મહાશિવરાત્રીની ભવ્યાતિભવ્ય રથયાત્રામાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં 30 માનસિક દિવ્યાંગો પણ જોડાયા હતા.
શણગારેલા ટેમ્પોમાં હાથમાં ધ્વજા લઇ એક સરખા ડ્રેસમાં સજ્જ માનસિક દિવ્યાંગોનાં રથે ભારે આકર્ષણ જમાવ્યું હતું. ઠેર-ઠેર લોકોએ માનસિક દિવ્યાંગો સામે હાથ ઉંચા કરી અભિવાદન કર્યું હતું.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી અને રીતુબેન વર્માએ માનસિક દિવ્યાંગોને રથયાત્રામાં જોડી સૌને મહાદેવજીનાં દર્શન કરાવ્યા હતા.