શ્રી કચ્છી લાલ રામેશ્વર અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત અને શ્રી રામરોટી કેન્દ્ર-ભુજને અન્નદાન અર્પણ કરાયું

શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા- નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા ભૂખ્યાને ભોજન આપવા માટે દોઢલાખ રૂપિયાનું અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી […]

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મહિલાઓને સાડી વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરુરતમંદ મહિલાઓને સાડીનું વિતરણ કરાયું હતું. માનવજ્યોત સંસ્થાનાં કાર્યકરોએ જુદા-જુદા વિસ્તારોમાં જઇ જરુરતમંદ મહિલાઓને સાડીઓ અર્પણ કરી હતી. ગરીબ અને જરુરતમંદ મહિલાઓ પણ દિપાવલી પર્વની ઉજવણીમાં જોડાઇ શકે. દિપાવલી પર્વ મનાવી શકે તેવા હેતુ સાથે સંસ્થા દ્વારા બે હજાર મહિલાઓને સાડીઓ વિતરણ થઇ રહેલ […]

ભુજ રેલ્વે સ્ટેશને નવી બે વ્હીલચેરો મુકાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિવ્યાંગ અને વૃદ્ધ-વડીલો માટે ભુજ રેલ્વે સ્ટેશને બે નવી વ્હીલચેરો મુકવામાં આવી છે. રેલ્વેમાં મુસાફરી કરતા અને રેલ્વેમાં આવતા-જતા દિવ્યાંગો, વૃદ્ધ વડીલોને વ્હીલચેરનો ઉપયોગ કરવા એક યાદીમાં જણાવાયું છે.

મધ્યે રાત્રિએ ભુજનાં બસપોર્ટ સામેથીયુવાન મહિલા મળી આવી“સી” ટીમ અને માનવજ્યોતની કામગીરી બિરદાવાઇ

મધ્યરાત્રિએ ભુજનાં બસ પોર્ટ બહાર રીક્ષા સ્ટેન્ડ પાછળ યુવાન એકલી સૂતેલી મહિલાને જોઇ હુશેનશા સૈયદે માનવજ્યોતનાં રફીક બાવાને જાણ કરતાં સંસ્થાનાં વાહન મારફતે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો. મુળ પાવાગઢના અને મજુરી કામ માટે કચ્છ આવેલા લોડાઇનાં ઉમેદપુર વિસ્તારની રાયધણપર પરિવાર સાથે વાડી ઉપર કામ કરતી મહિલા […]

ઉત્તરપ્રદેશનો યુવાન 3 વર્ષ પછી દિપાવલી પર્વ પોતાનાં પરિવાર સાથે મનાવશે.

ઉત્તરપ્રદેશનાં ગોરખપુર વિસ્તારનાં પીપરાજ ગામનો યુવાન ધર્મેન્દ્ર ઉ.વ. 27 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધખોળ ચલાવી હતી. પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. ત્રણ વર્ષ પછી આખરે તે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી ભુજની માનસિક આરોગ્યની […]

બિહારનાં મુસ્લિમ પરિવારનાં યુવાનનુંબે વર્ષ પછી પરિવાર સાથે થયું મિલન

બિહારનાં પૂર્વીચમ્પારણ વિસ્તારનાં રકસોલ ગામનો મુસ્લિમ યુવાન અબ્દુલ ઉ.વ. 23 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પરિવાર ચિંતાતુર બન્યો હતો. રખડતો-ભટકતો તે ગુજરાતનાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ આશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર સાથે સરભરા કરી. માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમને મુલાકાતે ગયેલા ત્યારે […]

દશેરા પર્વે 101 ગરીબ પરિવારોનેમીઠાઇનાં પેકેટો અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા લંડન સ્થિત એક દાતાશ્રીનાં સહયોગથી ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા 101 ગરીબ પરિવારોને અડધા-અડધા કિલોના મીઠાઇનાં પેકેટો અર્પણ કરવામાં આવતાં આવા પરિવારો પણ દશેરા પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને અનેરી ખુશી વ્યક્ત કરી હતી. પ્રબોધ મુનવર, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કર, દિપેશ ભાટીયા, રફીક બાવાએ વ્યવસ્થા સંભાળી હતી.

આઠમનો મહાપ્રસાદગરીબોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચ્યો

નવલી નવરાત્રીનાં દુર્ગાષ્ટમી નિમિત્તે ઠેર-ઠેર મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક ગામો અને તેની સમાજવાડીઓમાં મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયા હતા. ભુજની માનવજ્યોત સંસ્થાને ભોજન- પ્રસાદ વધ્યાનાં 27 ફોન આવ્યા હતા. સંસ્થાનું વાહન સમાજવાડીઓ સુધી પહોંચી જઇ ગરમ રસોઇ ભરી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે વિતરણ કરતાં 2700 થી વધુ ગરીબોએ ભરપેટ ભોજન કરી અંતરનાં આશિર્વાદ પાઠવ્યા […]

ત્રણ સંસ્થાનાંઓનાં સહિયારા પ્રયત્નોથી પતિ-પત્ની વચ્ચે થયું સમાધાન પાંચ વર્ષનાં બાળકને છ મહિને ફરી માતા મળી

માનવજ્યોત, માનસિક આરોગ્યની હોસ્પીટલ તથા સખી વન સ્ટોપ ભુજ ત્રણે સંસ્થાઓનાં પ્રયત્નોથી છ મહિનાથી પતિ-પત્નીનાં ઝઘડાના કારણે ઘર છોડનાર પત્નીનું પતિ-પુત્ર સાથે સમાધાન સાથે ફેરમિલન કરાવાયું હતું. ઉત્તરપ્રદેશનાં આગ્રામંડલ વિસ્તારનાં કેશપુરા ગામની યુવાન મહિલા ઉ.વ. 22 ઘર કંકાસને કારણે ઘર છોડયું હતું. અને રખડતી-ભટકતી રહી હતી. સખી વન સ્ટોપને મળતા તેઓ તેને આશ્રય આપી ભુજની […]

દશેરા દિવસે પિતા-પુત્રનું બે વર્ષ પછી થયું મિલન

ઉત્તરપ્રદેશનાં મહારાજગંજ વિસ્તારનાં શિવતરી ગામનો યુવાન ગણેશ સહાની ઉ.વ. 23 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરત શહેરનાં આશીર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. કામરેજનાં ધોરણ પારડીમાં આવેલ આ આશ્રમનાં સંચાલકોએ તેની સારી સરભરા સાથે ખૂબ જ સારી સેવાઓ કરી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત […]