રાજસ્થાનનાં કુનવારીયા જીલ્લાનાં રાજસમંદ વિસ્તારનો સુરેશ પ્રજાપતિ ઉ.વ. ૪૫ અચાનક ગુમ થયો હતો.વિવિધ રાજ્યોમાં તે રખડતો-ભટક્તો રહ્યો હતો.માર્ગમાં તેને અકસ્માત નડ્યો.જેનો કારણે પગમાં મોટું ફેકચર થયું.કોઇ તેની વહારે આવ્યું નહીં.કોઇ ટૂટીમેન્ટ થઇ નહીં.ખૂબ જ પીડા વેઠી.પરિણામે પગમાં કાયમી દિવ્યાંગતા આવી ગઇ. પગમાં કાયમી ખોટ રહી ગઇ છે.જેથી તેને ચાલવામાં મુશ્કેલી સર્જાઇ.પાંચ વર્ષ પછી આખરે તે […]
Category Archives: પ્રવૃત્તિઓ
માનવસેવા અને જીવદયાનું કાર્ય કરી રહેલ ભુજની માનવજ્યોત સંસ્થાને બાપાશ્રીનું મંદિર કેરા મધ્યે મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દરબારગઢ ચોક ભુજ દ્વારા પૂજ્ય સ્વામિ જિતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે ભક્તજનોની વિશાળ ઉપસ્થિતિમાં રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. માનવજ્યોતનાં શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોનીએ પૂજ્યશ્રીનાં વરદ્ હસ્તે ચેક સ્વીકારેલ.પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, ૨મેશભાઇ […]
બિહારનાં ભાગલપુર જીલ્લાનો યુવાન રાજીવકુમાર મહેન્દ્ર મંડલ ઉ.વ. ૫૦ ગ્રેજ્યુએટ યુવાન રાંચી મેન્ટલ હોસ્પિટલમાંથી વર્ષ ૨૦૧૮ માં અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે જુદા-જુદા રાજ્યોનાં શહેરો-ગામડાઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો. પરિવારજનોની મુશ્કેલી વધી હતી. તા. ૧૯-૪ નાં ને નરા પોલીસને મળી આવ્યો હતો. નરા પોલીસ સ્ટેશનનાં શાન્તીભાઇ ગોવિંદભાઇ મહેશ્વરીએ તેને માનવજ્યોત સંસ્થા […]
ભુજ અને સમગ્ર કચ્છમાં માનવસેવા-જીવદયા-પર્યાવરણ અને વ્યસનમુક્તિ જેવી ૪૯ પ્રવૃત્તિઓ કરી રહેલ ભુજની માનવજ્યોત સંસ્થાને બાપાશ્રીનું મંદિર માનકુવા મધ્યે મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનાં પૂજ્ય સ્વામી જિતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માનકુવા દ્વારા રૂા. ૧ લાખનો ચેક ભક્તજનોની વિશાળ ઉપસ્થિતમાં અર્પણ કરવામાં આવેલ. પૂજયશ્રીએ સંસ્થાને અંતરનાં શુભાશિવાદ પાઠવ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અક્ષર નિવાસી રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ વાઘજીયાણી ટપ્પરીયાની પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોનાં સહયોગથી માનવસેવા-જીવદયાનાં અતિ ઉત્તમ કાર્યો કરાયા હતા. ગજોડ,ચુનડી, ટપ્પર ગામોમાં ૫૦૦ કુંડા અને ૫૦૦ ચકલીઘર વિતરણ કરાયા હતા. અક્ષરનિવાસી રાજેશ ઘનશ્યામભાઇટપરીયાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે ઘનશ્યામભાઇ માવજી ટપરીયા પરિવાર દ્વારા માનવસેવા જીવદયાનાં કાર્યો સાથે સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ. શ્રીજીબાપા-સ્વામિબાપાનાં આશિર્વાદથી […]
પશ્ચિમ બંગાળનાં કુટીર પારા વિસ્તારનાં વૃદ્ધ બિરેન સરદાર ઉ.વ. ૭૦ પોતાની દીકરીનાં ઘરે જવા નાંદીયાથી બર્ધમાન જવા નીકળ્યા હતા. પણ રખડતી-ભટકતી હાલતમાં તે રેલ્વે મારફતે ભુજ પહોંચ્યા અને ત્યાંથી પગે ચાલી નાગોર વાડી વિસ્તાર સુધી પહોંચ્યા. જ્યાં તરસ અને ભૂખનાં કારણે ધીરજ ખૂટી. અને વાડી વિસ્તારમાં બેઠા રહ્યા. અહીં તેની ખૂબ મુશ્કેલી વધી. કોઇ પૂછા […]
અક્ષરનિવાસી રાજેશ ઘનશ્યામભાઇટપરીયાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે ઘનશ્યામભાઇ માવજી ટપરીયા પરિવાર દ્વારા માનવસેવા જીવદયાનાં કાર્યો સાથે સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ. શ્રીજીબાપા-સ્વામિબાપાનાં આશિર્વાદથી ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી સમસ્ત ટપરીયા-વાઘજીયાણી પરિવાર કેરા તથા વાપ્કો કન્સ્ટ્રકશન પરિવાર-મોમ્બાસા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને રૂા. ૬૦ હજારનું અન્નદાન, માનસિક દિવ્યાંગોને ભોજન,વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન, […]
પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મોટા દિનારા ગ્રુપ શાળાની મોવરવાંઢ પ્રાથમિક શાળાનાં બાલમિત્રોને ચકલીઘર, કુંડા, કાપડની થેલી વિતરણ કરાયા હતા. તેમજ બાળકોને શિક્ષણ સાથે જીવદયાનું કાર્ય કરવા સમજ પૂરી પાડવામાં આવી હતી.
માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન સાથે ભુજ અને કચ્છમાં ૪૯ જેટલી પ્રવૃત્તિઓ કરી રહેલ ભુજની માનવજ્યોત સંસ્થાને મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પૂ. સ્વામી જિતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે બાપાશ્રીનાં મંદિર માધાપર મધ્યે રૂા. ૧ લાખનો ચેક અર્પણ કરાયો હતો. પૂજ્યશ્રીએ ભુજની માનવજ્યોત સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી સંસ્થાને આશિર્વાદ પાઠવ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર […]
ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજીત શ્રી નરનારાયણ દેવ ૨૦૦ વર્ષના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ભુજ અને કચ્છભરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને અન્નદાન માટે રૂપિયા પિસ્તાલીસ હજારનો ચેક સ્વામી કૃષ્ણવિહારીદાસજી તથા સ્વામી ભક્તિચરણદાસજીનાં વરદ્ હસ્તે અર્પણ કરાયો હતો. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર માન્યો હતો.










