૩૨ વર્ષથી ડોકટર તરીકે ફરજ બજાવતા ડો. ફન્દીદ્રભૂષણ સહાય ઉ.વ. ૬૦ (એમ.બી.બી.એસ.) ની અચાનક માનસિક સ્થિતિ બગડતા જખૌ (અબડાસા) થી ભુજ સુધી પહોંચ્યા હતા. આખી રાત ભુજમાં પગે ચાલીને રખડ્યા પછી પણ કોઇ કયાં આશ્રય મળ્યો નહતો. એમની પાસે ચાર હજાર રૂપિયા ખિસ્સામાં હતા એ પણ રાત્રે કોઇકે સેરવી લીધા. સવાર થતાં જ ખ્યાલ ન […]
Category Archives: પ્રવૃત્તિઓ
માંડવી તાલુકાનાં બાયઠ ગામમાંથી એક માનસિક દિવ્યાંગ યુવાન મળી આવતાં જાગૃત લોકોએ તેને ગઢશીશા પોલીસ સ્ટેશને પહોંચાડ્યો હતો. ગઢશીશા પોલીસે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે પહોંચાડ્યો હતો. મળી આવેલ યુવાને પોતાનું નામ મોહમદ સીધીક બલાઉદીન ઉ.વ. ૪૫ બિહારનાં સહરસા જિલ્લાનાં બરિયાહી ગામનો વતની હોવાનું જણાવતા ત્યાં રહેતા પરિવારજનોને જાણ કરતાં […]
માનવજ્યોત સંસ્થા ભુજને ગાંધીધામ થી કોઇક અજાણી વ્યÂક્તનો ફોન આવેલો કે, ગાંધીધામનાં બાયપાસ એક રોડના પુલીયા ઉપર એક યુવાન મહિલા તેની બાળકી સાથે છેલ્લા સાત દિવસથી બેઠેલી છે. વાસનાં ભૂખ્યાઓનો ભોગ બની રહી છે. ગાંધીધામથી ત્યાર બાદ એજ અજાણી વ્યÂક્તએ કહેલ કે, નાની બાળકીને એક બહેન દત્તક લેવા માગે છે અને મહિલાને તમારી પાસે ભુજ […]
આસો સુદ આઠમ નવરાત્રિ નિમિત્તે ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક મંદિરોમાં ધાર્મિક-કાર્યક્રમો બાદ મહાપ્રસાદ યોજાયો હતો. માનવજ્યોત સંસ્થા ભુજને વધી પડેલો મહાપ્રસાદ લઇ જવા ૨૩ મંદિરો-સમાજવાડીઓમાંથી ફોન આવ્યા હતા. સંસ્થાએ વધી પડેલો પ્રસાદ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતા ૩ હજાર જેટલા ગરીબોએ પણ માતાજીનો મહાપ્રસાદ લીધો હતો અને ખુશી અનુભવી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, […]
ભાદરવાવીદ અમાસનાં દિવસે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વર્ગસ્થ સ્વજનોનાં શ્રાદ્ધ નિમિત્તે સ્વહસ્તે ભોજન કરાવવા ૧૭ પરિવારો આશ્રમ સુધી પહોંચ્યા હતા. પ્રારંભે જમનાદાસભાઇ માંડલે ધુન બોલાવી હતી. પોતાનાં સ્વર્ગસ્થની યાદમાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન, ફરસાણ સાથેનું ભોજન જમાડીએ પુણ્યાત્માઓનાં આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. અને ધન્યતા અનુભવી હતી. અમાસનાં દિવસે […]
માતાનામઢ જતા પદયાત્રિકો માટે દરેક વ્યવસ્થાઓ સાથેનાં કેમ્પોએ પદયાત્રિકોની સુંદર સેવાઓ કરી હતી. વર્ધમાનનગર પાસેનાં થરપારકર લોહાણા યુવક મંડળ ગાંધીધામ તથા રવાપર પાસેનાં મા આશાપુરા મિત્ર મંડળ નવીનાળ કેમ્પનાં સંચાલકોએ વધી પડેલો મિષ્ટાન, ફરસાણ, રાશન, મસાલા, તેલ, લોટ તથા અન્ય સામગ્રી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં રોજિંદા ભોજન માટે […]
ઇન્ટરેકટ કલબ ઓફ શેઠ વી.ડી. હાઇસ્કુલ ભુજ સ્પોન્સર રોટરી કલબ ઓફ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતીધામ વિદ્યા મંદિરનાં બાળશ્રમયોગીઓને અલ્પાહાર,ચોકલેકટ, બિસ્કીટ સાથે લંચ બોક્ષ અને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ. પ્રારંભે સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરે બાળશ્રમયોગી શાળા વિષે માહિતી આપી હતી. ઉર્મિલભાઇ હાથી, પરાગભાઇ ઠક્કર, જયશ્રીબેન ગોર તથા કલબનાં આસુતોષ શાહ, આદિત્ય સુથાર, […]
બિહાર રાજ્યનાં જમુ જિલ્લાનાં ડુમરી તાલુકાનાં રાજપુર ગામનો યુવાન મોરારી મંડલ ૧૦ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે અને પરિવારજનો સાથે ફેરમિલન થયું છે. આ યુવાનની પરિવારજનો સતત શોધ ચલાવી રહ્યા હતા. પણ કયાં પણ તેનો અતો પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં પ્રારંભે સિનિયર […]
દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણને બચાવવા સંકલ્પ કર્યો છે. ત્યારે આપણે સૌ આ દિશામાં જાગૃત બનીએ. સમગ્ર કચ્છમાં પ્લાસ્ટીક થેલી-ઝબલાનું દુષણ દૂર કરવા અનેક સંસ્થાઓ સક્રિય બની કાર્ય કરી રહી છે. પણ જ્યાં સુધી ઉત્પાદન બંધ નથાય ત્યાં સુધી દુષણ દૂર થવું કઠીન છે. પ્લાસ્ટીકનાં થેલીઓ અને ઝબલાનું જ્યાંં […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને સ્વ હસ્તે ભોજન જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન […]






