માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી લોદરીયા જયેન્દ્રભાઈ દામજીભાઈ પરિવાર ભુજ દ્વારા સુખપર (ભુજ) નાં ભટ્ટવાસ વિસ્તારનાં ભટ્ટ મારાજ ૧૧૫ પરિવારોને ઠંડી સામે રક્ષણ આપવા ગરમધાબડા તેમજ અડધો કિલો ખજુરનાં પેકેટો અર્પણ કરાયા હતા. વ્યવસ્થા દાતા પરિવારનાં અશોકભાઈ લોદરીયા, પ્રબોધ મુનવર, આનંદ રાયસોની તથા ભટ્ટવાસનાં પ્રવિણભાઈ તથા નાનજીભાઇએ સંભાળી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે ૪૦ માનસિક દિવ્યાંગો સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ૧૩ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતા ટૂંક સમયમાં તેઓ પોતનાં ઘર તરફ પ્રયાણ કરશે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધ વડીલોને દરરોજ ટીફીન દ્વારા તેઓને ઘેર બેઠા ભોજન પહોંચતું કરવામાં આવે છે. આ સેવા કાર્ય માટે દાતાશ્રી લાલજીભાઈ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા થઈ રહેલી માનવસેવાની પ્રવૃત્તિ નજરે નિહાળી ખોજા શીયા ઈસ્ના અશરી જમાતના ડોનરો-કેરાએ માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે તેલ, ચોખા, લોટ, ચણાદાર, તુવેરદાર જેવું એક મહિનાનું રાશન અર્પણ કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું હતું. એક મહિનાનું કાચું રાશન સંસ્થાને અર્પણ કરાયું હતું. માનવજ્યોત સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા સહદેવસિંહ જાડેજા, રફીક બાવાએ આભારની […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા દાતા શ્રી દિપકભાઈ ગોવિંદ કેરાઈ, નનીતાબેન ગોવિંદ કેરાઈ, દેવ્યાન મનસુખ હીરાણી, ભાવના અને દિયાન હીરાણી-મીરઝાપર તથા નિશિ અને જય હીરાણી-માધાપરનાં સહયોગથી પાંચ વિધવા બહેનોને પગભર કરવાનાં ઉદ્દેશ સાથે સિવણ મશીન તથા રૂપિયા બે હજારની રાશનકીટ અર્પણ કરવામાં આવી હતી. મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. દાતાશ્રી પરિવારનાં નનીતાબેન […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી સંસ્થાનાં શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગોની વચ્ચે કરવામાં આવી હતી. પ્રેમજી દેવશી ભૂડિયા માધાપર તથા રાધાબેન લક્ષ્મણ કેરાઈ મીરઝાપર દ્વારા ટેમ્પો ભરી લીલોચારો ગાય માતાઓને નીરણ નાખી, શ્રી રામભરોસે પક્ષીઓને ચણ નાખી મકરસક્રાંતિ પર્વની ઉજવણીનો જીવદયા કાર્યો સાથે પ્રારંભ કરાયો હતો. વિનોદભાઈ દેવજી પિંડોરિયા-માધાપરનાં સહયોગથી વૃદ્ધ વડીલોને […]
મકરસક્રાંતિ પર્વે બપોરે ઉધિયું વધી પડયા હોવાનાં માનવજ્યોત સંસ્થાને ૨૪ ફોન આવ્યા હતા. સંસ્થાએ વાહનો દ્વારા આ ઉધિયું એકઠું કર્યું હતું. અને ભુજની ચારે દિશામાં ઝુંપડા-ભુંગાઓમાં રહેતા ગરીબ લોકોને વિતરણ કરતાં અનેક ગરીબ પરિવારોએ ઉધિયાનો સ્વાદ માણ્યો હતો. અને મકરસક્રાંતિ પર્વ મનાવ્યો હતો. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, નરેશ તાજપરીયા, સલીમ લોટા, ઇરફાન લાખાએ […]
લેવા પટેલ હોસ્પીટલ સામે આવેલ ઝુંપડામાંથી એક અજાણ્યા વ્યક્તિની ચાર-છ દિવસ પહેલા મૃત્યુ પામેલા પુરૂષની લાશ જોવા મળતા મકરસંક્રાંતિની ઢળતી સંધ્યાએ કોઈક જાગૃત નાગરિકોએ પોલીસ તથા માનવજ્યોત સંસ્થાને જાણ કરી હતી. ડી.વાય.એસ.પી. શ્રી જે.એન. પંચાલ, બી. ડિવિઝન પી.આઈ. એસ.બી. વસવા ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. બંધ ઝુંપડામાંથી આ લાશ મળી હતી. દુર્ગધ […]
બિહારનાં પટણા વિસ્તારના ૧૯ વર્ષિય યુવાન સોનુને કોઈક ઠેકેદાર સારી નોકરી અપાવવાના બહાને બિહારથી ટ્રેન મારફતે લઈ આવતા હતા. વડોદરા પાસે આ યુવાન ટ્રેનમાંથી પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી જોઈ ઠેકેદારે તેનો સાથ છોડી દીધો હતો. માથામાં ગંભીર ઈજાઓ અને લોહીથી આ યુવાન ખૂબ જ સંકટમાં આવી ગયેલ. તેને લોહી લુહાણ હાલતમાં જોઈ […]
સૂરજપર-કચ્છનાં શ્રી નવીનભાઈ દેવજી મેપાણીએ પોતાનાં જન્મદિવસે, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડયું હતું. આશ્રમસ્થળે કેક કાપી જન્મદિન કેક માનસિક દિવ્યાંગોને ખવડાવી હતી. માનસિક દિવ્યાંગો વચ્ચે રહી જન્મદિન ઉજવી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું હતું. આ પ્રસંગે વાલાબાઈ હરજી વેકરીયા તથા હરજી પ્રેમજી વેકરીયા સૂરજપરવાલાએ માનવજ્યોત સંસ્થા ભુજ […]
ર૬મી જાન્યુઆરી ગણતંત્ર દિન જયારે નજીક આવી રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છના સહકારથી “મિલેસૂર હમારા વુમન્સ કરાઓકે સિંગિગ સ્ટાર ભુજ,, દ્વારા સરકારી ગાઈડલાઈન અનુસાર સરકારી પરમીશન મેળવીને “દેશભક્તિ રાષ્ટ્ર ભક્તિ,, કાર્યક્રમ એકમ-ભવન ભુજ મધ્યે યોજાયો હતો. પ્રારંભે પૂજાબેન અયાચી, સુધાબેન બુદ્ધભટ્ટી, પ્રબોધ મુનવર, અરવિંદસિંહ ઝાલા, અંજુબેન શાહ, જયાબેન મુનવર, કલ્પનાબેન […]










