“પ્રયાસ સ્કુલનો અનેરો પ્રયાસ,, બાળકોમાં સેવા બિજનું સિંચન

પ્રમુખ સ્વામિનગર ચોકડી પાસે આવેલ “પ્રયાસ સ્કુલ,, મધ્યે બાળકો સાથે સેવાકીય પ્રવૃત્તિઓ વિશે ગોષ્ઠી ડો. મુક્તિબેન કે. પટેલનાં માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે બાળકોને માનવસેવા,જીવદયા,પર્યાવરણ, વ્યસન મુક્તિ વિશે ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. અન્નનો બગાડ અટકાવવા, વધુને વધુ વૃક્ષારોપણ કરવા, ખોટા વ્યસનનોથી દૂર રહેવા, અનોખી શિક્ષણ પ્રથાને અમલી બનાવવા બાળકોને માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. શાળા શિક્ષક ગણના શ્રી કિરણબેન પટેલ, રેખાબેન સોની, પૂનમબેન સોની, કાજલબેન મોતા, કંચનબેન પુરબિયા, સંગીતાબેન ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી.

પ્રયાસ સ્કુલનાં બાળકોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત બાળશ્રમયોગી શાળાની મુલાકાત લઇ બાળકોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.