જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત ભુજ – કચ્છનાં પેરાલીગલ વોલેન્ટીયર તરીકે વર્ષ- ૨૦૨૦ – ૨૦૨૧ દરમ્યાન કરેલ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ પ્રબોધ એચ. મુનવરને કચ્છ જિલ્લાનાં મુખ્ય ન્યાયાધિશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ શ્રી આઇ.ડી.પટેલ સાહેબનાં વરદ્ હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ. તેઓશ્રીએ શ્રી મુનવરની દરેક કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ અને સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.એન.પટેલસાહેબ ઉપસ્થિત રહ્યા હતા.