Category Archives: પ્રવૃત્તિઓ

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા કોરોના યોદ્ધાઓને સન્માનિત કરાયા

પૂરા દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) ની વૈશ્વિક મહામારીની સામે પોતાના સ્વાસ્થ્ય અને પરિવારની ચિંતા કર્યા વિના રાષ્ટ્રહિત માટે સેવા, યોગદાન, સમય આપી, સામાન્ય જનમાનસનાં હિત માટે રાષ્ટ્ર સેવામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર.પી. સિંહ બધેલ દ્વારા માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને સન્માનપત્ર અર્પણ કરાયો હતો. તેમની કોરોના યોદ્ધા […]

ભુજની વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓનાં સગાઓને ભોજન પહોંચાડાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા છેલ્લા ૩ મહિનાથી ભુજની જુદી-જુદી હોસ્પીટલોમાં દર્દીઓની સારવાર અર્થે આવેલા તેમનાં સગા-સબંધીઓ-સ્નેહીઓને તેમની જરૂરિયાત મુજબ દરરોજ બપોરે-સાંજ બે ટાઇમ હોસ્પીટલોમાં જ્યાં દર્દીની સારવાર ચાલી રહી હોય તે હોસ્પીટલ સુધી ટીફીન દ્વારા ભોજન પહોંચાડાય છે. અત્યાર સુધી ૩૨૦૦ જેટલા દર્દીઓનાં સગા-સબંધીઓને નિઃશુલ્ક ભોજન ટીફીનો-ફુડપેકેટો દ્વારા પહોંચતા કરાયા […]

માનવજ્યોતને ૧ લાખનું અનુદાન અપાયું

એક શ્રીમંત દાતાશ્રીએ રાજ્યનાં મંત્રી શ્રી વાસણભાઇ આહિરને એક લાખ રૂપિયાનો ચેક આપી કહ્યું કે, આ કોરોના મહામારીમાં આપને યોગ્ય લાગે ત્યાં આ એક લાખનું દાન આપનાં હસ્તે કરજા. ગાંધીધામનાં શ્રી ડોલત ચાંદનાની (ભોલાભાઇ), જીવ સેવા સમિતિ ગાંધીધામ દ્વારા કોરોના મહામારીમાં જરૂરતમંદ લોકો સુધી પહોંચી જઇ ભૂખ્યાને ભોજન કરાવનાર તથા માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન […]

માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવતા શ્રી ગીતાબેન રબારી

કચ્છમાં કોરોનાં સંકટમાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા, વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ લોકડાઉન વચ્ચે જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી. ભૂખ્યાને ભોજન સેવા યજ્ઞમાં અત્યાર સુધીમાં ૧,૨૧,૪૯૧ લોકોને ભોજન કરાવાયું. લોકપ્રિય ગાયિકા શ્રી ગીતાબેન રબારીને માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં થયેલી પ્રવૃત્તિઓની બુકલેટ અર્પણ કરતાં, તેઓશ્રીએ ખુશી વ્યક્ત કરી, […]

અમદાવાદમાં ભુજનો યુવાન ડોકટર બન્યો કોરોના વોરિયર્સ

ગુજરાતનાં અમદાવાદમાં કોરોના પોઝીટીવના દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે ભુજનાં જૈન પરિવારનો યુવાન દીકરો અમદાવાદની એસ.વી.પી. હોસ્પીટલમાં રાત-દિવસ ખડેપગે પોતાની સેવાઓ આપી રહેલ છે. ભુજનાં ભાવેશ્વરનગરમાં આવેલ ૨ મુક્ત નિલય, કેશવધામ એપાર્ટમેન્ટની સામે રહેતા ડો. નૈનેશ રમેશભાઇ શાહ લાંબા સમયથી અમદાવાદમાં પોતાની ફરજ બજાવી રહેલ છે. ડો. નૈનેશ થર્ડયર એમ.ડી. મેડીશિયનમાં રેસિડેન્ટ ડોકટર તરીકે […]

