Category Archives: પ્રવૃત્તિઓ

નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ પદે નિમણુંક થતાં સન્માન કરાયું

તીર્થધામ નારાયણ સરોવર જાગીરનાં અધ્યક્ષ પદે સરકાર શ્રી દ્વારા નવા ગાદીપતિ તરીકે બ્રહ્મચારિણી સુ. શ્રી સોનલબેન દિનેશભાઇ જાષી (પાણિયા) ની નિમણુંક થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી પ્રબોધ મુનવરે તેઓશ્રીનું સન્માન કરી અનેકવિધ શુભેચ્છા પાઠવી હતી.

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રક્ષાબંધનની ઉજવણી કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે જૈન સોશ્યલ ગ્રુપ- ભુજ (મેઇન) દ્વારા રક્ષાબંધન નિમિત્તે માનસિક દિવ્યાંગોને બપોરનું મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડી ઉજવણી કરવામાં આવેલ. વિવિધ સમાજની બહેનો આશ્રમે પહોંચી માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબંધન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ગ્રુપનાં પ્રમુખ ચન્દ્રકાન્ત મહેતા, મંત્રી ધનસુખલાલ દોશી, વસંતભાઇ ભાભેરા, જયેશભાઇ શાહ, નાનાલાલભાઇ સંઘવી, લલીતભાઇ મહેતા […]

શ્રાવણ માસ નિમિત્તે અનેક ભક્તજનો ધર્મ આરાધના સાથે માનવસેવાનું કાર્ય કરી રહ્યા છે

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. દાન-ધર્મમાં માનનારા ભક્તો આખો શ્રાવણ મહિનો રાખી, એકટાણા કરી, ભોલેનાથની પૂજા, અર્ચના કરી પોતાના જીવનને ધન્ય બનાવતા હોય છે. ભક્તજનો જુદા-જુદા મંદિરોનાં દર્શન પહોંચે છે. અને ભગવાન શિવશંકરના ચરણે શિશ ઝુકાવી ભÂક્ત ભાવથી પૂજા-દર્શન કરે છે. સાથે સાથે માનવસેવાનું કાર્ય કરી દાન પૂન કરી માનવતાનાં કાર્યને મહેકાવતા રહે છે. […]

સંસ્થાનાં પ્રયત્નોથી વધુ બે યુવાનો ઘર સુધી પહોંચ્યા

ઉત્તર પ્રદેશનાં જલાલપુર જિલ્લાનો ૨૪ વર્ષિય યુવાન લક્ષ્મીકાંત વસંતલાલ હરીજન છેલ્લા ૧ વર્ષથી તથા મુઝફરનગરનો યુવાન ગીનેશ હરીશચંદ્ર જાટ ઉ.વ. ૨૬ છેલ્લા ૭ મહિનાંથી ગુમ હતા. પરિવારજનો તેમની શોધ ચલાવી રહ્યા હતા. ગીનેશ અંજાર પોલીસને મળ્યો હતો. જયારે લક્ષ્મીકાંત માનવજ્યોત સંસ્થા ભુજને નખત્રાણાથી મળ્યો હતો. આ બંને યુવાનોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ […]

તહેવારોને અનુલક્ષીને જરૂરતમંદ ૧૦૦ મહિલાઓને સાત-સાત સાડીઓ અર્પણ કરાઇ

ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા જરૂરતમંદ મહિલાઓ રક્ષાબંધન, સાતમ-આઠમનાં તહેવારો આનંદ-ઉમંગથી નવા વસ્ત્રો પહેરી માણી શકે તેવા ઉદ‍ેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી કિર્તીભાઇ વોરા સમર્પણ ભુજના સહયોગથી ૧૦૦ મહિલાઓને દરેકને સાત-સાત સાડીઓ અર્પણ કરાઇ હતી. મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા પ્રબોધ મુનવર, નરશીંભાઇ પટેલ, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, આનંદ રાયસોની, દિપેશ ભાટિયા, નિરવ જી. મોતાએ સંભાળી હતી.

