માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વચકલી દિવસ નિમિત્તે શહેરનાં વિવિધ વિસ્તારોમાં કુંડા-ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. છેલ્લા 21 વર્ષથી માનવજ્યોત દ્વારા ચકલી બચાવો અભિયાન ચાલુ છે. લોકોમાં જાગૃતિ આવી છે. લોકો જીવદયાનાં આ કાર્યમાં સામેથી જોડાયા છે. ચકલી-કુંડા અભિયાનને સફળતા મળી છે. લુપ્ત થતી ચકલીઓ હવે જુથમાં દેખાઇ રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં […]
Category Archives: પ્રવૃત્તિઓ
વેસ્ટ બંગાળનાં પોંચા બિહાર જીલ્લાનો યુવાન મુસ્તાકઅલી ઉ.વ. ૨૩ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી ખૂબ જ ચિંતા સેવી હતી. વર્ષો સુધી તે વિવિધ રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો. પરિવારજનોએ તે મળશે તેવી આશાઓ પણ છોડી દીધી હતી. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલક […]
કોટી વૃક્ષ અભિયાનના પ્રણેતા શ્રી એલ.ડી. શાહ બિદડાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ આપવામાં આવેલ. વૃક્ષારોપણ ક્ષેત્રે તેઓશ્રીએ કરેલા અદભુત કાર્યને બિરદાવવામાં આવેલ. શેરીએ શેરીએ પડાવો સાદ વૃક્ષો હોય ત્યાં હોય વરસાદ… વૃક્ષો વાવો વરસાદ લાવો સાથે સમગ્ર કચ્છમાં વૃક્ષારોપણ કરી ટ્રીગાર્ડ લગાડી વૃક્ષોને રક્ષણ આપનાર તેમજ કચ્છને લીલુછમ બનાવનાર શ્રી એલ.ડી.શાહના અવસાનથી […]
કર્ણાટક રાજ્યનાં બેંગ્લોર વિસ્તારનો યુવાન પ્રશાંત ઉ.વ. 30 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો ખૂબ જ ચિંતિત બન્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલક શ્રી જયરામભાઇ ભગત અને સર્વે ટ્રસ્ટીગણ તથા કાર્યકરોએ તેની ખૂબ જ સારી સારવાર સાથે સરભરા કરી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન […]
મહાશિવરાત્રીની ભવ્યાતિભવ્ય રથયાત્રામાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં 30 માનસિક દિવ્યાંગો પણ જોડાયા હતા. શણગારેલા ટેમ્પોમાં હાથમાં ધ્વજા લઇ એક સરખા ડ્રેસમાં સજ્જ માનસિક દિવ્યાંગોનાં રથે ભારે આકર્ષણ જમાવ્યું હતું. ઠેર-ઠેર લોકોએ માનસિક દિવ્યાંગો સામે હાથ ઉંચા કરી અભિવાદન કર્યું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી […]
જૈનોનાં વર્ધમાનનગર પાસેથી મળેલ માનસિક દિવ્યાંગને સમજાવીને સ્કુટર ઉપર બેસાડી માનવજ્યોત કાર્યાલયે લઇ આવવામાં આવેલ. રસ્તે રઝળતા અને ભૂખ્યા આ માનસિક દિવ્યાંગને સૌ પ્રથમ ચા,નાસ્તો કરાવવામાં આવેલ. ત્યાર પછી તેનાં બાલ-દાઢી કરાવવામાં આવેલ. તેના મેલા-ગંદા કપડા કાઢી તેને સ્નાન કરાવવામાં આવેલ અને ત્યારબાદ તેને નવા વસ્ત્રોમાં સજ્જ કરવામાં આવેલ. તે દોઢ વર્ષ પહેલાં રાજસ્થાનથી નીકળેલ. […]
રાજસ્થાનનાં પાલી વિસ્તારનો યુવાન અરવિંદ ઉ.વ. 40 ગુમ થતાં પરિવારજનોએ સતત ત્રણ વર્ષ સુધી તેની શોધખોળ ચલાવી હતી. તેનાં કોઇ ખબર નમળતાં પરિવારજનો મુશ્કેલી વેઠી રહ્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં જીવન જ્યોત આશ્રમે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલક અને ટ્રસ્ટનાં સેવાભાવીઓએ તેની ખૂબ જ સરભરા કરી સારી સારવારકરાવી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ છેલ્લા 20 વર્ષથી ચાલુ છે. સંસ્થાનાં વાહનો જુના થઇ ગયા હોઇ દાતાશ્રી પાસે રજુઆત કરતાં અક્ષરનિવાસી વાલજીભાઇ વિશ્રામ હીરાણીનાં આત્મશ્રેયાર્થે ધર્મપત્ની વેલબાઇ વાલજી હીરાણી સુખપર (મદનપુર) પરિવાર દ્વારા સંસ્થાને નવું ઇકો વાહન અર્પણ કરાયું હતું. વાહન અર્પણવિધિ કાર્યક્રમ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ […]
માનવજ્યોત દ્વારા લગ્નપ્રસંગે, શુભ પ્રસંગે, ધાર્મિક પ્રસંગે કે પ્રસંગોપાત વધી પડેલી રસોઈ જુદી-જુદી સમાજવાડીઓ, પાર્ટી પ્લોટ સ્થળેથી એકઠી કરી ગરીબોનાં ઝુંપડાઓ સુધી પહોંચાડવામાં આવે છે. દરરોજ બપોરે લગ્નવાડીઓમાંથી રસોઈ વધી પડયાનાં ફોન આવતા રહે છે. સંસ્થાનું વાહન વાસણો લઇ સમાજવાડી, પાર્ટી પ્લોટ સુધી પહોંચી જાય છે. ગરમા ગરમ વધી પડેલી રસોઈ લઈ આવે છે. આ […]
ટાટા એ.આઇ.એ. લાઇફ ઇન્શ્યોરન્સ ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેનાં એક ભાગરુપે જરુરતમંદ લોકો સુધી કપડા પહોંચાડવા કપડા એકઠા કરી ભુજની સેવાભાવી માનવજ્યોત સંસ્થાને અર્પણ કરાયા હતા. એક પ્રેરણારુપ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ. ટાટા એ.આઇ.એ. લાઇફ ઇન્શ્યોરન્સ ભુજ બ્રાંચ મેનેજર કલ્પેશ પ્રજાપતિ, ટ્રેનીંગ મેનેજર અરુણકુમાર, આસિસ્ટન મેનેજર તબુબેન રાજપુત તથા ગૌરાંગ પટેલ […]










