ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ પરિવારોને પીવા ઠંડુ પાણી મળી રહે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ વિસ્તારના ભૂંગા-ઝુંપડામાં રહેતા ૧૦૦ પરિવારોને નળ સાથેના ઠંડા પાણીનાં માટલાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભુજ વિસ્તારમાં એવા અનેક પરિવારો વસવાટ કરે છે કે જેમના ઘરમાં ફ્રિઝ કે વોટર કુલરની સુવિધા ઉપલબ્ધ નથી. આવા પરિવારોને ઉનાળાની અસહ્ય ગરમીમાં રાહત મળે અને તેઓને ઠંડુ પાણી પીવા મળી રહે તે માટે દાતાશ્રીઓના સહયોગથી આ
સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
માટલાં મેળવતા પરિવારોમાં ખુશી અને આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે સુરેશભાઈ માહેશ્વરી અને પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માટીનાં માટલાં માત્ર પાણી ઠંડુ રાખવાનું સાધન નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને
ગરમીમાં રાહત આપવાનું એક અસરકારક માધ્યમ છે.
કાર્યક્રમનું સફળ સંચાલન પ્રબોધ મુનવરે કર્યું હતું, જ્યારે આભારવિધિ પૃથ્વીરાજસિંહ જાડેજાએ કરી હતી. સમગ્ર વિતરણ વ્યવસ્થામાં રફીક બાવા, ગોવિંદ પાટીદાર, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, નિતિનભાઈ ઠક્કર, આનંદ રાયસોની તથા
ભુપેન્દ્ર બાબરીયાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
અંતમાં સંસ્થા દ્વારા આ સેવાકીય કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ લોકો માટે આવા માનવસેવાના કાર્યો સતત કરતી રહેશે.

