Category Archives: પ્રવૃત્તિઓ

૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરાશે શ્રમજીવીકોને મીઠાઇ તથા કપડા વિતરણ કરાશે.

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વ નિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવશે.  માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઈ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે પ00 શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦ બાળકોને નવા વસ્ત્રો અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઈનાં વિતરણ કરવામાં આવશે.  ભુજવાસીઓ દ્વારા […]

શ્રી રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે માનસિક દિવ્યાંગોની થઇ રહેલી વિવિધ સેવાઓ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી, ઘર શોધી આપી, ઘર સુધી પહોંચતા કરવાનું કાર્ય માનવજ્યોત દ્વારા કરવામાં આવે છે. આશ્રમસ્થળે માનસિક દિવ્યાંગોને સવારે યોગ-કસરત કરાવવામાં આવે છે. દરરોજ ટીવી માધ્યમથી ભજન-કિર્તન-સત્સંગનાં કાર્યક્રમો બતાવડવામાં આવે છે. બપોરે કેરમ તથા સાંજે ક્રિકેટ, વોલીબોલ રમાડી તેમજ ગાર્ડનમાં થોડીવાર બેસાડી તેમનું મગજ સરસ […]

વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી તૈયાર રસોઇથી સતત ૧૦ દિવસ સુધી ભાવતા ભોજનીયા જમાડાય છે

કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભુજમાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો ભોજન, ૧૦૦ એકલા અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ભોજન, તેમજ જરૂરતમંદ ગરીબોનાં ઝુંપડે જઈ ભૂખ્યાને ભોજન કરાવાઈ રહ્યું છે. દરરોજ તૈયાર રસોઈ બનાવી માનવજ્યોત સંસ્થાને આપવામાં આવે છે. સંસ્થા દ્વારા ભોજન વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, […]

પેન્શનર નિવૃત્તિ બચતમાંથી માનસિક દિવ્યાંગોની સેવા

અંજારનાં ૮૫ વર્ષીય રણછોડભાઈ હીરજી વરૂએ પોતાનાં પેન્શનર નિવૃત્તિ બચતમાંથી દર મહિને માનવજ્યોત સંસ્થાને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા તથા માનવસેવા-જીવદયા કાર્યો માટે અનુદાન આપી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માનવજ્યોતની પ્રવૃત્તિઓથી ખુશ થઈ છેલ્લા કેટલાક વર્ષોથી માનવજ્યોત સંસ્થા ભુજને આ વડીલ દ્વારા અનુદાન અપાય છે. સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઈ માહેશ્વરીએ આભાર માન્યો હતો. 

૯૩૪ પરિવારોને કપડા પહોંચાડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૯૩૪ પરિવારોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવેલ. જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદ લોકોનાં ઘર સુધી પહોંચી જઈ હાથો-હાથ કપડા અપાયા હતા. પરિવારની દરેક વ્યક્તિઓનાં માપનાં કપડા આપવામાં આવતાં ગરીબ પરિવારોએ ખુબ જ ખુશી વ્યક્ત કરી હતી.  ભુજ અને ભુજ વિસ્તારમાંથી લોકો પુષ્કળ પ્રમાણમાં કપડા માનવજ્યોત […]

શ્રવણ ટીફીન સેવા માટે માનવજ્યોતને નવું વાહન અર્પણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા–કચ્છ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી ભુજ શહેરમાં એકલા–અટુલા–નિરાધાર અને ૭૦ ની વય વટાવી ચૂકેલા ૧૦૦ વડીલ વૃદ્ધોને ઘેર બેઠાં ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. વડીલો ઘેર બેઠાં ભોજન જમી રહ્યા છે.  ભુજનાં કબીર મંદિર સ્થળેથી મહાવીર-કબીર-સાંઇ-સત્સંગ મંડળ અને જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદર મુંબઇનાં સહયોગથી શ્રવણ ટીફીન […]

અધિક માસનાં છેલ્લા દિવસે લોકોએ સ્વહસ્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવ્યું દરેક સમાજનાં લોકો જાેડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા અધિક માસનાં છેલ્લા દિવસ, પ્રથમ આસોવીદ અમાસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ પરિવારો શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચી, માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન  કરાવી, દાન-પૂન કરી અધિકમાસની પુર્ણાહુતિ કાર્યક્રમમાં જાેડાયા હતા. શાસ્ત્રોક્ત વિધિઓમાં જાેડાઇ પાવન બન્યા હતા. આશ્રમ મધ્યે માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. […]

માનવજ્યોત સંસ્થા ભુજને ૫૦ હજારનું અનુદાન અપાયું

યુનિસન ફાર્મા સ્યુટીકલ્સ પ્રા. લી. અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂપિયા ૫૦ હજારનું અનુદાન આપવામાં આવેલ. છેલ્લા પાંચ વર્ષથી માનવજ્યોત સંસ્થા ભુજને દર વર્ષે રૂા. ૫૦ હજારનું અનુદાન આપવામાં આવે છે. સંસ્થા દ્વારા ભુજ અને કચ્છમાં માનવસેવા-જીવદયા અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરીએ આભાર વ્યક્ત કર્યો હતો.

માનવજ્યોત સંસ્થાને અનુદાન અપાયું

સ્વ. પ્રમોદરાય એમ. મહેતાનાં આત્મશ્રેયાર્થે રમીલાબેન પી. મહેતા પરિવાર ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને માનસિક દિવ્યાંગોને ભોજનની કાયમી તિથિ માટે રૂા. ૧૧ હજારનું અનુદાન આપવામાં આવેલ. સેવાભાવી, હોમિયોપેથી ઉપચારક ડોકટર પ્રમોદભાઇની નિઃસ્વાર્થ સેવા બદલ એમની સ્મૃતિમાં માનવજ્યોતને ચેક અર્પણ કરવામાં આવેલ. તેમજ વસ્ત્રોનું દાન કરવામાં આવેલ. સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ આભાર માન્યો હતો.

માનવજ્યોત દ્વારા સ્ટીમવેપોરાઇઝર તથા હોમિયોપેથીક ગોળીઓનું વિતરણ કરાયું

કોરોના મહામારી સંકટ વચ્ચે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી રમેશભાઈ માધવજી ગોર ખાખર હાલે દેવલાલીનાં સહયોગથી જરૂરતમંદ લોકોને સ્ટીમવેપોરાઈઝર તથા રોગપ્રતિકાર શક્તિ વધારવા હોમિયોપેથીક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.  નાક દ્વારા ગરમ વરાળ લેવાથી કોરોના સામે રક્ષણ મળે છે. તેમજ આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી પણ નીવડી છે. ત્યારે લોકોને સ્ટીમવેપોરાઈઝર […]