જીવદયાપ્રેમી સ્વ. વેલજીભાઇ ઇંદરજી પ્રેમજી મહેતા રાપર-કચ્છની જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. તેમના સેવા કાર્યો સદાય યાદ રહેશે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટીએ તેઓની સેવાઓને બિરદાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
Category Archives: પ્રવૃત્તિઓ
અચલગચ્છનાં પ.પૂ. આ. ભ. શ્રી કવીન્દ્રસાગર સૂરીશ્વરજી મ. સા. તથા મુનિરાજ શ્રી કલ્પતરૂસાગરજી મ. સા. નો શંખેશ્વર તીર્થે વાજતે-ગાજતે ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો હતો. આ પ્રસંગે પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. મુનિ શ્રી વિદ્યાચંદ્રવિજયજી મ. સા. ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આરાધનામય ચાતુમાસનાં મુખ્યપુષ્પવંતા સંઘપતિનો લાભ માતુશ્રી મંદાબેન અરવિંદભાઇ રાયચંદ વોરા પરિવાર જામનગર હસ્તે સંઘપતિ શ્રી […]
અંકલેશ્વરની યુવાન મહિલા આબેદાબાનું બસીરખાન પઠાણ ઉ.વ. ૩૦ ગુમ થતાં પરિવારજનોએ તેને શોધી કાઢવા રાત- દિવસ એક કરી દોડધામ કરી હતી. અંકલેશ્વર ગુજરાત હાઉસીંગ બોર્ડ મકાનોમાં રહેતી આ મહિલાનાં લગ્ન થયા હતા. પણ લગ્ન જીવન જાજું ચાલ્યું નહીં. તલાક થતાં જ તેણે માનસિક સમતુલા ગુમાવી હતી. ભાઇઓનાં ઘરેથી તે અચાનક ગુમ થતાં પરિવાર ચિંતાતુર બન્યો […]
ઉત્તરાખંડ રાજ્યનાં અલમોરા જીલ્લાનાં સુનોલી ગામની મહિલા ચન્દાદત ઉ.વ. ૪૬ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ કયાં પણ એનો અતો પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા.પાંચ વર્ષ પહેલા તે રખડતી-ભટકતી હાલતમાં બાયડનાં જય અંબે મંદુબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટને મળી આવતાં સંસ્થાનાં અશોકભાઇ જૈન, વિશાલ પટેલ, વિજય પટેલ અને સર્વે […]
કાળઝાળ મોંઘવારીમાં પીસાતા અનેક પરિવારો એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિમાં જીવતા અને ભૂંગા-ઝુંપડા-કાચા મકાનોમાં રહેતા પરિવારોને ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા પાંચ કિલો ઘંઉનો લોટ તથા પાંચ કિલો ચોખા સાથેની રાશનકીટ પહોંચાડવાનાં કાર્યનો આરંભ કરાયો હતો. ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદ પરિવારોનાં ઘર સુધી જઇ સંસ્થાનાં કાર્યકરોએ હાથોહાથ રાશનકીટ વિતરણ કરી હતી. ગરીબ પરિવારોએ ખુશી […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એક જરૂરતમંદ દિવ્યાંગને ટ્રાયસિકલ અર્પણ કરી માર્ગ ઉપર ફરતા કરાયા હતા. સંસ્થા દ્વારા અત્યાર સુધી ૪૫૩ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાયા છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર,આનંદ રાયસોની,દિપેશ ભાટિયા,પ્રતાપ ઠક્કર,પરેશ ગોસ્વામી,હિતેશ ગોસ્વામી,કિશોરસિંહ વી.જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.ટ્રાયસિકલ મળતા દિવ્યાંગે ખુશી વ્યક્ત કરી હતી.
વાવાઝોડા સમયે શ્રેષ્ઠ સેવા કાર્ય કરનાર ભુજની માનવજ્યોત સંસ્થાની સેવાઓને બિરદાવી કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન પત્ર અર્પણ કરવામાં આવેલ. વાવાઝોડા સમયે આફત ગ્રસ્ત લોકો માટે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઇ વરચંદ આહીરનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ભુજ વિભાગના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ, કચ્છ જીલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન […]
કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવે છે. જ્યાં તેમની રહેવા-જમવા-સારવાર સહિતની તમામ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. વાવાઝોડાની આગાહી થતાં જ સમગ્ર કચ્છમાંથી રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા એકલા-અટુલા નિરાધાર રખડતા ભટકતા માનસિક દિવ્યાંગોને સલામત સ્થળે આશ્રમ […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો વિશ્વ યોગા દિવસની ઉજવણીમાં જોડાઇ યોગા કર્યા હતા. હીનાબેન રાજગોરે યોગા કરાવ્યા હતા.માનવજ્યોતનાં પ્રબોધ મુનવર સહિત સર્વે કાર્યકરોની ટીમ વિશ્વ યોગા દિવસની ઉજવણીમાં જોડાઇ હતી
ગીરીશભાઇ મણીભાઇ પટેલ તથા ઉમાબેન ગીરીશભાઇ પટેલ અમદાવાદ પરિવાર દ્વારા વાવાઝોડા, આફત ગ્રસ્ત લોકોનાં સેવાકાર્ય માટે ભુજની માનવજ્યોત સંસ્થાને રૂા. ૫૦ હજારનું અનુદાન અપાયું હતું. સંસ્થાએ ઝુંપડા-મૂંગાઓમાં રહેતા પરિવારોને નાસ્તો તથા ભોજન પહોંચાડવાનું શ્રેષ્ઠ કાર્ય વાવાઝોડા સમય ખડે પગે રહીને કાર્યકરોની ટીમ સાથે કર્યું હતું.સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા,આનંદ રાયસોનીએ દાતાશ્રી પરિવારનો આભાર […]









