નવલી નવરાત્રીના પાવન પર્વે જરૂરિયાતમંદ મહિલાઓ પણ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ માતાજીના રાસ-ગરબામાં ઉત્સાહભેર જોડાઈ શકે તેવા ઉમદા હેતુથી માનવજ્યોત સંસ્થા, ભુજ દ્વારા ૧૫ બહેનોને ચણિયા-ચોલીના સેટ અર્પણ કરવામાં આવ્યા હતા.
નવરાત્રીના રંગે રંગાવા અને રાસ-ગરબાનો આનંદ માણવા ચણિયા-ચોલી મળતાં મહિલાઓના ચહેરા પર ખુશીની લહેર છવાઈ હતી. માનવજ્યોત સંસ્થાની આ સેવાભાવી પહેલથી બહેનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.
ચણિયા-ચોલી અર્પણ પ્રસંગે માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, માલાબેન જોષી, સરલાબેન ગોસ્વામી, સેજલબા ઝાલા, ઝંખનાબેન લોન તથા કંચનબેન ગોર ઉપસ્થિત રહી આ સેવાકાર્યમાં સહભાગી બન્યાં હતાં.

