Category Archives: પ્રવૃત્તિઓ

પુત્ર ગુમ થયો ત્યારથી ચેનથી સૂતી નથી આજે પુત્ર હેમ-ખેમ મળતાં અનહદ ખુશી છે. માતાની આંખોમાંથી દળ-દળ આંસુ વહ્યાં

ઓરિસ્સાનાં રાઉરકેલા વિસ્તારનો યુવાન રાજકુમાર પાત્રે ઉ.વ. 25 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ કયાં પણ અતો-પતો નમળતાં પરિવાર નિરાશ થયો હતો અને ચિંતામાં મુકાયો હતો. આખરે તે રખડતો-ભટકતો 7 મહિનાં પછી ટ્રેન મારફતે ભુજ પહોંચ્યો હતો. અને પગે ચાલતાં ભુજ-ખાવડા માર્ગેથી વાલજીભાઇ કોલીને મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી […]

સર્વોદય મહિલા મંડળ દ્વારા માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોની વિવિધ પ્રકારે સેવાઓ કરાઇ

ભુજ-માધાપર સર્વોદય મહિલા મંડળનાં 40 બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ભજન-કિર્તન-સત્સંગની રમઝટ જમાવી હતી. મંડળનાં બહેનો રાસ-ગરબા-દુહા-છંદ સાથે નાચી ઝુમી ઉઠયા હતા. મંડળના પ્રમુખ ઉષાબેન મચ્છર તથા સર્વે સભ્યોએ ભારે રમઝટ જમાવી હતી. કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતિ ગોદાવરીબેન ઠક્કર સહિતના બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. માનસિક દિવ્યાંગ […]

પરિવાર દ્વારા મૃત જાહેર થયેલ વડિલ ભુજમાંથી મળ્યા પિતા-પુત્રનું 7 વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયાપુત્ર વિમાન માર્ગે ભુજ પહોંચ્યો

આસામનાં રાનીગંજ વિસ્તારનાં લુંટાપારા ગામનાં 63 વર્ષિય વડીલ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. અનેક રાજ્યોમાંથી રખડતા-ભટકતા છેલ્લે તે સૂરતનાં આશિર્વાદ માનવ મંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યા હતા. ત્યાંનાં સંચાલકો શ્રી જયરામભાઇ ભગત અને સમગ્ર ટીમે તેમની ખૂબ જ સારી સરભરા સાથે સારી સારવાર કરી હતી. માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન […]

પિતા-પુત્રનું પાંચ વર્ષે થયું મિલન

મધ્યપ્રદેશનાં બડવાની જીલ્લાનો યુવાન સુરેશ ઉ.વ. 40 ગુમ થતાં પરિવારજનોએ તેની ખૂબ ચિંતા સેવી તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાંથી થઇ આખરે તે સૂરતનાં આશિર્વાદ માનવ મંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટને મળી આવતાં સંસ્થાનાં સંચાલક શ્રી જેરામભાઇ ભગત તથા તેમની સમગ્ર ટીમે તેની ખૂબ જ સારી સારવાર કરી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સૂરત […]

પિતા-પુત્રનું 10 વર્ષે થયું મિલન પરિવારજનો પોતાનાં વાહન દ્વારા ભુજ પહોંચ્યા

બિહારનાં શીખપુરા જીલ્લાનાં એકરાય ગામનો યુવાન મનોહર માંઝી ઉ.વ. ૪૪ ગુમ થતાં પરિવારજનો એ તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાં રખડતો-ભટક્તો રહી તેણે અનેક વિધ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આખરે તે આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સૂરત મધ્યે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલક જેરામભાઇ ભગત તથા સર્વે સેવાભાવીઓની ટીમે તેની ખૂબ સારી સારવાર સાથે સરભરા […]

