માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા જે બાળકોનાં પગમાં પગરખા નથી તેવા ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા પરિવારોનાં બાળકોને બળ- બળતા તાપમાં નવા પગરખા અપાયા હતા. અને સખત ગરમી અને ગરમ તાપ સામે રક્ષણ અપાયું હતું. જુદા-જુદા વિસ્તારોમાં જઇ શોધી-શોધી પગરખા વિહોણા બાળકોને નવા પગરખા પહેરાવાયા હતા. વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, રફીક […]
Category Archives: પ્રવૃત્તિઓ
ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓને પીવાનું પાણી મળે, તેમજ ચકલીઓને રહેવા ઘર મળે તેવા ઉદ્શ સાથે માટીનાં કુંડાઓને ચકલીઘરોનું વિતરણ કરાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મંદિરો, જાહેર સ્થળો એ આવા કુંડા અને ચકલીઘરો લટકાવવામાં આવ્યા છે. ભુજ વિસ્તારમાં ૪૦ મંદિરોમાં જઇ પ્રાંગણમાં કુંડા-ચકલીઘરો લટકાવાયા છે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા, ભુજ વિસ્તારમાં ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા ગરીબોનાં ઝુંપડે જઇ ૨૦૦ પરિવારોને ઠંડાપાણીનાં માટલા વિતરણ કરવામાં આવ્યા હતા. ભુજ શહેરનાં કેમ્પ વિસ્તારનાં સાંઇબાબા મંદિર નજીક સોશીયલ ડીસ્ટન્સનું પાલન કરી જરૂરતમંદ પરિવારોને માટીનાં માટલા વિતરણ કરાયા હતા. સાથે સાથે દરેકને માસ્ક આપી માસ્ક ફરજિયાત પહેરવા સમજ અપાઇ હતી. […]
પૂરા દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) ની વૈશ્વિક મહામારીની સામે પોતાના સ્વાસ્થ્ય અને પરિવારની ચિંતા કર્યા વિના રાષ્ટ્રહિત માટે સેવા, યોગદાન, સમય આપી, સામાન્ય જનમાનસનાં હિત માટે રાષ્ટ્ર સેવામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર.પી. સિંહ બધેલ દ્વારા માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને સન્માનપત્ર અર્પણ કરાયો હતો. તેમની કોરોના યોદ્ધા […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા છેલ્લા ૩ મહિનાથી ભુજની જુદી-જુદી હોસ્પીટલોમાં દર્દીઓની સારવાર અર્થે આવેલા તેમનાં સગા-સબંધીઓ-સ્નેહીઓને તેમની જરૂરિયાત મુજબ દરરોજ બપોરે-સાંજ બે ટાઇમ હોસ્પીટલોમાં જ્યાં દર્દીની સારવાર ચાલી રહી હોય તે હોસ્પીટલ સુધી ટીફીન દ્વારા ભોજન પહોંચાડાય છે. અત્યાર સુધી ૩૨૦૦ જેટલા દર્દીઓનાં સગા-સબંધીઓને નિઃશુલ્ક ભોજન ટીફીનો-ફુડપેકેટો દ્વારા પહોંચતા કરાયા […]
એક શ્રીમંત દાતાશ્રીએ રાજ્યનાં મંત્રી શ્રી વાસણભાઇ આહિરને એક લાખ રૂપિયાનો ચેક આપી કહ્યું કે, આ કોરોના મહામારીમાં આપને યોગ્ય લાગે ત્યાં આ એક લાખનું દાન આપનાં હસ્તે કરજા. ગાંધીધામનાં શ્રી ડોલત ચાંદનાની (ભોલાભાઇ), જીવ સેવા સમિતિ ગાંધીધામ દ્વારા કોરોના મહામારીમાં જરૂરતમંદ લોકો સુધી પહોંચી જઇ ભૂખ્યાને ભોજન કરાવનાર તથા માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન […]
કચ્છમાં કોરોનાં સંકટમાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા, વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ લોકડાઉન વચ્ચે જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી. ભૂખ્યાને ભોજન સેવા યજ્ઞમાં અત્યાર સુધીમાં ૧,૨૧,૪૯૧ લોકોને ભોજન કરાવાયું. લોકપ્રિય ગાયિકા શ્રી ગીતાબેન રબારીને માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં થયેલી પ્રવૃત્તિઓની બુકલેટ અર્પણ કરતાં, તેઓશ્રીએ ખુશી વ્યક્ત કરી, […]
ગુજરાતનાં અમદાવાદમાં કોરોના પોઝીટીવના દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે ભુજનાં જૈન પરિવારનો યુવાન દીકરો અમદાવાદની એસ.વી.પી. હોસ્પીટલમાં રાત-દિવસ ખડેપગે પોતાની સેવાઓ આપી રહેલ છે. ભુજનાં ભાવેશ્વરનગરમાં આવેલ ૨ મુક્ત નિલય, કેશવધામ એપાર્ટમેન્ટની સામે રહેતા ડો. નૈનેશ રમેશભાઇ શાહ લાંબા સમયથી અમદાવાદમાં પોતાની ફરજ બજાવી રહેલ છે. ડો. નૈનેશ થર્ડયર એમ.ડી. મેડીશિયનમાં રેસિડેન્ટ ડોકટર તરીકે […]
દિપાબેન આનંદભાઇ શાહે પોતાનાં જન્મદિને ભુજની માનવજ્યોત સંસ્થાને રૂ. ૫૧ હજારનો ચેક અર્પણ કરી સંસ્થાની માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્ત પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ અવસરે ઇન્હરવ્હીલ કલબ ભુજ ફલેમિંગોનાં સભ્યો સાથે રહ્યા હતા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓથી ખુશી અનુભવી હતી. સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ આભાર […]
કોટી વૃક્ષ અભિયાન બિદડા તથા માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રયત્નોથી લોકડાઉન દરમ્યાન પાન-બીડી- સિગારેટ-ગુટકા-માવાનાં બાંધાણી એવા ૭૧ લોકોને રોજિંદા વ્યસનમાંથી મુક્ત કરાવાયા હતા. એમને આઠ દિવસ સુધી ઝુંડુ કંપનીની આયુર્વેદીક ખદીરાદી ગુટીકા ચુસવા આપ્યા બાદ તેઓ વ્યસનમાંથી મુક્ત થયા હતા. યુવાનો સાથે બંધાણીઓને પણ માનવજ્યોત સંસ્થાએ સમજપૂરી પાડી વ્યસન મુક્ત કરાવ્યા હતા. શ્રી એલ.ડી. શાહ, પ્રબોધ […]