શ્રી પ્રબોધ મુનવરને “અહિંસા રત્ન એવોર્ડ,, અર્પણ કરાયો

શ્રી કચ્છ નરેડી વિસા ઓસવાલ દેરાવાસી જૈન મહાજન તથા “અહિંસા મહાસંઘ,, મુંબઇ – ગુજરાત દ્વારા અહિંસા મહાસંઘના રજત વર્ષે તથા પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા. ના સંયમ સુવર્ણ વર્ષ ચાતુર્માસ પ્રસંગે અહિંસા-પ્રાણીરક્ષા, માનસેવા, જીવદયા ક્ષેત્રે ખૂબજ પ્રશંસનીય, અનુમોદનીય, નિઃસ્વાર્થ સેવાઓ પ્રદાન કરનાર ૧૨ વ્યÂક્તઓને પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા. તથા શ્રી મુનિભગવંતોની શુભ પાવન નિશ્રામાં “અહિંસા રત્ન એવોર્ડ,, અર્પણ કરવામાં આવેલ. મુળ કચ્છ કોઠારાનાં હાલે […]

આધાર કાર્ડ બન્યો આધાર મૂકબધિરનું ઘર શોધવામાં મળી સફળતા

આંધ્રપ્રદેશનાં વિશાખાપટનમ્‌ જિલ્લાનાં નીમલાપાલેમનો ૨૩ વર્ષિય મુકબધિર યુવાન સૂર્ય પ્રકાશ મધ્ય રાત્રિએ અચાનક ભુજ આવી ચડ્યો હતો. રેલ્વે દ્વારા આવેલો આ યુવાન ભુજ રેલ્વે સ્ટેશને ઉતરી ખૂબ જ મુંઝાયો હતો. ધોરણ-૧૨ પાસ તેમજ અંગ્રેજી, હિન્દી લખી-વાંચી શક્તો આ યુવાન રાત્રે એક વાગે ભુજ-ખાવડા માર્ગે એરફોર્સ સ્ટેશન પાસે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં મોબાઇલ વાહનની નજરે ચડતાં પોલીસ સ્ટેશને લાવી તપાસ હાથ ધરી […]

૧૨ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતાં ઘર તરફ પ્રયાણ કર્યું અલ્લાહબાદનો અજ્યસિંઘ ૩૫ વર્ષે ઘરે પહોંચશે

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી ૧૦ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજથી ૨ મળી ૧૨ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની વર્ષો પછી પોતાનાં ઘર તરફ જવા પ્રયાણ કર્યું હતું. અહીંથી તેઓને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત મોકલવામાં આવેલ. ત્યાંથી તેઓને તેમનાં ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ ૧૨ […]

દર્દીઓના બેલી જેઠાલાલભાઇ ઠક્કરને અંજલિ અપાઇ

માનવસેવાના ભેખધારી અને સેવાભાવી, સમાજ સેવક શ્રી જેઠાલાલભાઇ નરશીં ઠક્કરનું અચાનક અવસાન થતાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કચ્છમાં યોજાતા અનેક નિદાન કેમ્પોની માહિતી જરૂરતમંદ દર્દીઓ સુધી પહોંચાડવાનું કાર્ય, નિદાન કેમ્પોમાં સેવા આપવાનું કાર્ય તથા દર્દીઓનાં રાજકોટની સત્ય સાંઇ હોસ્પીટલમાં નિઃશુલ્ક ઓપરેશન કરાવી આપવામાં તેઓ શ્રી અગ્રેસર રહ્યા હતા. કાયમી સાઇકલ ચલાવી દર્દીઓ માટે નિદાન કેમ્પો અંગેની જાણકારી, કેમ્પોનાં પેપ્લેટો ઠેરઠેર […]

“વર્ધમાનનગર મધ્યે સાધર્મિક ભક્તિ કેન્દ્રનો પ્રારંભ કરાયો

પ.પુ.સા. શ્રી કૈવલ્યપ્રિયાશ્રીજી મ.સા. તથા પ.પુ. સા. શ્રી જિનપ્રિયાશ્રીજી મ.સા. ની શુભ પાવન નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન ૪ માસમાં અત્રે રૂભગવંતોનાં દર્શનાર્થે પધારેલા સંઘો અને મહેમાનોની સાધર્મિક ભક્તિ તથા એકાસણા, આયંબીલ અને આયંબીલની ઓળી સહિતના દાતાશ્રી કચ્છ સ્ટોન માઇન્સ એન્ડ મિનરલ્સના શ્રી રાજેન્દ્રસિંહ ભાટી, માતૃશ્રી નવલબેન ભાણજી પાસડ (શેરડી-મુલુંડ) હસ્તે શ્રી મહેન્દ્રભાઇ પાસડ, માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઇ વોરા (જામનગર) હસ્તે શ્રી ચિંતલભાઇ […]