આગાખાન પ્રિસ્કૂલ, કેરા દ્વારા દાનોત્સવ’નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકો, વાલીઓ અને કર્મચારીઓ તેમજ આગાખાન પ્રિસ્કૂલની લોકલ મેનેજમેન્ટ કમિટી દ્વારા અનાજ, કઠોળ, ખાંડ, તેલ, નોટબુક અને અન્ય સ્ટેશનરી વિગેરે ઘરેથી લાવી પ્રિસ્કૂલમાં એકઠું કર્યું હતું. સપ્તાહના અંતે આગાખાન પ્રિસ્કૂલ, કેરાની લોકલ મેનેજમેન્ટકમિટીના ચેરમેન શ્રી મોહસીનભાઈ મોરાણી અને ઓન. સેક્રેટરી શ્રી સીમાબેન મોરાણી, […]
Category Archives: પ્રવૃત્તિઓ
માનવજ્યોતનાં નોતરે 21 પ્રજ્ઞાચક્ષુઓ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે જમવા પધાર્યા હતા. આશ્રમનાં પ્રવેશ દ્વારથી તેઓનું ઢોલ-શરણાઇનાં નાદોથી વાજતે-ગાજતે સામૈયું કરવામાં આવેલ. આશ્રમનાં હોલ મધ્યે માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે સૌને મીઠડો આવકાર આપ્યો હતો. અને જણાવ્યું હતું કે, પ્રજ્ઞાચક્ષુઓને ભગવાને આંખો નથી દીધી પણ મગજથી તેઓ સર્વશ્રેષ્ઠ કાર્યો કરે છે. અને બીજાને પણ માર્ગદર્શન આપી મદદરુપ […]
બિહારનાં નવાદા કોચર્ગાંવનાં વારિસલીગંજની યુવાન મહિલા ઉ.વ. 41 ગુમ થતાં પરિવારો બેચેન બન્યા હતા. અને તેની સતત શોધખોળ ચલાવી હતી. 3 દીકરા અને 1 દીકરી ધરાવતી માતાએ ઘર છોડતાં પતિદેવ ઉપર મોટી જવાબદારી આવી પડી હતી. બાળકો પણ માતાની સતત રાહ જોઇ બેઠા હતા. ગુમ મહિલા રખડતી-ભટકતી આખરે ગુજરાતનાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સેવા ટ્રસ્ટ […]
દિપાવલી પર્વ જયારે નજીક આવી રહ્યો છે. ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી ઇશ્ર્વરલાલભાઇ મગનલાલ ઠક્કર પરિવારનાં સહયોગથી 10 વિધવા મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં વિધવા મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ 618 વિધવા મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ. આ પ્રસંગે […]
યુ.એસ.એ. સ્થિત ભુજપુર-કચ્છનાં દાતાશ્રી રમેશભાઈ મગનલાલ દેઢીયા પરિવાર દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાનાં સ્ટાફ-કર્મચારીઓને રોકડ-મીઠાઈ-ફરસાણ અર્પણ કરવામાં આવતાં આવા પરિવારોએ પણ દિપાવલી પર્વે ખુશી મનાવી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સ્ટાફ સર્વેને આ દાતશ્રી દ્વારા રૂા. ૧૦૦૦ રોકડા કવર, અડધો કિલો મીકસ મીઠાઇ તથા અડધો કિલો ફરસાણ અર્પણ કરાયું હતું. વ્યવસ્થા વિનોદભાઈ […]
શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા- નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા ભૂખ્યાને ભોજન આપવા માટે દોઢલાખ રૂપિયાનું અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરુરતમંદ મહિલાઓને સાડીનું વિતરણ કરાયું હતું. માનવજ્યોત સંસ્થાનાં કાર્યકરોએ જુદા-જુદા વિસ્તારોમાં જઇ જરુરતમંદ મહિલાઓને સાડીઓ અર્પણ કરી હતી. ગરીબ અને જરુરતમંદ મહિલાઓ પણ દિપાવલી પર્વની ઉજવણીમાં જોડાઇ શકે. દિપાવલી પર્વ મનાવી શકે તેવા હેતુ સાથે સંસ્થા દ્વારા બે હજાર મહિલાઓને સાડીઓ વિતરણ થઇ રહેલ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિવ્યાંગ અને વૃદ્ધ-વડીલો માટે ભુજ રેલ્વે સ્ટેશને બે નવી વ્હીલચેરો મુકવામાં આવી છે. રેલ્વેમાં મુસાફરી કરતા અને રેલ્વેમાં આવતા-જતા દિવ્યાંગો, વૃદ્ધ વડીલોને વ્હીલચેરનો ઉપયોગ કરવા એક યાદીમાં જણાવાયું છે.
મધ્યરાત્રિએ ભુજનાં બસ પોર્ટ બહાર રીક્ષા સ્ટેન્ડ પાછળ યુવાન એકલી સૂતેલી મહિલાને જોઇ હુશેનશા સૈયદે માનવજ્યોતનાં રફીક બાવાને જાણ કરતાં સંસ્થાનાં વાહન મારફતે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો. મુળ પાવાગઢના અને મજુરી કામ માટે કચ્છ આવેલા લોડાઇનાં ઉમેદપુર વિસ્તારની રાયધણપર પરિવાર સાથે વાડી ઉપર કામ કરતી મહિલા […]
ઉત્તરપ્રદેશનાં ગોરખપુર વિસ્તારનાં પીપરાજ ગામનો યુવાન ધર્મેન્દ્ર ઉ.વ. 27 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધખોળ ચલાવી હતી. પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. ત્રણ વર્ષ પછી આખરે તે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી ભુજની માનસિક આરોગ્યની […]