માનવજ્યોતને ૫૧ હજારનું અનુદાન આપી જન્મદિનની કરી અનોખી ઉજવણી

દિપાબેન આનંદભાઇ શાહે પોતાનાં જન્મદિને ભુજની માનવજ્યોત સંસ્થાને રૂ. ૫૧ હજારનો ચેક અર્પણ કરી સંસ્થાની માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્ત પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ અવસરે ઇન્હરવ્હીલ કલબ ભુજ ફલેમિંગોનાં સભ્યો સાથે રહ્યા હતા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓથી ખુશી અનુભવી હતી. સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ આભાર […]

પાન-બીડી-સિગરેટ-ગુટકા-માવામાંથી વ્યસન મુક્ત કરાવાયા

કોટી વૃક્ષ અભિયાન બિદડા તથા માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રયત્નોથી લોકડાઉન દરમ્યાન પાન-બીડી- સિગારેટ-ગુટકા-માવાનાં બાંધાણી એવા ૭૧ લોકોને રોજિંદા વ્યસનમાંથી મુક્ત કરાવાયા હતા. એમને આઠ દિવસ સુધી ઝુંડુ કંપનીની આયુર્વેદીક ખદીરાદી ગુટીકા ચુસવા આપ્યા બાદ તેઓ વ્યસનમાંથી મુક્ત થયા હતા. યુવાનો સાથે બંધાણીઓને પણ માનવજ્યોત સંસ્થાએ સમજપૂરી પાડી વ્યસન મુક્ત કરાવ્યા હતા. શ્રી એલ.ડી. શાહ, પ્રબોધ […]

કચ્છમાં કોરોના સંકટમાં માનવજ્યોત ભુજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ લોકડાઉન વચ્ચે જરૂરતમંદ લોકો સુધી પહોંચી અત્યાર સુધીમાં ૧,૨૧,૪૯૧ લોકોને ભોજન કરાવાયું

કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખાના જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ, ભુજની જનરલ હોસ્પીટલ બહારે લોકોને અનેક ઔષધિઓ થી ભરપૂર ગરમ ઉકાળો પીવડાવવાનાં કાર્યનો પ્રારંભ થયો. માત્ર ૧૧ દિવસમાં ભુજનાં જુદા- જુદા ૪૦ વિસ્તારોમાં જઇ ૨૦૬૭૮ લોકોને આ કોરોના મહામારી સંકટથી બચાવવા અને રોગ પ્રતિકાર શક્ત વધારવા અનેક ઔષધિઓથી ભરપૂર ગરમ તૈયાર ઉકાળો પીવડાવવામાં આવ્યો. વ્યવસ્થા […]

લોકડાઉનમાં ધાણેટી જી.આર.ડી.ની અનોખી સેવા ૫૦૦ જણાની ખીર-પૂરી બનાવી ભૂખ્યાને ભોજન કરાવ્યું

લોકડાઉનમાં ભુજ તાલુકાનાં ધાણેટી ગામના (જી.આર.ડી.) ગ્રામ રક્ષક દળનાં બહેનો દ્વારા ૫૦૦ જણાની ખીર-પૂરી-શાક તાજી-ગરમ-તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં સંસ્થાએ ભુજ વિસ્તારમાં જરૂરતમંદ લોકો સુધી આ રસોઇ પહોંચાડતા ભૂખ્યા લોકો ભરપેટ જમ્યા હતા. જી.આર.ડી. નાં બહેનોએ ગામવાસીઓના સાથ અને સહકારથી મોઢા ઉપર માસ્ક બાંધી ડીસ્ટન્સ જાળવી આ રસોઇ તૈયાર કરી હતી. વિતરણ વ્યવસ્થા […]

અટલનગર-ચપરેટી ગામનું સેવાયજ્ઞ

અટલનગર-ચપરેડી ગામવાસીઓ દરરોજ ૩૦૦ જણાની તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપે છે. લોકડાઉનમાં આ રસોઇ જરૂરતમંદ લોકો સુધી પહોંચે છે. જેથી અનેક ભૂખ્યા લોકોનાં પેટનો ખાડો પૂરાય છે. અટલનગર-ચપરેડી સર્વે ગામવાસીઓ તથા અટલનગર યુવા સર્કલ તથા સર્વે ભાઇ-બહેનો સેવાયજ્ઞમાં જાડાયા છે. આ તૈયાર રસોઇ માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદરાયસોની, રફીક બાવા, દિપેશ ભાટિયા, નીરવ મોતા […]