Category Archives: પ્રવૃત્તિઓ

બે હજાર લોકોને એપલ જયુસ અપાયા

કોરોના સંક્રમણ તેજ બન્યું છે, ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા જરૂરતમંદ લોકોને જરૂરી વસ્તુઓ પહોંચતી કરી મદદરૂપ થવાય છે. દાતાશ્રીઓ દ્વારા મળેલ સામગ્રી જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહેલ છે. સ્વસ્તીક એજન્સી ભુજ હરસુખભાઇ વોરાનાં સહકારથી મળેલ બે હજાર એપલ જ્યુસ પેકેટો શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં વિતરિત કરાયા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, મુરજીભાઇ […]

કોરોના સંકટમાં લગ્ન પ્રસંગો ઉજવણીમાં આવ્યો નવો વળાંક અનેક પરિવારોએ માનવસેવા અને જીવદયા કાર્યો કર્યા

છેલ્લા સવા વર્ષથી ચાલી રહેલા કોરોના કાળમાં અનેક લગ્નો મુલત્વી રહ્યા, તો અનેક પરિવારોએ માનવસેવા, જીવદયાનાં કાર્યો કરી લગ્નની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું છે. આદિપુરનાં મહેશભાઇ ખીમજી ચત્રભોજ લાલકાએ પોતાની પુત્રી ચિ. નિરાલીનાં લગ્ન પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી તેમજ કોઠારા પાંજરાપોળમાં […]

ગુમથયેલા યુવાનને શોધી કાું. સુધી પહોંચતો કરાયો

મુન્દ્રા પોલીસને શાંતિવન અદાણી સ્કુલ પાસેથી એક માનસિક અસ્થિર જણાતો યુવાન મળી આવતાં જનસેવા સંસ્થાનાં રાજ સંઘવી મારફતે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સુધી મોકલવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાએ તેની પાસેથી મળેલી માહિતિનાં આધારે જે કાું. માં કામકરતો હતો એ કાું. નો સંપર્ક કરી એમ્પ્લોયર કોડ નંબર આપી આ યુવાન કોણ છે… કયાંનો […]

“કકર્યુવેદા, હળદર પેકેટો વિતરણ કરાયા

ગજાનંદ ફુડ પ્રા. લી. સંતેજ કલોલ ગાંધીનગર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને મળેલ “કકર્યુવેદા હળદર,, પેકેટો શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ કરાયા હતા.  સ્વાથ્યની નવી પરિભાષા અને અત્યારે કોરોના સંકટમાં ખૂબજ ઉપયોગી હળદર પાવડર રોગપ્રતિકાર કરવા માટે એક અસરકાર સંયોજન છે. રસોઇમાં સ્વાદ અને સુગંધ વધારવાની સાથે સાથે એમાં રહેલું કકર્યુમિન શરદી-ખાંસી, ડાયાબિટીસ, અપચો, એલર્જી, ત્વચા વિકાર, કેન્સર જેવી […]

કાકાશ્રી કાંતિસેનભાઇ શ્રોફને અંજલિ અપાઇ

કચ્છનાં વડીલ એવા પૂ.કાકા શ્રી કાંતિસેનભાઈ શ્રોફનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ આપવામાં આવી હતી.  માનવજ્યોત સંસ્થા ભુજને તેઓશ્રીનું માર્ગદર્શન અને અનુદાન મળતું રહ્યું હતું. બાળશ્રમયોગીઓને અક્ષરજ્ઞાન પ્રવૃત્તિમાં ઉંડો રસ લઈ અવાર-નવાર આવા બાળકોની જરૂરિયાત પૂરી કરતા, તેમજ સંસ્થાની શાળાની પણ મુલાકાત લેતા હતા.  માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષીએ […]

૩૦૦ લોકોને ફળ-ફ્રૂટ વિતરણ કરાયા

ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી આદિનાથ મહિલા મંડળ વર્ધમાનનગર-કચ્છના સહયોગથી ૩૦૦ લોકોને સકરટેટી તથા કલીંગરનું વિતરણ કરવામાં આવેલ.  વર્ધમાનનગર નોર્થનાં શ્રી આદિનાથ મહિલા મંડળનાં બહેનોએ વહેલી સવારે ઉઠી સકરટેટી તથા કલીંગરને સમારી ફળ-ફુટ તૈયાર કરી આપેલ. લોકોને કાગળની ડીસોમાં આ ફળ-ફુટ ચમચી સાથે આપવામાં આવેલ. અનેક લોકોનો જઠારાનિ ઠર્યા […]

શ્રી કચ્છી લાલ રામેશ્વર અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોતને અન્નદાન અર્પણ કરાયું

શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રામ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા કોરોનાં સંકટમાં ભૂખ્યાને ભોજન આપવા માટે બે હજાર કિલો ઘઉં, એક હજાર કિલો ચોખા, બસો દશ […]

મહેશ્વરી સમાજના ધર્મગુરૂને અંજલિ અપાઇ

મહેશ્વરી સમાજનાં મહેશ સંપ્રદાયનાં મહાનધર્મગુરૂ, સ્પષ્ટ વક્તા અને ધાર્મિક લેખક માતંગ વેરશીભાઈ રામજીને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ આપવામાં આવી હતી.  અનેક ધાર્મિક પુસ્તકોની રચના કરી, ધાર્મિક ગ્રંથોનું સર્જન કરી, સમગ્ર સમાજને જ્ઞાન પુરું પાડયું હતું. અનેકવિધ ધાર્મિક કાર્યો તેઓશ્રીનાં વરદ હસ્તે થયા હતા.  માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ […]

ઉત્તરપ્રદેશનો બાળક અચાનક ભુજ આવી પહોંચતા ચિલ્ડ્રન હોમ મધ્યે પહોંચાડાયો

ઉત્તરપ્રદેશ ગોસાઈમલ જિલ્લાનો ૧૩ વર્ષિય બાળક આર્યન સંદિપ ટ્રેન મારફતે અચાનક ભુજ રેલ્વે સ્ટેશને ઉતરતાં જ રેલ્વે સુરક્ષા દળનાં હાથમાં આવ્યો હતો. તે પ્રથમ વખત ઘર છોડી ટ્રેન મારફતે ભુજ સુધી પહોંચ્યો હતો.  માનવજ્યોત સંસ્થાને જાણકારી મળતાં જ સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા રફીકબાવાએ બાળકનો રેલ્વે સુરક્ષા દળ પાસેથી કબ્જો લઈ, બાળકનું કોરોના ટેસ્ટ કરાવી બાળકને […]

માનવજ્યોતનું હરતું ફરતું છાસ કેન્દ્ર જરૂરતમંદ લોકો સુધી પહોંચ્યું

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રમજીવીક પરિવારોને પીવા છાસ મળે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સતત બીજા મહિને છાસ વિતરણ કાર્ય ચાલુ રખાયું છે. દરરોજ ૩૦૦ લીટર છાસ વિતરણ કરવામાં આવે છે.  ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં મજુરો-શ્રમજીવીકોને નમક, જીરાવાળી ઠંડી છાસ પીવડાવવામાં આવે છે. નિઃશુલ્ક છાસ વિતરણ ૩ મહિના ચાલુ રહેશે. સંસ્થાનું હરતું ફરતું વાહન […]