રાજકોટ ગેમઝોનમાં મૃત્યુ પામેલા બાળકો-યુવાનો-પરિવારોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ગેમઝોનમાં ભીષણ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કરવામાં આવેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્ર્વરી, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રવિણ ભદ્રા, રફીક બાવા, મુરજીભાઇ ઠક્કરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Category Archives: પ્રવૃત્તિઓ
ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપ વચ્ચે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા લીંબુ પાણીનું વિતરણ ઠેર-ઠેર કરવામાં આવી રહ્યું છે. સખત ગરમીમાં લોકો ચકર,ઉલ્ટી, માથાનો દુઃખાવો જેવી બિમારીઓનો સામનો કરી રહ્યા છે. લોકોને ગરમીમાં ઠંકડ મળી રહે એ માટે માનવજ્યોત દ્વારા લીંબુ પાણી વિતરણ કરવામાં આવી રહેલ છે. જેનો મજુર-શ્રમજીવીકો લાભ લઇ રહ્યા છે. વિતરણ વ્યવસ્થા […]
ગાંધીધામથી 16-5 નાં ગુમ થયેલ અને થોડી માનસિકસમતુલા ગુમાવનાર કમલ કિશોર પુષ્કનારાયણ ઝરંનીયા ઉ.વ. 52 નું ગાંધીધામ રેલ્વે વિસ્તારમાં અકસ્માત થયેલ અને તેને ભુજની જનરલ હોસ્પીટલમાં પહોંચાડવામાં આવેલ. સારવાર દરમ્યાન ત્યાંથી રજા લઇ અને તે રખડતો- ભટકતો રહ્યો હતો. લાખોંદ નજીક રામદેવપીર મંદિર સામે આવેલ ઓધવ પાર્ક નજીકની જાળીમાં આજે બપોરે તેની લાસ જોવા મળી […]
ઉત્તરપ્રદેશનાં સારનપુર વિસ્તારની મહિલા ઉ.વ. 26 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી પણ તે નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા. આ મુસ્લિમ પરણિત મહિલા અનેક રાજ્યોનાં અનેક શહેરોમાં સતત રખડતી-ભટકતી રહી હતી. તેણે અનેક મુશ્કેલીઓ વેઠી આફતોનો સામનો કર્યો. આખરે વર્ષો પછી તે રખડતી-ભટકતી ગુજરાતનાં બાયડનાં જય અંબે મંદ બુદ્ધિ મહિલા સેવા સમાજ ટ્રસ્ટ […]
બિહારનાં લકીસરાયા વિસ્તારની મહિલા ઉ.વ. 32 સાથે તેના પતિએ કરેલ દુવ્યવહારનો ભોગ બની હતી. બિહારની આ મહિલાનાં લગ્ન ઉત્તરપ્રદેશમાં થયા હતા. તેને દીકરો,દીકરી બે સંતાનો છે. કોરોનાકાળમાં તેની સાથે નબનવાની ઘટના બની. અને તેણે માનસિક સમતુલા ગુમાવી હતી. તેનાં પતિએ તેને અજાણી ટ્રેનમાં બેસાડી દીધી. અને ત્યાર પછી સૌ સગા-સંબંધીઓને જાણકારી આપી કે વિજ કરંટ […]
૩ મહિના દરમ્યાન માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ 7 જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. 7 બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું ન મળતા પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, હિતેશ ગોસ્વામી, રસીક જોગી, વિક્રમ રાઠીએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી. […]
ભુજથી માંડવી માર્ગે ખત્રી તળાવ પાસે નારાણપરનાં પ્રવિણગીરી એન. ગોસ્વામી સંચાલિત શિવશક્તિ રેસ્ટોરેન્ટ આવેલું છે. આ રેસ્ટોરેન્ટમાં માનવજ્યોત સંસ્થા ભુજનાં 50 થી વધુ ચકલીઘર ને કુંડા લટકતા જોવા મળે છે. આ દરેક ચકલીઘર હાઉસફુલ છે. દરેક ઘરોમાં ચકલીઓ જોવા મળે છે. આ રેસ્ટોરેન્ટમાં દિવસભર ચકલીઓનું સુમધુર ચીં….ચીં નું સંગીત સાંભળવા મળે છે. રેસ્ટોરેન્ટ માલિક પ્રવિણગીરી […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જેના ઘરમાં ફ્રિઝ કે વોટર કુલર નથી તેવા પરિવારોને ઠંડા પાણી માટે માટીનાં માટલા વિતરણ કરાયા હતા. ભુજ શહેરનાં ભીડગેટ વિસ્તારેથી માટલા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ગરીબ પરિવારોને પણ પીવા ઠંડુ પાણી મળે તેવા હેતુ […]
લોકશાહીનાં મહાપર્વની ભુજમાં જયારે ઉજવણી થઇ રહી હતી. ત્યારે ભુજ વિસ્તારનાં વિવિધ મતદાન મથકોથી દુર અને મતદાન મથકેથી મત દઇને પરત જઇ રહેલા મતદારોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બરફ,જીરા, નમકવાળી ઠંડી છાસ પીવડાવવામાં આવેલ. સંસ્થા દ્વારા 500 લીટર છાસ વિતરણ કરાઇ હતી. સખત ગરમી અને બળબળતા તાપમાં ઠંડી છાસ પી ને મતદારોએ ખુશી વ્યક્ત કરી […]
હિમાચલપ્રદેશનો યુવાન સુરેશકુમાર ઉ.વ. 48 ગુમ થતાં પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. આખરે તે સોમનાથનાં નિરાધારનો આધાર માનવસેવા આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી. માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આ યુવાનને ભુજ લઇ આવ્યા. માચલપ્રદેશની પોલીસની મદદ લઇ આ યુવાનનું ઘર શોધી કઢાયું. તેનાં પરિવારજનો ભુજ આવી […]









