Category Archives: પ્રવૃત્તિઓ

કચ્છમાં ૮૦ સાર્ધમિક પરિવારોને રાશન સામગ્રી અર્પણ કરાઇ

શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ-મુંબઇ દ્વારા દાતાશ્રી શ્રીમતિ ભારતીબેન ભાગચંદ દામજી જૈન ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇનાં સહયોગથી ગ્રુપ અધ્યક્ષ જયેશ જૈન, ઉપાધ્યક્ષ ગોવિંદજી પટેલ તથા ઉપાધ્યક્ષ પ્રવિણ લોડાયાના માર્ગદર્શન હેઠળ કચ્છમાં અબડાસા,ગાંધીધામ, મુન્દ્રા, માંડવી વિસ્તારોમાં રહેતા સમાજનાં ૮૦ સાર્ધમિક પરિવારોને ૨૧ વસ્તુઓ સાથેની રાશન સામગ્રી ઘરો ઘર જઇ હાથો હાથ અર્પણ કરવામાં આવેલ. દરેક જિનાલયોમાં ઉપકરણોની […]

સાંસદશ્રીએ સ્વહસ્તે માનસિક દિવ્યાંગોને ગરમ વસ્ત્રો પહેરાવ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને ગરમ વસ્ત્રો સ્વહસ્તે પહેરાવી કચ્છ અને મોરબી વિસ્તારનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ તેમને ઠંડી સામે રક્ષણ અપાવ્યું હતું. આશ્રમની મુલાકાતે આવેલા સાંસદશ્રી ને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રમેશભાઇ માહેશ્વરીએ આવકાર આપ્યો હતો. સાંસદશ્રીએ સંસ્થાની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. […]

મકરસક્રાંતિ પર્વે વિવિધ સેવા કાર્યો હાથ ધરાશે

મકરસક્રાંતિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા શ્રી સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ શ્રી રામદેવ સેવાશ્રમના માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસવામાં આવશે. એકલા અટુલા- નિરાધાર વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવશે. ઝુંપડાઓમાં જઇ ગરીબોને ભોજન અપાશે. રંક બાળકોને તથા બાળશ્રમયોગીઓને ભોજન જમાડાશે. પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, ગાયોને […]

શ્રી વર્ધમાન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ પરેલ મુંબઇ દ્વારા કચ્છમાં એક હજાર ધાબડા વિતરણ કાર્ય શરૂ કરાયું

સમગ્ર કચ્છમાં જયારે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. લોકો ઠંડીથી થરથરી રહ્યા છે. ત્યારે માર્ગોમાં પડ્યા- પાથર્યા રહેતા લોકો, ખુલ્લામાં સૂતા લોકો, તથા ભૂંગા અને ઝુંપડાઓમાં પોતાનાં બાળકો સાથે રહેતા શ્રમજીવીક પરિવારોની વહારે મુંબઇની શ્રી વર્ધમાન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ પરેલ સંસ્થા આવી છે. આ સંસ્થા દ્વારા ગરમ ધાબડા વિતરણ કાર્યનો પ્રારંભ માતાનામઢ, નારાયણસરોવર, […]

સહિયર મહિલા મંડળે નવા વર્ષની અનોખી ઉજવણી કરી

વર્ધમાનનગર-કચ્છનાં સહિયર મહિલા મંડળે નવા વર્ષે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને અલ્પાહાર કરાવી પુન્યનું કાર્ય કરી નવા વર્ષની અનોખી ઉજવણી કરી હતી. આ કાર્યમાં મંડળનાં ૬૦ બહેનો સાથે જાડાયા હતા. વર્ધમાનનગરનાં સરપંચ શ્રી જ્યોતિબેન વિકમશી, કલ્પનાબેન ઝવેરી, સહિયર મહિલા મંડળના પ્રમુખ ભારતીબેન શાહ, પનાબેન શાહ, કલ્પાનાબેન દેસાઇ, લક્ષાબેન, સંગીતાબેન સંઘવી, […]