વધી પડેલું 350 કિલો ઉધિયું ગરીબોનાં ઝુંપડે પહોંચ્યું

મકરસક્રાંતિ દિને ઉધિયું વધી પડ્યાનાં માનવજ્યોત સંસ્થા ભુજને 14 ફોન આવ્યા હતા.સંસ્થાએ વાહન દ્વારા 350 કિલો ઉધિયું એકઠું કરી જરુરતમંદોના ઝુંપડે જઇ વિતરણ કરતાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા ગરીબોએ ઉધિયાનો સ્વાદ માણી મકરસક્રાંતિ પર્વની ઉજવણીમાં જોડાયા હતા. વિતરણ વ્યવસ્થઆ પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા,રફીક બાવા, ઇરફાન લાખા, હિતેશ ગોસ્વામીએ સંભાળી હતી.

માનવજ્યોત દ્વારા માનવસેવા-જીવદયા કાર્યો સાથે મકરસક્રાંતિ પર્વ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનવસેવા અને જીવદયાનાં કાર્યો સાથે મકરસક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પક્ષીઓને ચણ, ગાયોને ઘાસચારો, શ્ર્વાનોને રોટલા, જેવા જીવદયાનાં કાર્યો કરાયા હતા. કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, શ્રી રામદેવપીર મંદિર હિલગાર્ડન રોડ, લક્ષ્મી મહિલા મંડળ-મીરઝાપર દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને રામબાઇ જાદવા વરસાણી-લંડન,પરબતભાઇ નારાણભાઇ માધાપરીયા યુ.કે. દ્વારા […]

કાતિલ ઠંડી વચ્ચે દિવસે અને રાત્રે જરુરતમંદોને ગરમ ધાબડા ઓઢાળાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કાતિલ ઠંડી વચ્ચે દિવસે અને રાત્રે ખુલ્લામાં બેઠેલા અને સૂતેલા જરુરતમંદ લોકોને ગરમ ધાબડા ઓઢાળાયા હતા. અક્ષરનિવાસી રાધાબાઇ રામજી લાધાણી, અક્ષરનિવાસી રામજી ઝીણાભાઇ લાધાણી હસ્તે લાધાણી પરિવાર-ઓસ્ટ્રેલીયા-કેરા દ્વારા તથા સંજયભાઇ જાટીયા, મયુરભાઇ જાટીયા મમુઆરા દ્વારા ધાબડા માનવજ્યોત સંસ્થાને મળેલ જે જરુરતમંદો સુધી પહોંચાડવામાં આવેલ. વ્યવસ્થા પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, […]

માનવજ્યોત દ્વારા જરુરતમંદ મહિલાઓનેત્રણ-ત્રણ સાડીઓ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં જરુરતમંદ મહિલાઓને ત્રણ- ત્રણ સાડીઓ અર્પણ કરાતાં મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા પ્રબોધ મુનવર, સલીમ લોટા, વિક્રમ રાઠી અને ધર્મેન્દ્રભાઇએ સંભાળી હતી.

કાતીલ ઠંડી વચ્ચે ઠંડીમાં ઠુંઠવાતા ૯ માનસિક દિવ્યાંગભાઇ-બહેનોને માર્ગોમાંથી ઉઠાવાયા

છેલ્લા અઠવાડીયાથી ઠંડીનું સખત મોજુ ફરી વળ્યું છે. માર્ગોમાં પડ્યા પાથર્યા અને એકલા અટુલા રોડ ઉપર ફરી રહેલા તથા અચાનક ભુજ આવી ચડેલા ૯ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજની માનવજ્યોત સંસ્થાએ ઠંડી સામે રક્ષણ આપી આશ્રય સ્થાન આપ્યું છે. દદામાપર-જખૌ માર્ગે મળી આવેલા અજાણી માનસિક દિવ્યાંગ મહિલાને એસ.ઓ.જી., એ.એસ.આઇ. જોરાવરસિંહ જાડેજાએ ભુજની માનવજ્યોત સંસ્થા સુધી પહોંચાડી […]