માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના સંકટમાં ૧૫ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું–સાવકું ન મળતા, પોલીસ રિપોર્ટ અને મૃત્યુ પ્રમાણપત્ર માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, રસીક જોગી, વિક્રમ સથવારાએ શાસ્ત્રોક્તવિધિ સાથે તેઓની અંતિમક્રિયા કરી હતી. માનવતાના આ કાર્યમાં રોટરી ફલેમિંગો […]
Category Archives: પ્રવૃત્તિઓ
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ભુજ શહેરનાં જેષ્ઠાનગર, ડી.પી. ચોક વિસ્તારમાં જરૂરતમંદ મહિલાઓને ઠંડા પાણી માટે માટીનાં માટલા વિતરણ કરાયા હતા. વિતરણ વ્યવસ્થા અનીતાબેન ઠાકુરે સંભાળી હતી.
કોરોના વાયરસ સંકટમાં જરૂરતમંદ લોકો વચ્ચે રહી, લોકોને મદદરૂપ થવા તથા ભૂખ્યાને ભોજન પહોંચાડનાર માનવજ્યોત સંસ્થા ભુજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી રાષ્ટ્રીય સેવા ભારતી ન્યુ દિલ્હી દ્વારા એક પ્રમાણપત્ર અર્પણ કરી સંસ્થાને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. કોરોના વાયરસથી પેદા થયેલી પરિસ્થિતિમાં શરૂઆતથી અત્યાર સુધી જરૂરતમંદ લોકોની વિવિધ પ્રકારે સેવાઓ કરી સંસ્થાએ સેવાની જ્યોત સતત જલતી રાખી […]
મહારાષ્ટ્રનાં ખામગામ શહેરનો યુવાન જગદીશ બજરંગ પરદેશી ઉ.વ. ૩૪ છેલ્લા ૩ વર્ષથી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેનો કઈ અતોપતો ન મળતાં પરિવારજનો ખૂબ દુઃખી થયા હતા. ઘરે પત્ની તથા એક બાળક તેની રાહ જોઇ થાક્યા હતા. ૭ મહિના પહેલાં તે માનવજ્યોત સંસ્થાને માંડવી શહેરમાંથી મળ્યો હતો. માનવજ્યોત સંસ્થાએ તેને સારી સારવાર આપતાં […]
ભુજ તાલુકાનાં બળદીયા ગામનાં ર૩વર્ષિય યુવાન શંકર જેન્તીલાલ મકવાણાએ પોતાને સર્વિસ મળતાં પ્રથમ પગાર રૂા.૧૦ હજાર માનવજ્યોત સંસ્થાને સેવાકાર્ય માટે અર્પણ કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની વિવિધ માનવસેવા અને જીવદયાના પ્રવૃત્તિઓથી પ્રેરાઈ પોતાને નોકરી મળતાં જ પ્રથમ પગાર માનવજ્યોતને અર્પણ કર્યો હતો. સંસ્થાનાં શ્રીપ્રબોધ મુનવર તથા […]
ભુજ નજીક આવેલા માધાપર નવાવાસના ઉપસરપંચ શ્રી અરજણભાઈ ભુડિયાએ પોતાનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન કરાવી જન્મદિનની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. તેમણે માનવજ્યોત સંસ્થા ભુજને જન્મદિન નિમિત્તે રૂા. ૨૧ હજારનું અનુદાન આપ્યું હતું. સંસ્થા સંચાલિત આશ્રમની મુલાકાત લઈ માનસિક દિવ્યાંગોની થઈ […]
વિકસતા માધાપર ગામનાં કેસરબાગ રોડનાં ઓધવ આલાપ સોસાયટી મધ્યે સ્વ.યશ મુકેશભાઈ જોષીની પુણ્ય સ્મૃતિમાં મીનાક્ષીબેન મુકેશભાઈ જોષી પરિવાર દ્વારા નિર્માણ પામેલ પક્ષીઓ માટેનાં ચબૂતરા તથા ગાયો માટેનાં પાણી પીવાનાં અવાડાનું ઉદ્ઘાટન દાતા પરિવાર દ્વારા માનવજ્યોતના પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા દ્વારા કાર્યને બિરદાવવામાં આવેલ. શાસ્ત્રોક્ત વિધિ વિનાયકભાઈ આચાર્યએ કરાવી હતી. સ્વ.યશ […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અધિક માસ (પુરૂષોત્તમ માસ) નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરાશે. અધિક માસ દરમ્યાન રસ્તે રઝડતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોનાં આશ્રય સ્થાન શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગોને વિવિધ પરિવારો દ્વારા ભોજન કરાવાશે. માનસિક દિવ્યાંગોને ભોજન, એકલા-અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓને […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કરની ૧૧મી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તેમની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી અંજલિ આપવામાં આવી હતી. અને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું હતું. શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ માટે અઢી એકર જમીન એમણે માનવજ્યોત સંસ્થા ભુજને અર્પણ કરી હતી. જ્યાં આજે કચ્છમાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે જુદા-જુદા પરિવારો શ્રાદ્ધની અનોખી ઉજવણી કરી રહ્યા છે. આશ્રમ સ્થળે દરેક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તિર્થ ગોર અને જાણીતા ગોરમારાજદિપકભાઈ જોષી અહીં શ્રાદ્ધ ઉજવવા આવતા દરેક પરિવારોને શાસ્ત્રોક્તવિધિવિધાન કરાવે છે. સ્વ. રૂક્ષ્મણીબેન જટાશંકર સોની, સ્વ. વનીતાબેન કિશોરચંદ્ર સોની, સ્વ. દિનેશભાઈ નાનજી કતીરા, સ્વ. […]






