બે યુવાન મહિલાઓ મળી આવતાં ૧૮૧ ને સોંપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજના પ્રબોધ મુનવર તથા રફીક બાવાને ભુજ વિસ્તારમાંથી બે યુવાન મહિલાઓ મળી આવતા ૧૮૧ મહિલા હેલ્પલાઇનને સોંપાઇ હતી.

રાત્રીના ભાગે માધાપરના કાસમસા પીરદરગાર બહારથી એક યુવાન મહિલા મળી આવી હતી. તેમજ ગાંધીનગરી રેલ્વે ફાટક પાસેથી વધુ એક ઓરીસ્સાની યુવાન મહિલા મળી આવી હતી.

૧૮૧ મહિલા હેલ્પલાઇનના રીટાબેન આસારી તથા જીનલ વણકરે કાઉન્સીલીંગ કર્યું હતું. માનવતાના આ કાર્યમાં હિતેશ ગોસ્વામી, પ્રતાપ ઠક્કર, ભાવેશ વણકર સહયોગી બન્યા હતા.