હરિયાણાનાં ફતેહબાદ વિસ્તારનો યુવાન વિક્રમ રાકેશ ઉ.વ. 23 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. સતત 3 વર્ષ સુધી તે જુદા-જુદા રાજ્યોનાં શહેરો-ગામડાઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો. આખરે તે રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. ભુજ રેલ્વે સ્ટેશન બહારથી માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ […]
Category Archives: પ્રવૃત્તિઓ
રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ સખી મહિલા મંડળ મીરજાપરનાં બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ આશ્રમે પહોંચી જઇ સંસ્થાનાં માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબંધન કરી ભાઇ-બહેનોનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી. આશ્રમનાં માનસિક દિવ્યાંગોને એમની બહેનોની યાદ તાજી થઇ હતી. આશ્રમનાં માનસિક દિવ્યાંગોએ ગીત-સંગીતની રમઝટ જમાવી હતી. હંસાબેન વેકરીયા, રાધાબેન શિયાણી, […]
શ્રી કચ્છી દશા શ્રીમાળી જૈન મહિલા મંડળ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબંધન કરી તેઓ જલ્દી સ્વસ્થ બની પોતાનાં ઘર સુધી પહોંચે, પરિવારજનો સાથે તેઓનું ફેર મિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી કચ્છી દશા શ્રીમાળી જૈન મહિલા મંડળ ભુજનાં પ્રમુખ કોકિલાબેન મહેતા, ઉપપ્રમુખ રક્ષાબેન કોઠારી, મંત્રી […]
પરિવારજનો સાથે થયું ફેર મિલન ભુજની માનવજ્યોત સંસ્થા વર્ષોથી ઘરથી વિખુટા પડી ગયેલા માનસિક દિવ્યાંગોનાં રાજ્ય, શહેર, ગામ પરિવાર શોધી આપી તેમનો પરિવારજનો સાથે ફેરમિલન કરાવવાનું કાર્ય કરે છે. જેનાં થકી અત્યાર સુધીમાં 2350 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો પોતાનાં પરિવાર સુધી પહોંચ્યા છે. અને પરિવારજનોએ તેમને હોંશે હોંશે વધાવ્યા છે. ગુજરાતની વિવિધ શહેરોની માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો, […]
ભુજપુર વડીવાડી તાલુકો મુન્દ્રાનાં ગઢવી સવરાજ લખમણ શાખરા ચાર સંસ્થાઓનાં અન્નક્ષેત્રના પૂરક દાતાશ્રી બન્યા હતા. તેઓશ્રીએ માનવજ્યોત સંસ્થા ભુજ, શ્રી રામરોટી કેન્દ્ર ભુજ, નારાયણસરોવર અન્નક્ષેત્ર નારાયણ સરોવર તથા ધ્રબુડી તીર્થ અન્નક્ષેત્ર આમ ચારે સંસ્થાઓને અનુદાન આપી અન્નપૂરક દાતા બન્યા હતા. ચારે સંસ્થાઓના સંચાલકો તથા ટ્રસ્ટીગણોએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.
મધ્યપ્રદેશનાં નરસીંગપુર વિસ્તારનો યુવાન રામગોપાલ ઉ.વ. 35 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. આખરે તે રખડતો-ભટક્તો ગુજરાતનાં આણંદનાં માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકો સકીલભાઇ અને સમીરભાઇ તથા સર્વે સ્ટાફે તેની સારી સારવાર કરાવી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આણંદ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ લઇ આવ્યા. […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ પાંચ જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. પાંચ બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું ન મળતા પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રસીક જોગી, વિક્રમ રાઠી, હિતેશ ગોસ્વામી, રફીક બાવાએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી. લાકડીયા, જસાપર, ગાંધીધામ, […]
પશ્ર્ચિમ બંગાળની રહેવાસી યુવાન મહિલા ઉ.વ. 37 મોરબીથી ગુમ થઇ હતી. અચાનક તે ટ્રેન મારફતે ભુજ રેલ્વે સ્ટેશને પહોંચી હતી. મહિલા હેલ્પલાઇન 181 ને જાણ થતાં તેને રેલ્વે સ્ટેશનથી લઇ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે મૂકવામાં આવેલ. આ યુવતીનાં મા-બાપ પશ્ર્ચિમ બંગાળમાં રહે છે. યુવતીના લગ્ન દીલ્હીનાં ઇર્શાદ સાથે થયા હતા. […]
રિજનલ સાયન્સ સેન્ટર અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્લાસ્ટીક બેગ મુક્ત દિવસ નિમિત્તે રિજનલ સાયન્સ સેન્ટર મધ્યે ભાઇ-બહેનોને કાપડની થેલીઓ અર્પણ કરી પ્લાસ્ટીક બેગોનો બહિષ્કાર કરવા સમજ પૂરી પાડવામાં આવેલ. પ્લાસ્ટીક થેલીઓના વપરાશથી થતા નુકશાન અંગે સમજ પૂરી પાડવામાં આવેલ. રિજનલ સાયન્સ સેન્ટર ભુજ પ્રોજેકટ ડાયરેકટર ડો. સુમિત વ્યાસ, ફેસીલીટી મેનેજર આરતીબેન આર્ય સાયન્સ કોમ્યુનિકેટર […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ યોગા કર્યા હતા. સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ માનસિક દિવ્યાંગોને યોગા કરાવ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી સહિત સર્વે કાર્યકરોની ટીમ વિશ્વ યોગા દિવસની ઉજવણીમાં જોડાઈ હતી









