કોરોના વાયરસનાં કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં સરકારી ગાઈડલાઈન્સને અનુસરીને, ખોટા ખર્ચાથી બચી, ખર્ચમાં કરકસર કરી, અનેક પરિવારો આજની કાળઝાળ મોંઘવારીમાં જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવા આગળ આવ્યા છે. જન્મદિવસની સાદગીભરી ઉજવણી સાથે બીજાને મદદરૂપ બનવાની અંતરની ભાવનાંઓ પ્રગટ થઇ છે. કેનવી શૈલેષ શાહ, લીનાબેન નરેશભાઈ સતરા, રાજુલ ગીરીશભાઈ છેડા, ધીરેનભાઈ લક્ષ્મીકાંત શાહ, તરંગ વિશાલ લાલકા, પ્રકાશભાઈ […]
Category Archives: પ્રવૃત્તિઓ
કોરોના વાયરસ મહામારી સંકટનાં કારણે અનેક પરિવારોએ બારસ અને શ્રાદ્ધની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરિવારનાં સ્વજનનાં મૃત્યુ પછીનાં બારમાં દિવસે બારસ કે અત્યારે ચાલી રહેલા શ્રાદ્ધ પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી પુન્યની કમાઈ કરી હતી. ભૂખ્યાને ભોજન પહોંચાડી અત્યારની પરિસ્થિતિમાં જરૂરતમંદોને મદદરૂપ […]
ભુજ શહેરનાં શિવકૃપાનગર વિસ્તારમાં રહેતા ૭૩ વર્ષિય જયેન્દ્રાબેન લક્ષ્મીકાંત પંડયા તથા મણીબેન કરશન પટેલે એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠાટીફીન દ્વારા ભોજન પહોંચાડવા તૈયાર રસોઈ પોતાનાં ઘરે બનાવી આ વૃદ્ધ વડીલોને પહોંચતી કરવા માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં સંસ્થાએ સુંદર સ્વાદિષ્ટ રસોઈ સાથેનું ટીફીન ભરી ભોજન વૃદ્ધ વડીલોને પહોંચાડતા વડીલ વૃદ્ધોએ ખુશી વ્યક્ત કરી હતી. ૭૨ વર્ષિય […]
જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલી ભુજ દ્વારા ઉપયોગી દવાઓ એકઠી કરી માનવજ્યોત સંસ્થા ભુજને અપાઈ હતી. સંસ્થા આ દવાઓ ડોકટરશ્રીની ચિઠ્ઠી મુજબ જરૂરતમંદ દર્દીઓને નિ:શુલ્કપહોંચાડશે. જાયન્ટ્સ સાહેલીનાં પ્રમુખ તરૂણાબેન અમૃતિયા, નીરૂબેન કેશરાણી, અલ્પાબેન પટેલ, યુનિટ ડાયરેકટર મીનાબેન વાઘમશીનાં વરદ હસ્તે ડો. જે.પી. કેશરાણીની ઉપસ્થિતિમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા કનૈયાલાલ અબોટીને અર્પણ કરાતાં માનવજ્યોત સંસ્થાએ જાયન્ટ્સ ગ્રુપ […]
પુણ્યાત્માઓનાં આત્મશ્રેયાર્થે શ્રાદ્ધ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મળે પધારતા સ્વર્ગસ્થોનાં પરિવારજનોનાં વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ કાર્ય પૂર્ણ કરાવી માનસિક દિવ્યાંગોને એમનાં પરિવારજનોનાં સ્વહસ્તે ભોજન કરાવાયા છે. શાસ્ત્રોક્તવિધિ વિધાન મારાજશ્રી દિપકભાઈ જોષી કરાવી રહ્યા છે. માનવજ્યોત સંસ્થાએ આશ્રમમળે સુંદર વ્યવસ્થા ગોઠવી છે. જુદા-જુદા પરિવારો પોતાનાં સ્વજનો નો શ્રાદ્ધ મનાવવા અહીં પહોંચે છે. […]
કોટીવૃક્ષ અભિયાન બીદડા-કચ્છનાં શ્રી એલ.ડી. શાહનાં માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકામાં મોટાપાયે વૃક્ષારોપણનું કાર્ય થયેલ. સરકારી વહીવટી તંત્ર, સંસ્થાઓ, શાળા-કોલેજો, વિવિધ મંડળો, દરેક ગામવાસીઓ, પંચાયતો દ્વારા ઠેર-ઠેર વૃક્ષારોપણ કરાયું. પરિણામે માંડવી સમગ્ર તાલુકામાં શ્રીકાર વરસાદ થતાં સમગ્ર માંડવી તાલુકો લીલોછમ અને હરિયાળું બન્યું છે. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી છે. તો પશુધન માટે સુખનાં દિવસો આવ્યા […]
માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ મધ્યે શ્રાદ્ધ નિમિત્તે પુણ્યાત્માઓનાં આત્મશ્રેયાર્થ માનસિક દિવ્યાંગોને વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભોજન કરાવાયું હતું . વીસ શ્રાદ્ધના વીસે દિવસ માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન , એકલા – અટુલા – નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન , રંક બાળકોને ભોજન , ભૂખ્યાને ભોજન , ગાયોને ઘાસચારો […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં આવેલા ઝુંપડા-મૂંગાઓમાં રહેતા જરૂરતમંદ લોકોને વસ્ત્રો વિતરણ કરાયા હતા. ભુજની ચારે દિશાઓમાં આ વિતરણ કાર્યથી ગરીબોએ ખુશી વ્યક્ત કરી હતી. ભુજ અને ભુજ વિસ્તારમાંથી લોકો પુષ્કળ પ્રમાણમાં જૂનાં કપડા માનવજ્યોત સંસ્થા સુધી પહોંચાડે છે. સંસ્થા આ વસ્ત્રો જરૂરતમંદોને હાથો હાથ પહોંચતા કરે છે. લાંબા સમયથી ચાલતી આ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવસેવાશ્રમપાલારા કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઈ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઈ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. સંસ્થા દ્વારા […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ગોયલ ધરમપાલ રાધુ ભલોટ તથા ડાહ્યાલાલ માવજી ધારૂ માનકુવાનાં સહયોગથી વરસાદ વચ્ચે ઝુંપડાઓ અને ભૂંગાઓમાં રહેતા ૪૦૦ જરૂરતમંદ લોકોને લાડુ તથા ખારીભાત સાથેનું ભોજન પીરસાયું હતું. જેમના ઝુંપડાઓમાં વરસાદી પાણી હતું, ભૂંગા ઉપરની તાલપત્રી કે પ્લાસ્ટી કાગળ ફાટી ગયા હતા, વરસાદી પાણી ઘરોમાં આવતું હતું, ચૂલો કે સગડી પ્રગટી શકે […]










