Category Archives: સમાચાર / ઘટનાઓ

બેંક ઓફ ઇન્ડીયા માનસિક દિવ્યાંગોની વહારેસેવાશ્રમને વોટરકુલર અર્પણ કરાયું

બેંક ઓફ ઇન્ડીયા ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવા ઠંડુ પાણી મળી રહે તેવા હેતુ સાથે પ્રવૃત્તિના એક ભાગરૂપે વોટર કુલર અર્પણ કરાયું હતું. બેંક ઓફ ઇન્ડીયાના રાજમન પ્રજાપતિ, ભવલીન સિંઘ, અવનીબેન મંગે, કાન્તીલાલ રાઠોડની ઉપસ્થિતિમાં આ વોટરકુલર અર્પણ કરાયું હતું.માનવજ્યોત દ્વારા બેંક ઓફ […]

રઘુવંશીનગરમાં વિશ્વ મહિલા દિવસ ઉજવાયોપાંચ મહિલાઓનું બહુમાન કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેર ભાનુશાલીનગર પાછળ આવેલ રઘુવંશીનગર મધ્યે શ્રી રઘુવંશીનગર મહિલા મંડળનાં સહકારથી વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે કાર્યક્રમનું અધ્યક્ષપદ શ્રી ભરતભાઇ રાણાએ શોભાવ્યું હતું. પ્રારંભે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના પેરાલીગલ વોલીન્ટીર શ્રી પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહિલાઓ માટેના કાયદા અને સુરક્ષાની સમજ પૂરી પાડી […]

ભુજમાંથી ગુમ થયેલા વૃદ્ધ-વૃદ્ધાનેઘર પરિવાર શોધી અપાયા વૃદ્ધ મહિલાનો જીવ બચ્યો

ભુજનાં એક વૃદ્ધ ઉંમર વર્ષ 80 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ચોથા દિવસે પદ્ધર પોલીસ સ્ટેશને આ વૃદ્ધ વડીલ મળતાં મધ્ય રાત્રિએ તેમને માનવજ્યોત કાર્યાલયે પહોંચાડેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ આ વૃદ્ધનુંઆશ્રય સ્થાન બન્યું. પાંચમાં દિવસે વૃદ્ધનાં પરિવારને શોધી કઢાયું. પરિવારજનોને વૃદ્ધ વડીલનો કબ્જો સોંપાતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. અન્ય એક […]

ભુજનાં સેવાભાવી ડોકટરશ્રીનીસેવાઓને બિરદાવાઇ

ભુજનાં જાણીતા, અને નિષ્ણાંત સર્જન ડોકટરશ્રી રાજેશ ગોરીની સેવાઓને બિરદાવી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોની અતિ ઉત્તમ સેવાઓ કરી તેમનાં ઓપરેશન પણ નિઃશુલ્ક કરી માનવતાનું અતિ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જયારે જયારે સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો વધુ બિમાર પડ્યા છે, કોઇ મોટી […]

કચ્છની આશાસ્પદ દીકરી રાજવીની પુણ્યસ્મૃતિમાં કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

કચ્છનાં ભુજ તાલુકાનાં ઝીંકડી ગામની દીકરી રાજવી મહેશભાઇ કેરાસિયા ઉ.વ. 18 નું તાજેતરમાં અવસાન થતાં ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી દીપેશ શાહે રાજવીબેનને શ્રદ્ધાંજલિ આપી હતી. ધોરણ-12 પાસ રાજવી, પરિવાર, ઝીંકડી ગામ, સમાજ, શાળા અને કચ્છનાં ગૌરવસમાન હતી. 19માં […]

સાંસદશ્રીએ માનસિક દિવ્યાંગો વચ્ચે જઇપોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી

કચ્છ –મોરબીનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગો વચ્ચે પોતાનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. સમગ્ર આયોજન જીલ્લા અનુસુચિત જાતિ મોરચા દ્વારા કરવામાં આવેલ. પોતાનાં હસ્તે બર્થ ડે કેક કટીંગ કરી સૌ પ્રથમ કેક માનસિક દિવ્યાંગોને ખવડાવી જન્મદિવસ ઉજવ્યો હતો. માનવજ્યોત સંસ્થા દ્વારા પ્રબોધ […]

ઉત્તરખંડનાં મુસ્લિમ યુવાનનું10 વર્ષે પરિવાર સાથે થયું મિલન

ઉત્તરખંડના લુડકી તાલુકાનાં કલીહર ગામનો મુસ્લિમ યુવાન શોકીન ઉ.વ. 30 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક મુશ્કેલીઓ વેઠતો પરિવાર ખૂબ જ ચિંતાતુર બન્યો હતો. ભારતભરનાં વિવિધ રાજ્યોમાંથી આખરે તે રખડતો-ભટકતો આણંદના માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકો એ તેની સારી સેવાઓ કરી. કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના […]

ભારતીય જૈન સંગઠન બીજેએસ મહિલા વિંગ ભુજ દ્વારા પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરાઇ

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતીય જૈન સંગઠન બીજેએસ મહિલા વિંગ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો વચ્ચે રહી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ.માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોએ હાથમાં તિરંગો લઇ તિરંગો લહેરાવ્યો હતો. ગીતાબેન પારેખ, મનીષાબેન મહેતા, ડીમ્પલબેન ભનશાલી, નીશાબેન ખંડોલ, સોનુબેન કોઠારી, હીરાબેન શાહ, મયુરી દોશી, સોનુબેન મહેતા સહિતનાં […]

પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનનો અર્પણ કરાયા

ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા હસ્તે રમાબેન શિરિષભાઇ મહેતા- વર્ધમાનનગર-કચ્છ હાલે અમેરિકા પરિવારનાં સહયોગથી પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં ગંગાસ્વરૂપ મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ 671 ગંગાસ્વરૂપ મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર […]

મકરસક્રાંતિ પર્વે સેવાભાવીઓ માનસિક દિવ્યાંગોની સેવા કરવાશ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસક્રાંતિ પર્વ નિમિત્તે માનવસેવા અને જીવદયાનાં વિવિધ કાર્યો કરાયા હતા. સેવાભાવીઓ માનસિક દિવ્યાંગોની સેવા કરવા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચ્યા હતા. અને સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો, બ્લેંકેટ, ખાવા-પીવાની વસ્તુઓ આપી, તેમને સ્વહસ્તે ભાવતાં ભોજનીયા જમાડ્યા હતા. માનસિક દિવ્યાંગોને ભોજન,વૃદ્ધોને ઘેર બેઠા ટીફીનો દ્વારા ભોજન, રંક બાળકો તથા બાળશ્રમયોગીઓને ભોજન, […]