ગરીબોનાં ઝુંપડે ૩૫૦ ધાબડા વિતરણ કરાયા

દાતાશ્રી આકાશ ગણેશ પટેલ તથા તુલસી ફેશન મોલ દ્વારા શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ગરીબોનાં ઝુંપડે જઇ ૨૫૦ ગરમ ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આકાશ પટેલ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હોટેલ સહારા પેલેસ દ્વારા મોહમદહયાત ચાકીનાં સહયોગથી ૫૦ ધાબડા જરૂરતમંદોને માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શન હેઠળ વિતરણ કરાયા હતા. […]

કોઠારામાંથી મળેલ માનસિક દિવ્યાંગ ૨૫ વર્ષે ઘરે પહોંચ્યો પુત્રે પ્રથમ વખત પિતાને જાયા. પિતાની ગેરહાજરીમાં પુત્રી-પુત્રનાં લગ્ન પણ થઇ ગયા

અબડાસા તાલુકાનાં કોઠારા ગામનાં હાઇવે માર્ગ ઉપર છેલ્લા દોઢ વર્ષથી રખડતો ભટકતો જાવા મળતો ઉત્તરપ્રદેશનાં બનારસનો ૬૦ વર્ષિય વિજય ચુનીલાલલ યાદવ આખરે ૨૫ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચતા પરિવારજનોમાં ખુશી છવાઇ છે. જ્લિાલ કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ દોઢ મહિનાં પહેલાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેને કોઠારા […]

ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં કાપડની થેલીઓ વિતરણ કરાઇ પ્લાસ્ટીક ઝબલા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ અને વિસ્તારમાં પ્લાસ્ટીક થેલી અને ઝબલા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવાઇ હતી. જુની-નવી શાકમાર્કેટ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મેઇન બજારમાં જતા આવતા લોકોનાં હાથમાંથી પ્લાસ્ટીકનાં થેલી-ઝબલા લઇ કાપડની થેલીઓ અપાઇ હતી. વધતા જતા પ્રદુષણ અને પ્લાસ્ટીકનાં કચરાથી મુક્ત થવા અને ગૌમાતા તથા અન્ય પશુધનને બચાવવા પ્લાસ્ટીકનો ઉપયોગ […]

ભૂંગા અને ઝુંપડાઓમાં રહેતા ગરીબ પરિવારોને ધાબડા વિતરણ કરી, ઠંડી સામે રક્ષણ અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા દાતાશ્રીઓનાં સહયોગથી ભુજ અને ભુજ વિસ્તારમાં ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા ૪૦૦ પરિવારોને ગરમ ધાબડા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ આપવામાં આવ્યું છે. દાતાશ્રી વીપીનભાઇ મોહનલાલ મહેતા વર્ધમાનનગર, રમાબેન શિરીષભાઇ મહેતા અમેરિકા, રશ્મીબેન અનીલભાઇ મહેતા વર્ધમાનનગર, દોશી કોટેજ ભુજ, દેવજીભાઇ ખીમજી ભુડિયા, એડવોકેટ ભુમિત ગોસ્વામી, વિશ્રામભાઇ […]

રાજ્યકક્ષાનો દિવ્યાંગ પારિતોષિક અર્પણ કરાયો

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગની ગુજરાત રાજ્ય પસંદગી સમિતિ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને રોજગાર અપાવવા તથા દિવ્યાંગ વ્યક્તિઓ માટે કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને રાજ્યકક્ષાનો “દિવ્યાંગ પારિતોષિક,અર્પણ કરાયો હતો. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા એસ.પી. શ્રી સૌરવ તૌલંબીયાનાં વરદ્‌ હસ્તે આ એવોર્ડ અર્પણ કરાયો હતો. આ પ્રસંગે ભુજ શહેર નગર […]