Category Archives: પ્રવૃત્તિઓ

સેવા ધર્મ કઠીનમાં કઠીન છે હું આજે અહીં આવી રાજી થયો છું – પૂ. મોરારીબાપુ

કચ્છ પધારેલા પ્રખર રામાયણી સંત શ્રી પ.પૂ. મોરારીબાપુએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પાવન પગલા પાડી માનસિક દિવ્યાંગોનાં ખબર-અંતર પૂછી રાજીપો વ્યક્ત કર્યો હતો. પૂજ્ય શ્રીએ જણાવ્યું હતું કે, આશ્રમનાં પ્રારંભે આવી શકયો નથી. પણ આજે આવીને રાજી થયો છું. આપ બધા આટલી સુંદર પ્રવૃત્તિ કરો છો જેની મને ખુશી છે. […]

અઢી વર્ષમાં ૨૭૫ માનસિક દિવ્યાંગો પોતાનાં ઘર સુધી પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી માત્ર અઢી વર્ષનાં ગાળામાં એકલા-અટુલા નિરાધાર અને કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા- પાથર્યા રહેતા ૨૭૫ માનસિક દિવ્યાંગોને સારવાર આપી, તેમનું ઘર શોધી આપી પરિવારજનો સાથે ફેર મિલન કરાવવામાં આવતાં પરિવારજનોએ અનેક ઘણી ખુશી વ્યક્ત કરી હતી. આસામ-નાગાલેન્ડ,તામિલનાડુ,આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ સહિતનાં દરેક રાજ્યોમાં માનવજ્યોત […]

સંસ્થા દ્વારા ૭ બિનવારસુ લાસોની અંતિમક્રિયા કરાઇ

માનવજ્યોત સંસ્તા ભુજ દ્વારા ૭ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ગાંધીધામનો અજાણ્યો ભીક્ષુક ઉ.વ. ૭૦, ભુજ અજાણ્યો પુરૂષ ઉ.વ. ૮૦, ભુજ જુના એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલ અજાણ્યો ૩૯ વર્ષિય યુવાન, ટ્રાવેલ્સ બસમાંથી મળેલ ૨૨ વર્ષિય યુવાન, જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ અજાણ્યો પુરૂષ ઉ.વ. ૫૦ અને ઉ.વ. ૬૦ મળી ૭ બિનવારસ લાસો ઓળખવિધિ માટે […]

“એ,, ડિવિઝન પી.આઇ. શ્રીએ માનવજ્યોત સંસ્થાની મુલાકાત લીધી

ભુજ શહેર “એ,, ડિવિઝન પી.આઇ. શ્રી એમ.આર. બારોટ સાહેબે કચ્છની માનવજ્યોત સંસ્થાની મુલાકાત લઇ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી. સંસ્થાનાં પ્રમુખ શ્રી પ્રબોધ મુનવર, મંત્રી શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ આવકાર આપ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા પ્રવૃત્તિઓમાં કેવો સહકાર મળે છે, પોલીસ તંત્ર દ્વારા થતી કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે માનવજ્યોત સંસ્થાની […]

૧૦૦ પરિવારોનાં ઝુંપડા તાલપત્રીથી ઢાંકી ઠંડી સામે રક્ષણ અપાયું ૧૦૦ રાશનકીટ વિતરણ કરાઇ

“માનવસેવા મિત્ર સર્કલ,, દ્વારા વિવિધ મિત્ર વર્તુળનાં સહયોગથી અને માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં ઝુંપડામાં રહેતા ૧૦૦ ગરીબ પરિવારોને તાલપત્રી તથા રાશનકીટ અર્પણ કરાઇ હતી. શિયાળાની ઠંડીમાં બાળકો અને આખા પરિવારને ઠંડી સામે રક્ષણ મળે એવા હેતુ સાથે ઝુંપડાને ઉપરથી ઢાંકવા માટે ૧૦૦ પરિવારોને તાલપત્રી તથા દરેકને પાંચ કિલો ઘંઉ […]

૧૦ વિધવા મહિલાઓને સિલાઇ મશીન તથા રાશનકીટ અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી અમૃતબેન ગોવિંદભાઇ ભુડિયા નારાણપરનાં સહયોગથી ૧૦ વિધવા મહિલાઓને સિવણ મશીન તથા ૨૧ વસ્તુઓ સાથેની રાશન કીટ અર્પણ કરવાનો કાર્યક્રમ માનવજ્યોત કાર્યાલય ભુજ મધ્યે યોજાયો હતો. પ્રારંભે સંસ્થાના મંત્રી શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ આવકાર આપ્યો હતો. શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા તથા નિતીનભાઇ ઠક્કરે પ્રસંગ પરિચય આપ્યો હતો. માનવજ્યોત […]

કથાકાર શાસ્ત્રીજીએ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું

શક્તિધામ ભુજ મધ્યે કથા દરમ્યાન ભાગવત આચાર્ય (કથાકાર) પ.પૂ. શ્રી ભીમસેન શા†ીજી મહારાજે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમની મુલાકાત લઇ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી. અને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સંસ્થાનાં પ્રમુખ શ્રી પ્રબોધ મુનવર, ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા, ગુલામ મોતાએ તેમનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.

૮ વર્ષ ગાંધીધામમાં વિતાવનાર રાજકુમાર આખરે ઘરે પહોંચ્યો પતિ-પત્નીનું ૧૮ વર્ષે થયું મિલન

મધ્યપ્રદેશનાં નરશીંગઢનો રાજકુમાર તંતીલાલ ચોરસીયા ઉ.વ. ૪૨ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ એની કોઇ ખબર નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા. દિશાભ્રમનાં કારણે તે રખડતો ભટકતો રહ્યો હતો. ૧૦ વર્ષ પછી અચાનક તે ગાંધીધામ પહોંચ્યો હતો. ચંદન હોટલ પાછળ આવેલા સ્વામિ લીલાશા ટ્રાન્સપોર્ટ પાસેની જગ્યામાં તે સૂતો રહેતો કોઇની સાથે કાંઇ […]

૧૮ વર્ષિય યુવાનનું દોઢ વર્ષે પરિવારજનો સાથે થયું મિલન

પશ્ચિમ બંગાળનાં માલદા જિલ્લાનાં ભોજપુર ગામનો યુવાન મોતી અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. કયાં પણ તેનાં ખબર નમળતાં પરિવારજનો નિરાશ થયા. હતા. આખરે તે રખડતો-ભટક્તો અને દિશા ભ્રમનાં કારણે ટ્રેન મારફતે ભુજ સુધી આવી પહોંચ્યો હતો. અને પગે ચાલી ખાવડા સુધી પહોંચ્યો હતો. ખાવડા પોલીસે તેની પૂછપરછ કરતા પોતાનું નામ મોતી […]

બિદડામાં વધી પડેલી રસોઇમાંથી ભુજમાં ૧ હજાર ગરીબો ભરપેટ જમ્યા

માંડવી તાલુકાનાં બિદડા ગામે માતુશ્રી મુક્તાબેન મણિલાલ માવજી ફુરિયા (પટેલ પરિવાર) દ્વારા ગામમાં ધુવા બંધ જમણનું આયોજન કરાયું હતું. વધી પડેલી ગરમાગરમ રસોઇ વાહન દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને મોકલવામાં આવી હતી. સંસ્થાએ ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા અને ઝુંપડીપટ્ટીઓમાં રહેતા ૧ હજાર ગરીબો તથા શ્રમજીવીકોને આ રસોઇ વિતરણ કરતા મગદાળનો શુદ્ધ દેશી ઘીનો શીરો, ખમણ, દાળ-ભાત, […]