માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ લોકોનાં સહકારથી સંસ્થા અને મંડળો પાસેથી મળેલા ૭૦૦ ફુડ પેકેટો જરૂરતમંદ લોકો સુધી પહોંચતા કરાયા હતા. જેની પાસે પૈસા નથી, ઘરમાં અનાજ નથી, તેવા લોકો માર્ગો ઉપર બેસી ફુડ પેકેટસ મળે તેવી રાહ જાતા નજરે પડે છે. માનવજ્યોતની ૧૬ સભ્યોની ટીમ તથા ૯ ડ્રાઇવરો સંસ્થાનાં વાહનો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. પ્રબોધ મુનવર, જીતેન્દ્ર ધારશી શાહ, વિનોદ સી. મહેતા, રફીક બાવા, પૃથ્વીરાજસિંહ જાડેજા, પરેશ માહેશ્વરી, નીરવ મોતા, ઇરફાન લાખા વ્યવસ્થા સંભાળી રહ્યા છે.