હરિભાઇ ડાંગરને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ માનસિક દિવ્યાંગોને ૧૦ દિવસ સુધી ભોજનીયા જમાડાશે

યુવા ઉદ્યોગપતિ અને જાણીતા સમાજસેવક હરિભાઇ રાણાભાઇ ડાંગરનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અર્પણ કરવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટીએ તેઓની સેવાઓને બિરદાવી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. શ્રી હરિભાઇ ડાંગરનાં આત્મશ્રેયાર્થે તેમનાં પરિવારજનો દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ […]

સૂરત આશ્રમનાં 43 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો ભુજથી પોતાનાં રાજ્ય, શહેર, ગામ સુધી પહોંચશે. પરિવાર સાથે તેમનું વર્ષો પછી થશે ફેર મિલન

સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટનાં 43 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવેલ છે. અહીંથી દરેકનું ઘર-પરિવાર શોધી તેમનાં ઘર સુધી માનવજ્યોત સંસ્થા પહોંચાડશે. માત્ર આઠ દિવસમાં 18 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોનાં ઘર –પરિવાર શોધી કઢાયા છે. દેશનાં વિવિધ રાજ્યોમાંથી દરરોજ એક-બે પરિવારો તેમનાં ગુમ સંતાનોને તેડવા […]

માનવજ્યોત દ્વારા ધાબડા વિતરણ શરુ કરાયું

શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુંગા-ઝુંપડાઓમાં રહેતા જરુરતમંદોને દાતાશ્રી ગોરીબેન મોહનલાલ મહેતા પરિવાર-વર્ધમાનનગર તથા રમાબેન શિરિષભાઇ મહેતા-અમેરીકાનાં સહયોગથી શરુ કરાયું છે. સંસ્થાની ટીમ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા લોકો સુધી પહોંચી જઇ ધાબડા વિતરણકરવામાં આવી રહેલ છે. છેલ્લા ચાર દિવસથી સવાર-સાંજ-ઠંડીમાં વધારો થતાં આ ઠંડીમાં જરુરતમંદ લોકોને ઓઢવા ગરમ […]

બેંગ્લોરનાં વૃદ્ધ વડીલને તેનો પરિવાર શોધી અપાયો

કર્ણાટકનાં બેંગ્લોરનાં વૃદ્ધ પુટસ્વામી ઉ.વ. 67 ગુમ થતાં પરિવારજનોએ તેમની સતત શોધ ચલાવી હતી. આ વૃદ્ધ રખડત-ભટકત આખરે રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યા હતા. ભુજ ખાવડા માર્ગેથી વાલજીભાઇ કોલીને એકદમ ગંભીર હાલતમાં મળી આવતાં તેઓએ પોતાના બાઇકથી વૃદ્ધ વડીલને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે પહોંચાડ્યા હતા. તે એકદમ બિમાર હોતા તેને ઓધવરામ […]

આંધ્રપ્રદેશનો યુવાન 3 વર્ષે ઘરે પહોંચ્યો

આંધ્રપ્રદેશનાં શિકાકોલમ વિસ્તારનો યુવાન યનુ ઉ.વ. 22 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. તેનાં પરિવારજનો તેને સતત શોધતા રહ્યા હતા. આખરે તે રખડતો-ભટકતો ભુજ પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને તે ભુજ-માધાપર માર્ગેથી મળી આવ્યો હતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે લઇ આવી તેની ભુજની માનસિક […]

માનવજ્યોતને અન્નદાન અપાયું

આગાખાન પ્રિસ્કૂલ, કેરા દ્વારા દાનોત્સવ’નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકો, વાલીઓ અને કર્મચારીઓ તેમજ આગાખાન પ્રિસ્કૂલની લોકલ મેનેજમેન્ટ કમિટી દ્વારા અનાજ, કઠોળ, ખાંડ, તેલ, નોટબુક અને અન્ય સ્ટેશનરી વિગેરે ઘરેથી લાવી પ્રિસ્કૂલમાં એકઠું કર્યું હતું. સપ્તાહના અંતે આગાખાન પ્રિસ્કૂલ, કેરાની લોકલ મેનેજમેન્ટકમિટીના ચેરમેન શ્રી મોહસીનભાઈ મોરાણી અને ઓન. સેક્રેટરી શ્રી સીમાબેન મોરાણી, […]

માનવજ્યોતનાં નોતરે 21 પ્રજ્ઞાચક્ષુઓ આશ્રમે જમવા પધાર્યા

માનવજ્યોતનાં નોતરે 21 પ્રજ્ઞાચક્ષુઓ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે જમવા પધાર્યા હતા. આશ્રમનાં પ્રવેશ દ્વારથી તેઓનું ઢોલ-શરણાઇનાં નાદોથી વાજતે-ગાજતે સામૈયું કરવામાં આવેલ. આશ્રમનાં હોલ મધ્યે માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે સૌને મીઠડો આવકાર આપ્યો હતો. અને જણાવ્યું હતું કે, પ્રજ્ઞાચક્ષુઓને ભગવાને આંખો નથી દીધી પણ મગજથી તેઓ સર્વશ્રેષ્ઠ કાર્યો કરે છે. અને બીજાને પણ માર્ગદર્શન આપી મદદરુપ […]

બિહારની ગુમ મહિલાનું 3 વર્ષે પરિવાર સાથે થયું મિલનતેને તેડવા પરિવરનાં છ સભ્યો ભુજ પહોંચ્યા

બિહારનાં નવાદા કોચર્ગાંવનાં વારિસલીગંજની યુવાન મહિલા ઉ.વ. 41 ગુમ થતાં પરિવારો બેચેન બન્યા હતા. અને તેની સતત શોધખોળ ચલાવી હતી. 3 દીકરા અને 1 દીકરી ધરાવતી માતાએ ઘર છોડતાં પતિદેવ ઉપર મોટી જવાબદારી આવી પડી હતી. બાળકો પણ માતાની સતત રાહ જોઇ બેઠા હતા. ગુમ મહિલા રખડતી-ભટકતી આખરે ગુજરાતનાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સેવા ટ્રસ્ટ […]

10 વિધવા મહિલાઓની દિવાળી સુધરી માનવજ્યોત સંસ્થા દ્વારા 10 વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાયા

દિપાવલી પર્વ જયારે નજીક આવી રહ્યો છે. ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી ઇશ્ર્વરલાલભાઇ મગનલાલ ઠક્કર પરિવારનાં સહયોગથી 10 વિધવા મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં વિધવા મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ 618 વિધવા મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ. આ પ્રસંગે […]

વિદેશ સ્થિત દાતાશ્રીએ વિવિધ સંસ્થાઓનાસ્ટાફને રોકડ-મીઠાઇ-ફરસાણ અર્પણ કર્યા

યુ.એસ.એ. સ્થિત ભુજપુર-કચ્છનાં દાતાશ્રી રમેશભાઈ મગનલાલ દેઢીયા પરિવાર દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાનાં સ્ટાફ-કર્મચારીઓને રોકડ-મીઠાઈ-ફરસાણ અર્પણ કરવામાં આવતાં આવા પરિવારોએ પણ દિપાવલી પર્વે ખુશી મનાવી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સ્ટાફ સર્વેને આ દાતશ્રી દ્વારા રૂા. ૧૦૦૦ રોકડા કવર, અડધો કિલો મીકસ મીઠાઇ તથા અડધો કિલો ફરસાણ અર્પણ કરાયું હતું. વ્યવસ્થા વિનોદભાઈ […]