પહેલગામના બૈસરનમાં આંતકવાદી હુમલામાં માર્યા ગયેલાઓને માનવજ્યોત દ્વારા અંજલિ અપાઇ

જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં આંતકવાદી હુમલામાં માર્યા ગયેલા 28 પર્યટકોને ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પર્યટકો ઉપર થયેલા હુમલાને વખોડવામાં આવેલ. ભોગ બનેલા પર્યટકોનાં આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે અંજલિ અપાઇ હતી.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્ર્વરી, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, નિતિન ઠક્કર, દીપેશ શાહ, મનસુખભાઇ નાગડા, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષી, રફીક બાવાએ અંજલિ આપી હતી.