ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. બળબળતા તાપમાં જરૂરતમંદ શ્રમજીવી પરિવારોને પીવા છાસ મળે તેવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા હરતું-ફરતું છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ૧ મહિનાથી શરૂ થયેલ આ છાસ કેન્દ્ર દ્વારા દરરોજ જુદા-જુદા વિસ્તારોમાં પહોંચી જઈ હરતા-ફરતા છાસ કેન્દ્ર દ્વારા જરૂરતમંદ શ્રમજીવીક પરિવારોની આંતરડી ઠારવાનું કાર્ય થઈ રહ્યું […]
Category Archives: પ્રવૃત્તિઓ
સ્વ. મહેશભાઈ પુરૂષોત્તમ સોલંકી માધાપરનાં બારમા નિમિતે તેમનાં આત્મશ્રેયાર્થે પરિવારજનોના સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવા કાર્યો કરાયા હતા. માનસિક દિવ્યાંગોને ભોજન, વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ભોજન, રંક બાળકોને ભોજન, શ્રમજીવીકોને ભોજન, ૧૦ વિધવા મહિલાઓને રાશન કીટ, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, કીડીયારો, કૂંડા, ચકલીઘર વિતરણ જેવા માનવસેવા અને જીવદયાનાં કાર્યો કરાયા હતા. પરિવારજનો દ્વારા […]
પૂર્વ સિવિલ સર્જન અને જાણીતા ડો. સૂર્યકાન્ત ભેદાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અપાઈ હતી. સંસ્થાનાં પ્રમુખ પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઈ જોષીએ તેમની સેવાઓને બિરદાવી અંજલિ અપાઇ હતી.
ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ-સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ -દાદર તથા કોટી વૃક્ષ અભિયાન-બીદડા, જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. માનવજ્યોતનાં કુંડા […]
કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી એક નિદાન કેમ્પ જેષ્ઠાનગર ભુજ મધ્યે યોજાયો હતો. પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોની, વિરાંગના સ્પેશીયલ સ્કોર્ડનાં જાંબાજ મહિલાઓએ આ નિદાન કેમ્પને ખુલ્લુ મુકાયું હતું. ડો. પ્રતિક્ષાબેન પવારે પોતાની સેવાઓ આપી હતી. ૯૨ દર્દીઓનાં દર્દનું નિદાન કરી દવાઓ નિઃશુલ્ક અપાઈ હતી. રોગ પ્રતિકાર શક્તિ વધારવા ૩૦૨ […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી ઉર્મિલાબેન વિશનજી કારિયાનાં સહયોગથી જરૂરતમંદ ૩૧ વિધવા મહિલાઓને ૧૦ કિલો ઘઉં, પ કિલો ચોખા, ૩ કિલો મગફાડા સાથેની રાશનકીટ અર્પણ કરાતાં મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. સમાજમાં પ્રજા સાથે સુરક્ષા સેતુ બનાવવાનું કાર્ય તેમજ પડકારો અને કાયાદાઓની જવબાદારીવાળી સેવા, તેમજ મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત ભુજ શહેર […]
દશનામગોસ્વામી મહિલા સત્સંગ મંડળ નખત્રાણા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી જીવદયા કાર્યક્રમ દશનામકૈલાશધામ નખત્રાણા મધ્યે યોજાયો હતો. પ્રારંભે જાગૃતિબેન મુકેશપુરી તથા ભવાનાબેન ગોસ્વામીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જાગૃતિબેન શંભુગીરી, રૂક્ષ્મણીબેન ગોસ્વામી, રમીલાબેન ગોસ્વામી, હર્ષિદાબેન ગુસાઇએ પ્રાસંગિક પ્રવચનો કરી મહિલા મંડળ અને સત્સંગ મંડળની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોનીએ […]
પશ્ચિમ બંગાળનો ૨૮ વર્ષિય યુવાન બેડન છેલ્લા ૩ વર્ષથી ગુમ હતો. પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. પરિવારજનો ખૂબ જ દુઃખી હતા. ગરીબ અને નાનો એવો પરિવાર પુત્ર બેડન ઘરે આવશે તેવી રાહ જોઈ બેઠો હતો. ચિંતા અને રાહ જોવામાં ૩ વર્ષ પૂરા થવા આવ્યા હતા. મજુરીકામકરી પોતાનું પેટિયું રેડતા પરિવારની મુશ્કેલીઓનો પાર ન […]
માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા જીવદયાનાં કાર્યરૂપે કુંડા,ચકલીઘર,કાપડની થેલીઓ તથા જીવદયા સ્ટીકર વિતરણ કાર્યક્રમશ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય નારાણપર મધ્યે યોજાયો હતો. પ્રારંભે શાળાનાં આચાર્યાશ્રી વર્ષાબેન જોષીએ આવકાર પ્રવચન આપતાં કન્યા વિદ્યાલયની વિવિધ પ્રવૃત્તિઓની તથા ઇકો કલબ કન્વીનરશ્રી જિજ્ઞાબેન જોષીએ ઇકો કલબની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. માનવજ્યોતનાં ઉપપ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ કન્યાઓને આધ્યાત્મિક […]
કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આયુર્વેદીક અને હોમિયોપેથીક નિઃશુલ્ક નિદાન કેમ્પ હંગામી આવાસ ભુજ મધ્યેયોજાયો હતો.જેનો ૧૬૮ દર્દીઓએ લાભ લીધો હતો. જીલ્લા આયુર્વેદીક અધિકારી શ્રી પવનકુમાર મકરાણીએ આ નિદાન કેમ્પને દીપપ્રાગટ્ય કરી ખુલ્લુ મુકયું હતું. આ પ્રસંગે માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોશી, આનંદ રાયસોની, કરશનભાઈ ભાનુશાલી, જેરામસુતાર, નીતીન […]









