શાસ્ત્રોમાં શ્રાદ્ધનું પણ અતિ મહત્વ રહેલું છે. પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ નાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા જમાડવામાં આવેલ. પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે આશ્રમ સ્થળે શ્રદ્ધાળુ ભક્તોની ઉપસ્થિતિમાં શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવેલ. નારાયણસરોવરનાં પ્રખ્યાત મારાજ તથા શેડાતા મહાદેવ મંદિરનાં પુજારી શ્રી દિપક મારાજે મંત્રોચ્ચાર સાથે શ્રાદ્ધની […]
Category Archives: પ્રવૃત્તિઓ
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવશે. કૈંક […]
માનવજ્યોત સંસ્થા ભુજને એક સગૃહસ્થ દાતાશ્રી હસ્તે નવચેતન ભગવાન મહાવીર માનવકલ્યાણ કેન્દ્ર રૂ. ૨૫૦૦૦ નું અનુદાન અપાયું હતું. ભુજ અને કચ્છભરમાં માનવજ્યોત સંસ્થા દ્વારા ૪૯ જેટલી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રસંગે વી.જી.મહેતા, હિરેન દોશી, નવિનભાઇ પુજ, ચિંતનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ભુજ તરફથી સંસ્થા દ્વારા શ્રી પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ અનુદાન સ્વીકારી […]
ઉત્તરપ્રદેશનાં અલ્લાહબાદ જીલ્લાનાં ભૈયા ગામનો યુવાન જાનચંદ્ર દયાશંકર ઉ.વ. ૨૦ છેલ્લા ૩ વર્ષથી ગુમ થયો હતો. પરિવારજનો એ તેની સતત શોધ ચલાવી હતી. આખરે તે રખડતો ભટકતો રેલ્વે મારફતે ભુજ આવી પહોંચ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે […]
ઓરિસ્સા રાજ્યનાં બોઉધ જિલ્લાનાં કુરનાપલ્લી ગામનાં ૩૩ વર્ષિય યુવાન જગત દત્તા ૧૨ વર્ષ પહેલા અચાનક ગુમ થયો હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી અને તેને શોધવા પાછળ ૪ લાખ ખર્ચો કરી નાખ્યો પણ તેની કોઇ ભાળ નમળતાં પરિવારજનો ખૂબ નિરાશ થયા હતા. પત્ની-બે બાળકો અને બે દિકરી ધરાવતા પિતાને શોધવા પરિવારજનોએ રાત-દિવસ એક કર્યા […]
પશ્ચિમ બંગાળનાં કલકત્તા વિસ્તારનો યુવાન ગણેશ લાલમોહન બાસ ફો૨ે ઉ.વ. ૨૬ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. માસી સાથે મામાનાં ઘરે જવા આ યુવાન કલકતાનાં રેલ્વે પ્લેટ ફોર્મ સુધી પહોંચ્યો હતો. માસી ટ્રેનમાં બેઠા અને ટ્રેન ઉપડી ગઇ. યુવાન બીજી ટ્રેનમાં જઇ બેઠો. અને સતત બે વર્ષ સુધી તે જુદા જુદા રાજ્યોમાં સતત […]
ભુજ અને સમગ્ર કચ્છમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ અભિયાન ચલાવતી ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ માનસિક દિવ્યાંગો, અને વૃદ્ધોની ટીફીન સેવા માટે દાતાશ્રી રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ ટપરીયા કેરા હાલે લંડન નાં સહકારથી એક મહિનાનું રાશન અર્પણ કરાયું હતું. દાતા શ્રી પરિવારે સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. માનવજ્યોતનાં પ્રબોધ […]
હરિયાણાનાં રોતક જીલ્લાનાં ગંધારા ગામનો ૫૦ વર્ષિય સુભાષ ઘરેથી ખેતરે જાઉં છું તેવું કહીને નીકળેલો. ત્યાર પછી તે ટ્રેન મારફતે જુદા-જુદા રાજ્યોમાં સતત ચાર વર્ષ સુધી રખડતો-ભટકતો રહ્યો હતો. પિરવારજનો તેને શોધવા પાછળ છ લાખ ખર્ચી નાખ્યા. ઘરે તેની પત્ની અને પુત્રો રાહ જોતા રહ્યા હતા. ભુજ રેલ્વે સ્ટેશન બહારથી માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક […]
ભાઇ-બહેનનાં પવિત્રપ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમના માનસિક દિવ્યાંગોનાં કાંઠે રક્ષાબાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો ઢોલ શરણાઇ સાથે વાજતે ગાજતે આવી પહોચી હતી. કાર્યક્રમનું અતિથિવિશેષ પદ કેરાના જયંતીભાઇ પટેલ,રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, નીતિન ઠક્કરે શોભાવ્યું હતું. કાર્યક્રમનાં માર્ગદર્શક અને સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી […]
બેંક ઓફ બરોડા ક્ષેત્રિય કાર્યાલય ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને સ્ટીલનાં થાળી-વાટકા-ગ્લાસ-ચમચીનાં ૨૫ સેટ અર્પણ કરાયા હતા. બેંક ઓફ બરોડા ક્ષેત્રિય કાર્યાલય ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન કરાવાયું હતું. આ પ્રસંગે ક્ષેત્રિય પ્રબંધક શ્રી બી.એલ. મીના, એચ.આર.એમ. ચીફ મેનેજર શ્રી જલરામ સોલંકી, ડીસ્ટ્રીકટ મેનેજર શ્રી દાસ, ભુજ મેઇન […]










