ડી.આર.યુ.સી.સી.નાં સભ્ય તરીકે નિયુક્ત કરાયા

ડિવિઝન કોમર્શિયલ મેનેજર, ડી.આર.એમ. ઓફિસ, વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ દ્વારા રેલ્વે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસો. ભુજનાં મંત્રી તથા માનવજ્યોતનાં પ્રમુખ શ્રી પ્રબોધ એચ. મુનવરની ડિવિઝનલ રેલ યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી (ડી.આર.યુ.સી.સી ) ના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ અગાઉ શ્રી મુનવર સતત બાર વર્ષ સુધી ભુજ રેલ્વે સ્ટેશન સલાહકાર સમિતિમાં રહી ચૂકયા છે. અને […]

માનવજ્યોત દ્વારા કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

ઉનાળાનાં પ્રારંભે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને અન્ય ગામડાઓમાં પક્ષીઓનાં પાણી પીવાનાં કુંડા અને માટીનાં રૂપકડા ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ શહેર પ્રમુખ સ્વામીનગર સામે આવેલ ઓધવપાર્ક-૩ મધ્યે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ મિલેસૂર હમારા વુમન્સ કરાઓકે મહિલા સંસ્થાનાં દરેક બહેનોને કુંડા તથા ચકલીઘરોનું વિતરણ કરવામાં આવેલ. આ […]

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરાઇ દિવ્યાંગ મહિલા તથા ૧૧ મહિલા આગેવાનોને સત્કારાયા

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજનાં ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ એકમ-મવન ભુજ મધ્યે યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષપદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને ચિફ જયુડીસીયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલ સાહેબે જયારે અતિથિવિશેષપદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના જીલ્લા પેનલ એડવોકેટ અને મીડીયેટર શ્રી પ્રવિર ધોળકિયા, આદર્શ […]

મહાશિવરાત્રી પર્વ ૫ હજાર લોકોની રસોઇ વધી પડી. ભૂખ્યાને ભોજન પહોંચાડાયું

મહાશિવરાત્રી પર્વે ભુજ તથા ભુજ વિસ્તારનાં અનેક ગામડાઓમાં મહાદેવજીનાં મંદિરે મહાપ્રસાદ કાર્યક્રમો યોજાયા હતા. વધી પડેલી રસોઇ ભુજની માનવજ્યોત સંસ્થાએ એકઠી કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતાં પાંચ હજારથી વધુ ગરીબો ભરપેટ જમ્યા હતા અને મહાશિવરાત્રી પર્વ મનાવ્યો હતો. રતનાલ, ત્રાયા, માનકુવા, યુ.કે. લાયન્સનગર, હીરાણી નગર, હાટકેશ કોમ્પલેક્ષ, ગૌસ્વામી સમાજવાડી તથા ભુજનાં વિવિધ મંદિરોથી મહાપ્રસાદ ગરીબોનાં ઝુંપડે […]

માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

સામાજિક મહિલા અગ્રણી શ્રીમતિ નર્મદાબેન ગામોટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા જમાડવામાં આવેલ. નર્મદાબેને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર માન્યો હતો.

અ.નિ. શ્રી ઝવેરીભાઇનાં આત્મશ્રેયાર્થે બાળશ્રમયોગીઓને અલ્પાહાર કરાવાયો

અ.નિ. ઝવેરીભાઇ મુળજીભાઇ રાયકુંડલ (ઠક્કર) નાં આત્મશ્રેયાર્થે ઠા. નર્મદાબેન મુળજી જીવણદાસ રાયકુંલ પરિવાર હસ્તે ભાવેશભાઇ ઠક્કર, કેતનભાઇ ઠક્કર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત બાળશ્રમયોગી શાળાનાં બાળશ્રમયોગીઓને નોટબુક,બોલપેન તેમજ પાણીપૂરીનું અલ્પાહાર આપવામાં આવેલ. આ પ્રસંગે નગરસેવીકા રસીલાબેન પંડયા, શર્મિલાબેન પટેલ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા શાળા શિક્ષીકા બિંદીયાબેન પંડયા ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. ઝવેરીભાઇને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. […]

ભુકંપમાં મૃત્યુ પામનારાઓનાં આત્મશ્રેયાર્થે માનવજ્યોત દ્વારા શાંતિપાઠ યોજાયો

૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ ભુકંપમાં મૃત્યુ પામનારાઓનાં આત્મશ્રેયાર્થે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શાંતિપાઠનું આયોજન કરવામાં આવેલ. સદ્દગતોની આત્માની શાંતિ માટે સૂરજપરનાં શ્રી દીપકભાઇ મારાજે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ગીતાગ્રંથનાં ૧૫મા અધ્યાયનું શ્રવણ કરાવેલ. ઉપસ્થિત સંસ્થાના સર્વે કાર્યકર-ભાઇ-બહેનોએ બેમિનિટ મૌન પાળી સદ્દગતોને અંજલિ અર્પણ કરેલ. શ્રી પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, […]

ભુજોડી સરપંચે જન્મદિન માનસિક દિવ્યાંગો વચ્ચે ઉજવ્યો

ભુજોડી સરપંચ લક્ષ્મીબેન ગાભુભાઇ વણકરે પોતાનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન સ્વહસ્તે જમાડી જન્મદિન ઉજવી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સંસ્થાનાં પ્રબોધ મુનવરે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

કચ્છમાં વધી રહેલા કોરોના કેસો સામે લોકોને જાગૃત બનવા અપીલ કરાઇ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનું વાહન શહેરમાં ફરી વળ્યું

કચ્છમાં વધતા જતા કોરોના કેસોની સામે જાગૃત બનાવાની અપીલ સાથે કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ કચ્છ જીલ્લા પંચાયત ભુજ આયુર્વેદ શાખા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી ભુજનાં શિવરામંડપ, ભીડગેટ, જયુબિલી ગ્રાઉન્ડ તથા અન્ય વિસ્તારોમાં અનેક ઔષધીથી ભરપૂર તૈયાર ગરમઉકાળો વિતરણ કરવામાં આવેલ. જેનો ૩ હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. કોરોના […]

કોરોના સામે લોકોને જાગૃત કરાયા ગરમ ઉકાળો વિતરણ કરાયો

કચ્છ જીલ્લા પંચાયત, આયુર્વેદ શાખા દ્વારા કોરોના-ઓમિક્રોન સામે રોગ પ્રતિસાદ શક્તિ વધારવા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં અનેક ઔષધિથી ભરપૂર તૈયાર ઉકાળો પીવડાવવામાં આવી રહેલ છે. સંસ્કારનગર એસ.ટી.વર્કશોપ સામે ઇન્નરવ્હીલ કલબ ઓફ ફલેમિંગો ભુજનાં સહકારથી સંસ્કારનગર વિસ્તારમાં લોકોને ગરમ તૈયાર ઉકાળો પીવડાવવામાં આવેલ. આ પ્રસંગે ડો. અશોકભાઇ ત્રિવેદી તથા કલબનાં પ્રમુખ રચનાબેન સોની […]