આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલમાં ગાંધીજીનાં આદર્શોને દર્શાવતી શોર્ટ ફિલ્મ “વૈષ્ણવજન’’ ની પસંદગી થયેલ છે.
શોર્ટ ફિલ્મ “વૈષ્ણવજન” માં પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ ચાલતી “માનવજ્યોત,, સંસ્થા ભુજની વિવિધ સેવાઓને આવરી લેવામાં આવી છે.
આ ફિલ્મનાં દિગદર્શક મુળ ભુજનાં હાલે અમદાવાદ રહેતા શ્રી સમ્યક વૈદ્યે કરેલું છે. અભિનય તેમની સુપુત્રી બાળ કલાકાર સ્વરા વૈદ્ય કરેલું છે. અને નિર્માણ વૈશાલી વૈદ્યે કરેલું છે. મ્યુઝિક નિર્સગ ઠક્કરે આપ્યું છે. અમેરીકાનાં મોટા શહેરોનાં થિયેટરોમાં “વૈષ્ણજન,, ફિલ્મ તા. ૭ થી ૯ જુનનાં અમેરિકાનાં લોસ એન્જલસમાં અને તા. ૧૫ થી ૧૬ જુનનાં ન્યુજર્સીમાં દેખાડવામાં આવશે.
આમ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલમાં ભુજની માનવજ્યોત સંસ્થાનાને સ્થાન મળ્યું છે. માનવજ્યોત સંસ્થા ભુજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અમેરિકાનાં બે મોટા શહેરોમાં દર્શાવાશે.