ભુજ શહેરનાં વિવિધ મહિલા મંડળો, યુવક મંડળો, સંસ્થાઓ, મહાજનો દ્વારા મળેલ ફુડ પેકેટો માનવજ્યોત દ્વારા જરૂરતમંદો સુધી પહોંચાડાયા હતા.
ભુજ ભાનુશાલી મહાજન અને ભાનુશાલી યુવક મંડળ દ્વારા દરરોજ ૧૦૦ ફુડ પેકેટસ, વાગડ બે ચોવીસી જૈન યુવક મંડળ દ્વારા ૧૦૦ ફુડ પેકેટ, કપીરાજ હનુમાન મંદિર મીરઝાપર દ્વારા દરરોજ૨૦૦ લોકો માટે ગરમ રસોઇ માનવજ્યોત સંસ્થાને આપવામાં આવતાં સંસ્થા દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં જઇ જરૂરતમંદ લોકો સુધી જઇ આ ફુડ પેકેટો વિતરણ કરવામાં આવ્યા હતા.
ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકભાજી ટમેટા, રીંગણા, દૂધી, કોબી,બાપા દયાળુ મહિલા મંડળ માધાપર માતામાં હર્ષિદાબેન ગોસ્વામી તથા બહેનો દ્વારા વગારેલા સેવ-મમરા ગુણી-૭, ભવનાથ સત્સંગ મંડળ ભાનુશાલીનગર તારાબેન તથા બહેનો દ્વારા ૫૦૦ લોકો માટે ખારાભાત, છાશ, અજયભાઇ દાવડા દ્વારા ૫૦ લીટર છાશ, વંદેમાતરમ્ ગ્રુપ દ્વારા બિસ્કીટ કાર્ટુન-૩ મળતાં બે દિવસમાં શહેરનાં ૩૭ વિસ્તારોમાં ૭ વાહનો દ્વારા આ વસ્તુઓ જરૂરતમંદોનાં ઝુંપડાઓ સુધી પહોંચતી કરાઇ હતી. વિતરણ વ્યવસ્થામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનું માર્ગદર્શન મળ્યું હતું. પ્રબોધ મુનવર, જીતેન્દ્ર ધારશીં શાહ, નીરવ મોતા, રફીક બાવા, હેમંત જીવાણી, વિનોદ સી. મહેતા, રાજુ જાગી તથા સર્વે કાર્યકરોએ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.