અબડાસા મોટી પંચતીર્થીનાં કોઠારા તીર્થે મુખ્ય જિનાલય પરિસરમાં એક નાનું સુંદર 500 વર્ષ પ્રાચીન સોહામણું જિનાલય છે. જે જિનાલયમાં સંપ્રતિકાલીન 2300 વર્ષ પ્રાચીન શ્રી શાંતિનાથપ્રભુજી બિરાજમાન છે. જૂના શાંતિનાથ તરીકે ઓળખાતા આ જિનાલયે રાત્રે 8 વાગ્યા પછી આરતી સમયે મોરલો દાદાનાં દરબાર અંદર પહોંચ્યોહતો. મોટા ભાગે ડુંગરો, મંદિરોનાં શિખરો, ઉંચા ટાવરો તથા ઉંચા મકાનો ઉપર […]
Category Archives: પ્રવૃત્તિઓ
તેલંગના રાજ્યનો યુવાન મધુકુમાર ઉ.વ. 28 ગુમ થતાં તેનાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચતા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને મળી આવ્યો હતો. તેને સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે આશ્રય આપી તેની સારવાર શરૂ કરાવવામાં આવી હતી. સેવાશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તેલંગના પોલીસનો સંપર્ક કરી તેનાં […]
ગુજરાતની જુદી-જુદી યુનિવર્સિટીઓ-કોલેજો-ગુજરાત વિદ્યાપીઠનાં છાત્રો સામાજિક કાર્યકરની ટ્રેનીંગ માટે ભુજની માનવજ્યોત સંસ્થાની પ્રથમ પસંદગી કરતા હોય છે. 30 દિવસની ટ્રેનીંગ દરમ્યાન સંસ્થા દ્વારા 49 જેટલી ચાલી રહેલી પ્રવૃત્તિઓ તથા કાઉન્સલીંગ અને વિવિધ સેવાકાર્યોની સમજ પૂરી પાડવામાં આવેલ. ટ્રેનીંગનાં અંતે ગુજરાત વિદ્યાપીઠનાં ત્રણ છાત્રોને રવજીભાઇ કરશનભાઇ હાલાઇ, શીવજીભાઇ પિંડોરીયા, લાલજીભાઇ હાલાઇ તથા માવજીભાઇ પિંડોરીયાનાં વરદ્ હસ્તે […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામનવમીનાં પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાશ્રીનાં સહયોગથી 101 શ્રમજીવીક પરિવારોને અડધો કિલો મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવતાં ગરીબ પરિવારોએ રામનવમી ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર વ્યવસ્થા ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, મનસુખભાઇ નાગડા, શંભુભાઇ જોષી, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, નીતિન ઠક્કર, રફીક બાવાએ સંભાળી […]
માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને 7 દિવસ પહેલા વર્ધમાનનગર-માધાપર માર્ગેથી એક યુવાન મળી આવેલો. મેલા-ગંદા કપડા પહેરેલા યુવાનને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવેલ. 30 વર્ષિય આ યુવાને પોતાનું નામ ડો. ગીરીસલ્માન જણાવ્યું હતું. દોઢ વર્ષથી સ્નાન નકરેલા અને મેલા-ગંદા કપડા પહેરલા યુવાનને સ્નાન કરાવી તેનાં બાલ-દાઢી કરાવી કપડા બદલી કરવામાં […]
તામિલનાડુનો યુવાન લોકનાથમ્ લાંબા સમયથી ઘર અને પરિવારથી દૂર હતો. ઘર છોડ્યા પછી તે રખડતો-ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. જ્યાંથી તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિતિ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવેલ. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં તેની સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો. સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તામિલનાડુ […]
રાપર તાલુકાનાં સુવઇ મધ્યે આવેલ પંચાયતી પ્રાથમિક કન્યાશાળા મધ્યે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ગામનાં સરપંચ શ્રી હરિલાલભાઇ એચ. રાઠોડે જયારે અતિથિવિશેષ પદ વાડીલાલભાઇ રતનશીં સાવલાએ શોભાવ્યું હતું. શાળાનાં આચાર્ય શ્રી ધર્મિષ્ઠાબેન ભાટ્ટીએ સૌ મહેમાનોને આવકાર્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ માનવજ્યોતની સમગ્ર […]
આંધ્રપ્રદેશનાં નંદીકોરકુટ વિસ્તારનો 48 વર્ષિય શ્રી નિવાસ 7 વર્ષ પછી ઘરે પહોંચતાં પરિવારજનોમાં અનહદ ખુશી છવાઇ હતી. અનેક રાજ્યોમાંથી રખડતો-ભટકતો તે બાયડનાં જય અંબે સમાજ સેવા ટ્રસ્ટ આશ્રમે પહોંચ્યો હતો. માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેને ભુજ લઇ આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી […]
છત્તીસગઢનો 44 વર્ષીય યુવાન કુંજરામ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. આખરે તે રખડતો-ભટકતો સોમનાથ “નિરાધારનો આધાર,, સંસ્થામાં પહોંચ્યો હતો. માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેને સાથે લઇ આવી છત્તીસગઢ પોલીસની મદદ લઇ તેનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા હતા. તેનાં ભાઇ અને ભત્રીજો તેને તેડવા ભુજ […]
ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે માનવજયોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ-સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ -દાદર તથા કોટી વૃક્ષ અભિયાન-બીદડા, જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. માનવજ્યોતનાં કુંડા […]










