ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ભુજનાં એસ.ટી. બસ સ્ટેશને જીલ્લા એસ.ટી.તંત્ર અને માનવજ્યોત સંસ્થાનાં આયોજનથી રાજ્યનાં એસ.ટી. બસોમાં આવ-જાવ કરતાં ૬૦૦ પ્રવાસીઓએ બરફ,જીરા,નમકવારી ઠંડી છાસનો લાભ લીધો હતો.
હીટવેની આગાહી વચ્ચે ધમ બપોરે ભારે તડકા વચ્ચે ઠંડી છાસ વિતરણ થતાં પ્રવાસીઓનો જઠારાગ્નિ ઠર્યો હતો. પ્રવાસી જનતાએ નિઃશુલ્ક છાસ વિતરણ કાર્યને બિરદાવ્યું હતું.
વ્યવસ્થા ભુજ એસ.ટી. બસ ડેપો મેનેજર પ્રવિણસિંહ કૂબાવત, એસ.ટી. બસ ડ્રાઇવર, કંડકટરો તથા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રાજુ જોગી, અમૃતભાઇ ડાભીએ સંભાળી હતી.