્ષા અંગીકાર કરી સંયમમાર્ગ અપનાવશે. એમબીએ માસ્ટર ડીગ્રી અભ્યાસ કરેલા ૩૧ વર્ષિય આ યુવાનનાં જીવનમાં એક જૈન ધર્મનાં પુસ્તક પરિવર્તનનો ભાગ ભજવ્યો. છેલ્લા બે-ત્રણ વર્ષથી જૈન ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કરી જૈનધર્મનો જ્ઞાન મેળવ્યો. અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મ.સા. નાં સાનિધ્યમાં તેમનાં આશિર્વાદ પ્રાપ્ત કર્યા. […]
ઉત્તરપ્રદેશનાં પ્રતાપગઢ જીલ્લાનાં સાંગીપુર તાલુકાનાં મુરેની ગામનો ૪૫ વર્ષિય કેદારમુરેની વર્મા ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પત્નીનું અવસાન થતાં આઘાતથી તેણે માનસિક સમતુલા ગુમાવી હતી, અને ભારતનાં જુદા-જુદા રાજ્યોમાં તે રખડતો-ભટકતો રહ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનીયર પેરાલીગલ વોલીટીયર પ્રબોધ મુનવરને માત્ર ૧ મહિનાં પહેલાં તે નલીયાથી મળ્યો હતો. નલીયાનો […]










