છેલ્લા 3 વર્ષથી ગુમ છત્તીસગઢના અલગ-અલગ પરિવારોનાં બે યુવાનોને તેમનાં ઘર સુધી પહોંચતા કરાયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજને ભુજ-માંડવી માર્ગો રોડ સાઇડ ઉપરથી નરેન્દ્ર નામનો એક યુવાન ઉ.વ. 35 મળી આવ્યો હતો. જે છત્તીસગઢનાં રાયપુર શહેરનો હતો. જયારે બીજો યુવાન મથુરામ ઉ.વ. 40 જીલ્લો કબડથાને સોમનાથનાં નિરાધારનો અધાર અશ્રમમાંથી લઇ આવવામાં આવેલ. શ્રી રામદેવ સેવાશ્રમ […]
Category Archives: પ્રવૃત્તિઓ
મધ્યપ્રદેશનાં અલીરાજપુર જીલ્લાની 65 વર્ષીય મહિલા ગુમ થતાં પરિવારજનોએ તેની ખૂબ જ ચિંતા સેવી હતી. ઘરથી બજાર જવા નીકળી હતી અને ગુમ થઇ ગઇ. માનસિક સમતુલા ગુમાવતાં તે ટ્રેનમાં બેસી ગઇ હતી. અનેક રાજ્યોમાં તે રખડતી-ભટકતી રહી હતી. આખરે તે ગુજરાતનાં બાયડ શહેરનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ આશ્રમે પહોંચી હતી. ત્યાંનાં સંચાલકોએ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બાયડનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજસેવા ટ્રસ્ટ સંસ્થાની ૪ મંદબુદ્ધિ મહિલાઓને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેમની સારવાર શરૂ કરવામાં આવી. ઘર શોધવાનાં ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા. આ ચારે મહિલાઓ આંધ્રપ્રદેશ, તેલંગના રાજ્યોની હોતાં ત્યાંની પોલીસ અને સંસ્થાની મદદ લેવામાં આવી. છેલ્લે હૈદ્રાબાદ શહેર પોલીસ […]
વસંત પંચમી દિને લગ્નો નિમિત્તે ઠેર-ઠેર ભોજન સમારંભો યોજાયા હતા. જેની વધી પડેલી રસોઇ લઇ જવા માટે માનવજ્યોત સંસ્થાને ફોન આવ્યા હતા. સંસ્થાએ વધી પડેલી રસોઇ એકઠી કરી ગરીબોનાં ઝુંપડે વતરણ કરતાં 3 હજાર થી વધુ ગરીબો લોકો ભરપેટ જમ્યા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, અક્ષય મોતા, દીપેશ ભાટીયા, પ્રતાપ ઠક્કર […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્લાસ્ટીકનાં ઝીણા ઝબલા તથા ઝીણી થેલીઓનો ઉપયોગ સદંતર બંધ કરવા લોકોને અપીલ કરવામાં આવેલ. પ્લાસ્ટીકની ઝીણી વસ્તુઓથી પર્યાવરણને થતાં નુકશાન તથા ગાય માતાઓને થતા નુકશાનની સમજપૂરી પાડવામાં આવેલ. વ્યવસ્થા પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજિસંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા એકલા-અટુલા-નિરાધાર તેમજ ઘર ભૂલેલા ૧૬૬૦ લોકોને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા. પરિવારજનો સાથે તેમનું પાંચ-દશ- પંદર-વીશ-પચ્ચીસ વર્ષો પછી મિલન થયું. પરિવારજનોમાં અનેક ઘણી ખુશી છવાઈ. ગુમ થયેલા માનસિક દિવ્યાંગો, વૃદ્ધ વડીલો, બાળકો, યુવતીઓ, પુરૂષો, મહિલાઓને ભુજની માનવજ્યોત સંસ્થાએ તેમને […]
મધ્યપ્રદેશનાં મોરેનાં વિસ્તારની એક અજાણી મહિલા ઉ.વ. ૫૮ મોડી રાત્રે ભુજ શહેરનાં ગાંધીનગરી માર્ગેથી માનવજ્યોતનાં રફીક બાવાને મળી આવતાં તેને રાત્રે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે આશ્રય આપવામાં આવ્યો. મહિલાની પરિસ્થિતિ અત્યંત નાજુક હોતાં સવારે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી. સંસ્થાના સામાજીક કાર્યકર રીતુબેન વર્માએ ખૂબ જ પ્રયત્નોથી મહિલાનાં પરિવારનું એડ્રેસ શોધી […]
શ્રી ભાનુશાલી મહાજન માધાપરની ટીમે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને ખાવા,પહેરવા, ઓઢવાની વસ્તુઓ અર્પણ કરી વિવિધ પ્રકારે સેવાઓ કરી હતી. પ્રમુખ વિનેશભાઇ ફુલીયા, ઉપપ્રમુખો રામજીભાઈ ભદ્રા, નીતીનભાઈ ગજરા, ખજાનચી દીનેશભાઈ ગજરા તથા સર્વે કાર્યકર ભાઇ-બહેનોએ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને વિવિધ વસ્તુઓ અર્પણ કરી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ […]
માનવજ્યોત સંસ્થા ભુજને એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને ટીફીન સેવા માટે દાતાશ્રી સ્વ. જયાબેન ઉર્ફે આશાબેન કિશોરચંદ્ર જગજીવન શાહની બીજી પુણ્યતિથિ નિમિત્તે રૂા. ૪૫ હજારનો ચેક અર્પણ કરાયો હતો. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઇ જોષીએ દાતા પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ભારત દેશનાં ૭૫ માં ગણતંત્ર દિવસ તથા કચ્છના વિનાશકારી ભુકંપની ૨૩મી વરસી નિમિત્તે નિર્મળાબેન વિશનજી ગોગરી પરિવાર-બીદડા તથા મુનીશ જયંતિલાલ વિસરીયા દેવપરનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ૪૫ માનસિક દિવ્યાગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. એકલા-અટુલા-નિરાધાર ૧૦૩ વૃદ્ધ વડીલોને સ્વ. જમનાબેન જેઠાલાલ ઓધવજી ઠક્કરનાં સહયોગથી ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન સાથેનું […]








