Category Archives: પ્રવૃત્તિઓ

રામ નવમી નિમિત્તે ૧૫૧ ગરીબ પરિવારોને મીઠાઇ પકટો વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામનવમીનાં પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાશ્રીનાં સહયોગથી ૧૫૧ શ્રમજીવીક પરિવારોને અડધો કિલો મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવતાં ગરીબ પરિવારોએ રામનવમી ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર વ્યવસ્થા ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, પ્રતાપ ઠક્કર, હિતેશ ગોસ્વામી, આરતી […]

વડીલજને પોતાનો જન્મદિવસ માનસિક દિવ્યાંગોની સેવા સાથે ઉજવ્યો

મુળ રાપર હાલે ભુજનાં શ્રી રસીકલાલ ચુનીલાલ મોરબીયાએ પોતાનાં ૭૧ મા જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વ હસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડી પોતાનો જન્મદિવસ ઉજવી પ્રેરણારુપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ માનવજ્યોત સંસ્થાને અનુદાન અર્પણ કર્યું હતું.

રેલ્વે મારફતે પોતાનાં બે માસુમ બાળકો સાથે ભુજ પહોંચેલી યુવાન મહિલાએ પોતાનાં બંને બાળકોને ઢોર માર માર્યો

ભુજનાં રેલ્વે સ્ટેશને ટ્રેન મારફતે એક યુવાન મહિલા પોતાનાં ૩  અને ૪  વર્ષનાં બાળક-બાળકી સાથે ભુજ રેલ્વે સ્ટેશને ઉતરી હતી. અને રેલ્વે સ્ટેશન બહારે નીકળતાંજ હંગામો મચાવ્યો હતો. લોકોના ટોળા એકઠા થઇ ગયેલ. પોતાનાં ૩ વર્ષનાં બાળક અને ૪ વર્ષની બાળકીને ઢોર માર માર્યો હતો. બે પગ પકડી તેમને ગોળ ફરાવી ભીંતમાં ભટકાવેલ. આ દ્રશ્ય […]

20મી માર્ચ… વિશ્ર્વ ચકલી દિવસ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વચકલી દિવસ નિમિત્તે શહેરનાં વિવિધ વિસ્તારોમાં કુંડા-ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. છેલ્લા 21 વર્ષથી માનવજ્યોત દ્વારા ચકલી બચાવો અભિયાન ચાલુ છે. લોકોમાં જાગૃતિ આવી છે. લોકો જીવદયાનાં આ કાર્યમાં સામેથી જોડાયા છે. ચકલી-કુંડા અભિયાનને સફળતા મળી છે. લુપ્ત થતી ચકલીઓ હવે જુથમાં દેખાઇ રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં […]

મુસ્લીમ યુવાનને રમઝાન માસ ફળ્યો વેસ્ટ બંગાળનાં યુવાનનું ૧૭ વર્ષે પરિવારજનો સાથે થયું મિલન

વેસ્ટ બંગાળનાં પોંચા બિહાર જીલ્લાનો યુવાન મુસ્તાકઅલી ઉ.વ. ૨૩  ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી ખૂબ જ ચિંતા સેવી હતી. વર્ષો સુધી તે વિવિધ રાજ્યોનાં  શહેરો, ગામડાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો.  પરિવારજનોએ તે મળશે તેવી આશાઓ પણ છોડી દીધી હતી. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલક […]

કોટી વૃક્ષ અભિયાનના પ્રણેતા શ્રી એલ.ડી. શાહને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

કોટી વૃક્ષ અભિયાનના પ્રણેતા શ્રી એલ.ડી. શાહ બિદડાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ આપવામાં આવેલ. વૃક્ષારોપણ ક્ષેત્રે તેઓશ્રીએ કરેલા અદભુત કાર્યને બિરદાવવામાં આવેલ. શેરીએ શેરીએ પડાવો સાદ વૃક્ષો હોય ત્યાં હોય વરસાદ… વૃક્ષો વાવો વરસાદ લાવો સાથે સમગ્ર કચ્છમાં વૃક્ષારોપણ કરી ટ્રીગાર્ડ લગાડી વૃક્ષોને રક્ષણ આપનાર તેમજ કચ્છને લીલુછમ બનાવનાર શ્રી એલ.ડી.શાહના અવસાનથી […]

કર્ણાટકથી ગુમ થયેલ યુવાન મળી આવતાંતેને તેડવા માતા ભુજ આવી પહોંચી

કર્ણાટક રાજ્યનાં બેંગ્લોર વિસ્તારનો યુવાન પ્રશાંત ઉ.વ. 30 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો ખૂબ જ ચિંતિત બન્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલક શ્રી જયરામભાઇ ભગત અને સર્વે ટ્રસ્ટીગણ તથા કાર્યકરોએ તેની ખૂબ જ સારી સારવાર સાથે સરભરા કરી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન […]

મહાશિવરાત્રીની ભવ્યાતિભવ્ય રથયાત્રામાં માનસિક દિવ્યાંગોનાં રથે ભારે આકર્ષણ જમાવ્યું

મહાશિવરાત્રીની ભવ્યાતિભવ્ય રથયાત્રામાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં 30 માનસિક દિવ્યાંગો પણ જોડાયા હતા. શણગારેલા ટેમ્પોમાં હાથમાં ધ્વજા લઇ એક સરખા ડ્રેસમાં સજ્જ માનસિક દિવ્યાંગોનાં રથે ભારે આકર્ષણ જમાવ્યું હતું. ઠેર-ઠેર લોકોએ માનસિક દિવ્યાંગો સામે હાથ ઉંચા કરી અભિવાદન કર્યું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી […]

રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોની માનવજ્યોત દ્વારા થતી અનોખી સેવા

જૈનોનાં વર્ધમાનનગર પાસેથી મળેલ માનસિક દિવ્યાંગને સમજાવીને સ્કુટર ઉપર બેસાડી માનવજ્યોત કાર્યાલયે લઇ આવવામાં આવેલ. રસ્તે રઝળતા અને ભૂખ્યા આ માનસિક દિવ્યાંગને સૌ પ્રથમ ચા,નાસ્તો કરાવવામાં આવેલ. ત્યાર પછી તેનાં બાલ-દાઢી કરાવવામાં આવેલ. તેના મેલા-ગંદા કપડા કાઢી તેને સ્નાન કરાવવામાં આવેલ અને ત્યારબાદ તેને નવા વસ્ત્રોમાં સજ્જ કરવામાં આવેલ. તે દોઢ વર્ષ પહેલાં રાજસ્થાનથી નીકળેલ. […]

રાજસ્થાનનાં પરિવારજની મુશ્કેલીનો 3 વર્ષે અંત આવ્યો માતા-પુત્ર નું થયું મિલન

રાજસ્થાનનાં પાલી વિસ્તારનો યુવાન અરવિંદ ઉ.વ. 40 ગુમ થતાં પરિવારજનોએ સતત ત્રણ વર્ષ સુધી તેની શોધખોળ ચલાવી હતી. તેનાં કોઇ ખબર નમળતાં પરિવારજનો મુશ્કેલી વેઠી રહ્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં જીવન જ્યોત આશ્રમે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલક અને ટ્રસ્ટનાં સેવાભાવીઓએ તેની ખૂબ જ સરભરા કરી સારી સારવારકરાવી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ […]