Category Archives: પ્રવૃત્તિઓ

મહાશિવરાત્રી રથ યત્રામાં માનસિક દિવ્યાંગોનાં રયે આકર્ષણ જમાવ્યું

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભુજ પારેશ્વર ચોકથી શરૂ થયેલ શોભાયાત્રામાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં રથે ભારે આકર્ષણ જમાવ્યું હતું. કેસરીયા રંગના ડ્રેસમાં સજ્જ માનસિક દિવ્યાંગોએ રવાડીમાં ૨થમાં કેશરી ઝંડા સાથે ભગવાન શ્રી શંકર શંભુ ભોલેનાથની જયજયકાર બોલાવી હતી. શોભાયાત્રા માર્ગે લોકો માનસિક દિવ્યાંગોનું રથ જોવા થોભી ગયા હતા અને મોબાઇલથી […]

બિહારનો ગુમ યુવાન ૧૨ વર્ષે મળ્યો પરિવારમાં ખુશી છવાઇ

બિહાર રાજ્યનાં બેગુસરાપ વિસ્તારનાં તઘડા ગામનો યુવાન અરમાન ખલીલ ઉ.વ. ૨૦ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તેનો કોઇ અતો-પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. ભારતનાં વિવિધ રાજ્યોમાંથી રખડતો ભટકતો આખરે તે મોરબીનાં યદુનંદન આશ્રમે પહોંચ્યો હતો. સંસ્થાનાં સંચાલકોએ તેની સારી સારવાર સાથે સેવા કરી હતી. પણ તેનું ઘર શોધવાનું […]

સેવાનો વ્યાપ વધારવા માનવજ્યોત કટિબદ્ધ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સર્વે કાર્યકરોની એક બેઠક સેવાશ્રમનાં મુખ્ય દાતાશ્રી મહેન્દ્રભાઇ સંગોઇનાં અધ્યક્ષ પદે યોજાઇ હતી. સંસ્થાના પ્રમુખ શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. સમગ્ર ભુજ અને ભુજ વિસ્તાર તથા કચ્છભરમાં સંસ્થા દ્વારા ૪૯ પ્રવૃત્તિઓ ચાલે છે. પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા અને પ્રવૃત્તિઓ જરૂરતમંદોને ખૂબ જ ઉપયોગી બની […]

ઓરિસ્સાનો ગુમ યુવાન ૨૦ વર્ષે ઘરે પહોંચ્યો વર્ષો પછી પરિવાર સાથે થયું ફેર મિલન

ઓરિસ્સા રાજ્યનાં મયુરભંજ જીલ્લાનો યુવાન ચેતન ઉ.વ. ૨૩ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાતી હતી. તે દેશનાં જુદા-જુદા રાજ્યોનાં અનેક શહેરો- ગામડાઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો. છ મહિનાં પહેલાં તે કચ્છનાં રવાપર ગામ સુધી પહોંચ્યો હતો અને બસ સ્ટેશન તથા તળાવ કિનારાને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું હતું. રવાપરનાં બસ સ્ટેશન વિસ્તારને સાફ-સફાઇ દ્વારા ચકચક્તિ રાખતો. […]

રીજેન્ટા રીસોર્ટ ભુજની અનોખી પહેલ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું

રીજેન્ટા રીસોર્ટ ભુજ દ્વારા ૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિન તથ્ય ભુકંપની વરસી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને હોટેલનું તાજું ખાણું પીરસવામાં આવેલ. દિવ્યાંગોને સંચાલકોએ સ્વહસ્તે ભોજન કરાવેલ. હોટેલનું ભોજન જમી માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. આ અનોખી પહેલને માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે બિરદાવી હતી. હોટેલનાં જનરલ મેનેજર પપુ ભારથી, […]

મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગણતંત્રદિન અને ભુકંપની વરસીએ માનસિક દિવ્યાંગો તથા વૃદ્ધોને ગરમ સાલ વિતરણ કરાઇ

ભારત દેશનો ૭૪ મો ગણતંત્ર દિવસ તથા કચ્છના વિનાશકારી ભૂકંપની ૨૨ મી વરસી નિમિત્તે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ૪૨ માનસિક દિવ્યાંગો તથા એકલા-અટુલા નિરાધાર ૧૦૩ વૃદ્ધ વડીલોને ગરમ સાલોનું વિતરણ મહંત સ્વામિ શ્રી ધર્મવત્સલદાસ સ્વામી, શ્રી સત્યદર્શનદાસ સ્વામિ, શ્રી વિવેકભૂષણદાસ […]

ઠંડીમાં ઠુંઠવાતા માનસિક દિવ્યાંગોને આશ્રય અપાયો

ભુજ અને ભુજ વિસ્તારમાં રસ્તે રઝડતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય અપાયું છે. ભુજ રાજેન્દ્ર પાર્ક નજીકથી મળી આવેલા ઠંડીમાં ઠુંઠવાતા માનસિક દિવ્યાંગને આશ્રમ સ્થળે લઇ જવામાં આવ્યો હતો. કચ્છભરમાંથી આશ્રમ સ્થળે ૩૩માનસિક દિવ્યાંગોને આશ્રય અપાયો છે. તેમનાં રહેવા જમવાની વ્યવસ્થા માનવજ્યોત સંસ્થાએ […]

સખત ઠંડી વચ્ચે માનવજ્યોત દ્વારા કરાયું ધાબડા વિતરણ

છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ખુલ્લામાં પડ્યા રહેતા લોકો ઠંડીમાં ઠુંઠવાઇ નજાય તેવા હેતુ સાથે ભુજની જાગૃત સંસ્થા માનવજ્યોત દ્વારા ધાબડા વિતરણનો ત્રીજો રાઉન્ડ શરૂ કરાયો હતો. સખત ઠંડી વચ્ચે ભૂંગા-ઝુંપડા-કાચા મકાનોમાં રહેતા તથા જરૂરતમંદોને માનવજ્યોત સંસ્થા દ્વારા ધાબડા અર્પણ કરી ઠંડી સામે રક્ષણ અપાયું છે. દાતાશ્રી કે.જે. શાહ – નિવૃત્ત […]

નીલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય કરાયું

નીલમ ચેરીટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવાયું હતું. સંસ્થાનાં કુલસુમબેન સમા, નુરજહાંબેન સુમરા, ખતીજાબેન સમા સહિત મંડળનાં બહેનો તથા સમાજનાં યુવા અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા. અહીં કોમી-એકતા અને ભાઇચારા સાથે દરેક સમાજનાં ભાઈ-બહેનો આશ્રમ સ્થળે પધારી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવતા રહે છે. જેથી […]

મધ્યપ્રદેશનો યુવાન ૪ વર્ષે મળ્યો

મધ્યપ્રદેશનાં સાગર જીલ્લાનાં શાહગઢ વિસ્તારનો કમલકિશોર યાદવ ઉ.વ. ૩૧ અચાનક ગુમ થતાં પરિવારજનોએતેની સતત શોધ ચલાવી હતી. તે અન્ય રાજ્યોમાં સતત રખડતો ભટકતો રહ્યો હતો. પરિવારજનોએ ભારે મુશ્કેલી વેઠી નિરાશ થયા હતા. ચાર વર્ષ પછી તે તા. ૨૨-૧૨-૨૦૨૨ નાં કચ્છનાં દેશલપર કંઠી ગામથી નરેન્દ્રસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજાને મળી આવતાં તેમણે તેને માનવજ્યોત સંસ્થા ભુજ […]