Category Archives: પ્રવૃત્તિઓ

૮૮ વર્ષિય વૃદ્ધાને પણ ઘર શોધી અપાયું

ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ વિસ્તારમાં એક અજાણ્યા વૃદ્ધા સમી સાંજે દેખાતાં જાગૃત નાગરિકોએ માનવજ્યોત સંસ્થા ભુજને જાણ કરતાં વૃદ્ધાને સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેઓનું ઘર શોધવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. યાદશક્તિ ઓછી હોવાથી વૃદ્ધા સરખા મુંઝાયા હતા. ૮૮ વર્ષિય વૃદ્ધાએ આધોઇ-દુધઇ-રાપર ત્રણ ગામોનાં નામ આપતાં સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ પોલીસનો […]

ભુજમાં વરસાદ વચ્ચે ૪૦૦ જરૂરતમંદોને ભોજન પહોંચાડાયું.

ભુજમાં વરસાદ વચ્ચે ૪૦૦ જરૂરતમંદોને ભોજન પહોંચાડાયું. ભુજમાં વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભુંગા-ઝુંપડાઓમાં રહેતા ૪૦૦ જરૂરતમંદો સુધી ફુલ ભોજન પહોંચાડાયું હતું. અને વરસાદમાં જરૂરતમંદો ભરપેટ જમ્યા હતા. શીવજીભાઇ હાલાઇ મેઘપર દ્વારા ૩૦૦ તથા અપનાઘર માધાપર સ્થળેથી ૧૦૦જેટલા લોકો માટે તૈયાર રસોઇ માનવજ્યોતને આપવામાં આવતાં આ ભોજન જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા […]

ઉત્તર પ્રદેશનો ગુમ યુવાન ૪ વર્ષે મળ્યો પરિવારજનો સાથે થયું મિલન

ઉત્તરપ્રદેશનાં મુથરા જીલ્લાનાં પંચાવર ગામનો ૫૩ વર્ષિય ટોનુખાન ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ભારતનાં અનેક રાજ્યોમાંથી રખડતો-ભટકતો તે રેલ્વે મારફતે કચ્છ પહોંચ્યો હતો. શરૂઆતમાં કોડાયપુલ ચાર રસ્તા ઉપર આશ્રય લીધો હતો. અહીં તેને ખાવા-પીવાનું મળી રહેતું. ત્યાર બાદ તે ભુજ પહોંચ્યો હતો. તેનો ડાબો હાથ અડધો છે. ભુજ હિલગાર્ડનથી રઘુવંશીનગર ચોકડી પાસે […]

હોમીયોપેથીક આયુર્વેદિક કેમ્પનો ૮૦ દર્દીઓએ લાભ લીધલ

કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી પવનકુમાર મકરાણીનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશીનગર મહિલા મંડળનાં સહકારથી હોમીયોપેથીક તથા આયુર્વેદિક નિઃશુલ્ક નિદાન કેમ્પ મહાકાલેશ્વર મંદિર રઘુવંશીનગર ચોક મધ્યે યોજાયો હતો. દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ. જેનો ૮૦દર્દીઓએ લાભ લીધો હતો. દરેકનાં દર્દનું નિદાન કરી દવાઓ ફી […]

સ્વ. જુવાનસિંહ જાડેજાની પુણ્યતિથિએ સેવા કાર્યો કરાયા

અબડાસાનાં અગ્રણી આગેવાન સ્વ. જુવાનસિંહજી હમીરજી જાડેજાને દશમી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અપાઇ હતી. અને એમની પુણ્યસ્મૃતિમાં વિવિધ સેવા કાર્યો કરાયા હતા. માનસિક દિવ્યાંગોને ભોજન, વૃદ્ધોને ઘરે બેઠાં ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓને ભોજન, ગાય માતાઓને ઘાસચારો, શ્વાનોને રોટલા, પક્ષીઓને ચણ જેવા માનવસેવા,જીવદયાનાં કાર્યો કરાયા હતા. તેમજ ગરીબોને વસ્ત્રો વિતરણ કરાયા હતા. વ્યવસ્થા પ્રબોધ […]

કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદિક શાખા અને માનવજ્યોત દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર, જી.કે.જનરલ હોસ્પીટલ હોમિયોપેથીક વિભાગ, કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદિક શાખા, સરકારી હોમિયોપેથીક દવાખાનું, માનવજ્યોત તથા ભીડ પંચાયતી પ્રાથમિક શાળાના ઉપક્રમે યોગ શિબિરનું આયોજન ભીડ ચોક શાળા નં. ૩ મધ્યે કરવામાં આવેલ. ડો. પ્રતિક્ષાબેન પવાર, ડો. પ્રિયંકાબેન ચૌધરીએ બાળકોને યોગ અંગેની સમજ પૂરી પાડી યોગા કરાવેલ. દરરોજ યોગા કરવાથી શરીર રોગ મુક્ત રહે […]

માનવજ્યોત દ્વારા હેલ્થ સેમિનાર યોજાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા, મહિલાઓની વિશાળ ઉપસ્થિતિમાં હેલ્થ સેમિનાર એકમ-ભવન ભુજ મધ્યે યોજાઇ હતી. જેમાં વિસનગરથી પધારેલા સચિન પટેલ અને નિશા હડોલાએ દરેક પ્રકારનાં રોગો સામે આયુર્વેદિક ઉપચારની સુંદર માહિતી પૂરી પાડી હતી. આજના યુગમાં આયુર્વેદિક દવા-ગોળીઓનો ઉપયોગ ઝડપભેર વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું. મોટા રોગો સામે પણ આયુર્વેદિક દવાઓ રામબાણ ઇલાજ સાબિત થઇ છે. […]

ગુમ સબીર ભુજમાંથી મળ્યો સમાચાર મળતાં જ પિતા પશ્ચિમ બંગાળથી ભુજ પહોંચ્યા

પશ્ચિમ બંગાળનાં બર્ધમાન જીલ્લાનાં કુલ્લી ગામનો યુવાન સબીર અબ્દુલ મનાંન ઉ.વ. ૨૮ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. જયાં માહિતી મળે ત્યાં પહોંચી જઇ પરિવારે તેને શોધવા રાત-દિવસ એક કર્યા હતા. પણ તેનો અતો-પતો નમળતાં પરિવાર ખૂબ જ દુ:ખી થયો હતો. તા. ૨૧-૭-૨૦૨૨ નાં માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવર તથા રફીકબાવાને તે ભુજનાં […]

વનખાતું, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા માનવજ્યોતના સંયુક્ત ઉપક્રમે ૫૦ લીમડાનાં વૃક્ષો વાવી પર્યાવરણ દિવસ ઉજવાયો

વનખાતું, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ તથા માનવજયોતનાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે કરવામાં આવી હતી. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને ચિહ્ન જયુડીસીયલ મેજીસ્ટ્રેટ શ્રી આર.બી.સોલંકી સાહેબ, વનખાતાનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી વિજયસિંહ ઝાલા તથા માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનાં વરદ્હસ્તે લીંબડાનાં ૫૦ વૃક્ષોનું વાવેતરકરવામાં આવેલ. પ્રારંભે […]

૫ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતાં ઘર સુધી પહોંચતા કરાયા

કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા ૫ માનસિક દિવ્યાંગોને સારવાર અપાવી તેમનું ઘર શોધી આપી ઘર સુધી પહોંચતા કરાયા હતા. પૂનાનો પ્રેમચંદ, મુંબઇનો ઉમેશ, વલસાડનો મીર્તન પાવાગઢનો વિક્રમ, માળિયા પાસેનાં જશાપરનો નાથાલાલ આમ પાંચ યુવાનોને માનવજ્યોતની ટીમે તેમનાં ઘર સુધી પહોંચી જઇ પરિવારની ગુમ વ્યક્તિનો કબ્જો સોંપતાં પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. આ […]