મકરસક્રાંતિ દિને ઉધિયું વધી પડ્યાનાં માનવજ્યોત સંસ્થા ભુજને 14 ફોન આવ્યા હતા.સંસ્થાએ વાહન દ્વારા 350 કિલો ઉધિયું એકઠું કરી જરુરતમંદોના ઝુંપડે જઇ વિતરણ કરતાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા ગરીબોએ ઉધિયાનો સ્વાદ માણી મકરસક્રાંતિ પર્વની ઉજવણીમાં જોડાયા હતા.
વિતરણ વ્યવસ્થઆ પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા,રફીક બાવા, ઇરફાન લાખા, હિતેશ ગોસ્વામીએ સંભાળી હતી.