માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામનવમીનાં પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાશ્રીનાં સહયોગથી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવતાં ગરીબ પરિવારોએ પણ રામનવમી ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા નારાણપનાં ગોવિંદભાઇ ભુડિયા, પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહે સંભાળી હતી.
Category Archives: પ્રવૃત્તિઓ
અન્નનો એક એક દાણો બચાવો… મોંઘવારીએ માજા મૂકી છે. રાશનનાં ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધી રહ્યા છે તેમ તેમ દરેક વસ્તુઓનાં ભાવ વધી રહ્યા છે. સેવ-મમરા, વડા-પાઉં કે ડબલ રોટીથી પણ પેટ ભરી શકાશે નહીં. દરેક વસ્તુઓનાં ભાવ વધી રહ્યા છે. મોંઘવારી કયાં જઇને અટકશે તેજ સમજાતું નથી. તેલ-ઘઉં-બાજરો-ચોખા રોજીંદા વપરાશની રાશનની વસ્તુઓનાં […]
સિદ્ધરાજસિંહ ફલુભા ઝાલાનાં પૌત્રી, ડો. જયવીરસિંહ સિદ્ધરાજસિંહ ઝાલાના પુત્રી કાવ્યશ્રીબાનાં જન્મદિનની પરિવારજનોએ અનોખી ઉજવણી કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શ્રી સિદ્ધરાજસિંહે દશ વર્ષ પહેલા ૬ હજાર વૃક્ષો પોતાના બોરનાં પાણીથી જાત મહેનતે ઉછારેલ. ભુજ સીટી વિસ્તારનાં ૯ વન પૈકી પાંચ નંબરનું વન સિદ્ધરાજસિંહે જાત મહેનતથી બનાવેલ છે. તેમજ પક્ષીઓ માટે સ્વ ખર્ચે ચબૂતરો બનાવી […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા હરતા ફરતા નિઃશુલ્ક છાશ કેન્દ્રનો ભુજનાં કબીર મંદિરેથી પ્રારંભ કરાયો હતો. દરરોજ ૩૦૦ લીટર છાશ વિતરણ કરાશે. ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં જરૂરતમંદ શ્રમજીવીકોને પીવા છાશ મળે તેવા ઉદ્દેશ સાથે માનવજયોત સંસ્થા ભુજ દ્વારા હરતું-ફરતું છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ છાશ કેન્દ્ર દ્વારા ગરીબોની આંતરડી ઠારવાનું કાર્ય કરાશે. […]
ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ-સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ-દાદર તથા કોટી વૃક્ષ અભિયાન બીદડા, જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. માનવજ્યોતનાં કુંડા […]
૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસની પૂર્વ સંધ્યાએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ મધ્યે શાળાનાં પ્રિન્સીપાલ શ્રી સુહાસબેન તન્ના ગોસ્વામીનાં માર્ગદર્શન હેઠળ વિશ્વચકલી દિવસની ઉજવણી કરાઇ હતી. શાળાનાં સુપરવાઇઝર શ્રી હિમાન્જીભાઇ બારોટે સ્વાગત પ્રવચન કરી સૌને મીઠડો આવકાર આપ્યો હતો. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, માનવીએ પોતાની રહેવાની […]
શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય નારાણપર મધ્યે વિશ્વ ચકલી દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ ચકલી દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રમુખ પ્રબોધ મુનવર, ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, નરશીભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે શાળાનાં આચાર્ય વર્ષાબેન જોષીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. અને જણાવ્યું હતું […]
ડિવિઝન કોમર્શિયલ મેનેજર, ડી.આર.એમ. ઓફિસ, વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ દ્વારા રેલ્વે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસો. ભુજનાં મંત્રી તથા માનવજ્યોતનાં પ્રમુખ શ્રી પ્રબોધ એચ. મુનવરની ડિવિઝનલ રેલ યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી (ડી.આર.યુ.સી.સી ) ના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ અગાઉ શ્રી મુનવર સતત બાર વર્ષ સુધી ભુજ રેલ્વે સ્ટેશન સલાહકાર સમિતિમાં રહી ચૂકયા છે. અને […]
ઉનાળાનાં પ્રારંભે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને અન્ય ગામડાઓમાં પક્ષીઓનાં પાણી પીવાનાં કુંડા અને માટીનાં રૂપકડા ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ શહેર પ્રમુખ સ્વામીનગર સામે આવેલ ઓધવપાર્ક-૩ મધ્યે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ મિલેસૂર હમારા વુમન્સ કરાઓકે મહિલા સંસ્થાનાં દરેક બહેનોને કુંડા તથા ચકલીઘરોનું વિતરણ કરવામાં આવેલ. આ […]
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજનાં ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ એકમ-મવન ભુજ મધ્યે યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષપદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને ચિફ જયુડીસીયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલ સાહેબે જયારે અતિથિવિશેષપદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના જીલ્લા પેનલ એડવોકેટ અને મીડીયેટર શ્રી પ્રવિર ધોળકિયા, આદર્શ […]










