દુર્ગાષ્ટમી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતી વિદ્યામંદિર બાળશ્રમયોગીઓને અક્ષરદાન શાળાનાં 51 બાળશ્રમયોગીઓને નવા વસ્ત્રો, ચશ્મા, મોજા, દંતિયા, પાકીટ સહિતની વસ્તુઓ દાતાશ્રી જે.કે. અંતાણી પરિવાર દ્વારા અર્પણ કરાતાં બાળશ્રમયોગીઓએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવારને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. દરેક નાના ભૂલકાઓ, બાળકો, રંક બાળકો તથા દીકરીઓએ નવરાત્રી પર્વની ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા પ્રબોધ […]
Category Archives: સમાચાર / ઘટનાઓ
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો. દુર્ગાષ્ટમી દિવસે શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન મહિલા મંડળ ભુજ અને શ્રી મહાકાળી મહિલા મંડળ વર્ધમાનનગર-કચ્છનાં બહેનોએ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો સાથે રાસ-ગરબાની રમઝટ જમાવી હતી. નિત નવા વસ્ત્રોમાં તૈયાર થયેલા માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો હોંશે હોંશે રાસ-ગરબા રમી નાચી-ઝુમી […]
મા દુર્ગાની નવલી નવરાત્રીની દુર્ગાષ્ટમી નિમિત્તે મુક્તિબેન રમેશભાઇ ખેતાણી, પ્રેમભાઇ રમેશભાઇ ખેતાણી અને પૂર્વ નગરપતિ અશોકભાઇ હાથી પરિવારો દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતાં ભોજનીયા જમાડવામાં આવેલ. દુર્ગાષ્ટમીનાં પોતાને ભાવતું ભોજન જમી માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવારોને અંતરના આશિર્વાદ પાઠવ્યા હતા. શ્રી પ્રબોધ મુનવરે દાતાશ્રી પરિવારોનો […]
ઓમકારેશ્વર મહિલા મંડળનાં સથવારે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો ગરબે ઘૂમ્યા હતા. ઓમકારેશ્ર્વર મહિલા મંડળના પ્રમુખ કમલબેન જોશી, પ્રવિણાબેન, ભાવનાબેન, ભક્તિબેન, જીનાલીબેન તથા વિશાળ સંખ્યામાં બહેનો રાસ,ગરબામાં જોડાયા હતા. વ્યવસ્થા પંકજ કુરુવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી, વાલજી કોલીએ સંભાળી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માં જગદંબાની નવલી નવરાત્રીની શાનદાર ઉજવણી કરવામાં આવી. દરરોજ સાંજે 5-30 થી 7 ભુજ શહેરના વિવિધ મહિલા મંડળો સેવાશ્રમ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ગરબા રમાડ્યા. ઢોલ-શરણાઇનાં તાલે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો પણ માતાજીનાં રાસ-ગરબા હોંશે હોંશે રમે છે. એક સરખા ડ્રેસમાં સજ્જ થઇ માનસિક દિવ્યાંગો […]
પ્રાંત અને મામલતદાર (ભુજ શહેર) કચેરીએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિવ્યાંગ ભાઇ-બહેનો માટે બે વ્હીલચેર મૂકવામાં આવી છે. કચેરીએ આવતા-જતા દિવ્યાંગ ભાઇ-બહેનો પોતાનાં કામો માટે કચેરીની અંદરની વિવિધ ઓફિસો કે કાઉન્ટરો સુધી પહોંચી જઇ પોતાનું કામ સરળતાથી પૂર્ણ કરી શકે તેવા ઉદેશ સાથે દિવ્યાંગ ભાઇ-બહેનો માટે બે વ્હીલચેરો મૂકવામાં આવી છે. વ્હીલચેરો પ્રાંત અને મામલતદાર […]
મહારાષ્ટ્રના યવતમલ જીલ્લાનાં નાયકનગરનો યુવાન નીલેશ રાઠોડ ઉંમર વર્ષ 32 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે દેશનાં અનેક રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં રખડતો- ભટકતો રહ્યો હતો. પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. આખરે તે રખડતો-ભટકતો ગુજરાતનાં અરવલ્લી જીલ્લાનાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલકો અશોકભાઇ જૈન તથા […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા 4000 થી વધુ લોકોને ફુડસ પેકેટો અર્પણ કરાયા હતા. ભુજમાં ઝુંપડપટી-ભુંગાઓમાં રહેતા અને વરસાદી પાણીમાં ભીંજાયેલા લોકોને ખારાભાત-દાળ ઢોકરીનું વિતરણ કરવામાં આવેલ.આ કાર્યમાં બી.કે.ટી તથા અક્ષયપાત્રનો સહકાર મળ્યો હતો. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, દીપેશ શાહ, આનંદ રાયસોની, હિતેશ ગોસ્વામીએ સંભાળી હતી. ભુજની ચારે […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઈ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૭ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવશે. રંક બાળકો તથા શ્રમજીવીકોને ભોજન […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુજરાતની 11 સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે. માનસિક દિવ્યાંગોની સેવા કરતી બાયડ,આણંદ, સૂરત, સોમનાથ, મહુવા, પાલીતાણા, મોરબી, સાવરકુંડલા, રાપર, ભચાઉ, ગાંધીધામની સંસ્થાઓ સાથે મળીને ત્યાંની સંસ્થાઓનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી કાઉન્સ્લીંગ કરી તેમનું રાજ્ય, શહેર, ગામ પરિવાર શોધી આપી તેમનાં […]










